બ્રિટને ભારતમાંથી 45 ટ્રિલિયન ડોલર કેવી રીતે ચોરી લીધા, જાણી લો અંગ્રેજોની લૂંટ વિશે

0
2625

ચોરી કરવી અને ડિંગ મારવી કોઈ પાસેથી શીખવું હોય તો એ છે બ્રિટન. જે બ્રિટન ભારત માંથી લગભગ 173 વર્ષના શાસનકાળમાં 45 ટ્રિલિયન ડોલર લૂંટીને દુનિયાનો અમીર દેશ બની ગયો હતો. તે કયારેય ભારતનું ખોદવાથી અચકાતું નથી. અમીર દેશ બનવા માટે આભાર માનવાની જગ્યાએ એણે પોતાના પાલતુ ઇતિહાસ કારો પાસે ભારત વિષે એક નવી વાર્તા પ્રચલિત કરાવી દીધી, કે બ્રિટને ભારતને પોતાના હસ્તક લઇ એનો વિકાસ કર્યો છે. નવી શોધમાં આ સાબિત થયું છે કે બ્રિટનની સંપૂર્ણ ઔદ્યોગિક ક્રાંતિ ભારતના પૈસાથી થઇ હતી.

ભારતને લઈને બ્રિટનમાં એક કલ્પિત વાર્તા પ્રચલિત કરવામાં આવી હતી, કે બ્રિટન ભારત પર આટલા દિવસ સુધી શાસન કરી શક્યું તો એનું મુખ્ય કારણ બ્રિટનની ભલાઈ હતી. ભારતની એક વાર્તા જે સામાન્ય રીતે બ્રિટનમાં જણાવવામાં આવે છે, તે એ છે કે ભારતનું વસાહતીકરણ ભલે ગમે એટલું ભયાનક રહ્યું હોય, પણ બ્રિટનને એનાથી કોઈ પ્રકારનો આર્થિક લાભ થયો ન હતો. પણ ભારતનું પ્રશાસન બ્રિટન માટે એક પ્રકારનું ખર્ચ જ હતું. ભારતમાં આટલા વર્ષો સુધી બ્રિટનનું સામ્રાજ્ય સ્થાપિત થવાનું આ જ તથ્ય છે. આ વાર્તા ભારત પર બ્રિટનના પરોપકારને દર્શાવે છે.

બ્રિટનમાં ભારત પ્રત્યે પ્રચલિત વાર્તાને જોરથી ઝડકો ત્યારે લાગ્યો જયારે પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી ઉત્સવ પટનાયકની નવી શોધ સામે આવી. થોડા સમય પહેલા જ કોલંબિયા યુનિવર્સીટી પ્રેસ દ્વારા પ્રકાશિત થયેલી એમની શોધને આખા જગમાં જાહેર કરવામાં આવી, કે કઈ રીતે બ્રિટને ભારતના લગભગ 45 ટ્રિલિયન ડોલર લૂંટી લીધા હતા. તમને જણાવી દઈએ કે આ રકમ આજના બ્રિટનના એક વર્ષના જીડીપી કરતા 17 ગણી વધારે છે. પટનાયકે પોતાની શોધમાં જણાવ્યું કે બ્રિટને 1765 થી લઈને 1938 દરમ્યાન ભારત માંથી 45 ટ્રિલિયન ડોલરની નિકાસ કરી હતી.

પટનાયકની આ શોધ પર સહજ સવાલ ઉઠી શકે છે, કે બ્રિટને આવું કઈ રીતે કર્યુ. સવાલ ઉઠે એ પહેલા જ એમણે પોતાની શોધમાં એનો ખુલાસો કરી દીધો છે, કે બ્રિટને કઈ રીતે ભારતને આર્થિક રૂપથી ખોખલું કરીને અહીંથી આટલી મોટી રકમની લૂંટ કરી હતી. એમણે પોતાની શોધમાં જણાવ્યું કે આટલી મોટી રકમ ગેરકાયદેસર વ્યવસાયિક માધ્યમથી લૂંટવામાં આવી હતી.

પહેલા બ્રિટને ભારતીય ઉત્પાદકો પાસેથી વસ્ત્ર અને ચોખા જેવા સામાન ખરીદ્યા અને એના માટે સામાન્ય રીતે ચુકવણી કરી. એની ચુકવણી એણે અન્ય દેશોની જેમ જ ચાંદીથી કરી. પરંતુ જેવું જ 1765 માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાં ભારતની કમાન આવી, કે તરત જ એમણે પોતાની વ્યવસાયિક નીતિ બદલી નાખી. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતીય ઉપમહાદ્વીપ પર નિયંત્રણ કરવાની સાથે જ ભારતીય વ્યાપાર પર એકાધિકાર સ્થાપિત કરી લીધું.

ત્યારબાદ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારત માંથી કર વસૂલવાનું શરુ કરી દીધું, અને પછી ઘણી ચતુરાઈથી એનો એક ભાગ (લગભગ એક તૃતીયાંશ) નો ઉપયોગ બ્રિટિશના ઉપયોગ માટે ભારતીય સામાનની ખરીદી કરવા માટે કર્યો. બીજા શબ્દોમાં કહીએ તો બ્રિટિશરોએ પોતાના સામાન માટે નાણાં પોતાના ખીસા માંથી ખર્ચ કરવાની જગ્યાએ, એને મફતમાં ખરીદી લીધું.

મોટા પાયે આટલી મોટી લૂંટ એક પ્રકારનો ઘોટાળો હતો. આટલું બધું થયા પછી પણ મોટાભાગના ભારતીય બ્રિટિશ કંપનીની આ લૂંટથી અજાણ હતા. કારણ કે કંપની જેમની પાસે કર સંગ્રહ કરાવતી હતી એની પાસેથી સામાનની ખરીદ કરાવતી ન હતી. સામાન ખરીદવા માટે અલગથી એજંટ રાખવામાં આવ્યા હતા. બ્રિટિશ કંપનીએ ચોરેલા સામાનનો અમુક ભાગ બ્રિટનમાં ઉપયોગ થતો હતો, અને બચેલો ભાગ દુનિયાના અન્ય ભાગોમાં નિકાસ કરવામાં આવતો હતો. ફરીથી નિકાસ કરવાની પ્રણાલી દ્વારા લોખંડ, તાર અને લાકડા જેવા સમારકામના સામાન, જે બ્રિટનના ઔદ્યોગિકીરણ માટે જરૂરી હતા, એની આયાત કરવાની અનુમતિ એમને મળેલી હતી.

એ વાતમાં હવે કોઈ શંકા નથી કે બ્રિટનની ઔદ્યોગિક ક્રાંતિ ભારત માંથી લૂંટીને લેવામાં આવેલી સામગ્રી પર જ નિર્ભર હતી. બ્રિટનની સમૃદ્ધિનું સૌથી મહત્વપૂર્ણ કારણ એ હતું કે ભારત માંથી લૂંટેલી સામગ્રીને તે દુનિયાના બીજા દેશોમાં વેચવા સક્ષમ હતું. ખાસ વાત એ હતી કે બ્રિટન એ સામાનની મૂળ કિંમત કરતા સો ગણું અથવા એનાથી વધારે કિંમત વસૂલતું હતું.

ભારતમાં કંપનીનું રાજ પૂરું થયા પછી, અને 1858 માં બ્રિટિશ રાજ સ્થાપિત થયા પછી પણ ભારત માંથી પૈસા અને સામાન લૂંટવાની પ્રક્રિયા શરુ જ હતી. ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો અધિકાર દૂર થતા જ ઉપનિવેશવાદિઓએ કર અને ખરીદીની પ્રણાલીને નવો વણાંક આપ્યો. એમણે ભારતીય ઉત્પાદકોને પોતાનો માલ સીધો બીજા દેશોમાં નિકાસ કરવાની અનુમતિ આપી દીધી. પણ બ્રિટન એ સુનિશ્ચિત કરવાનું ભુલ્યુ નહિ કે એ નિકાસ કરેલા સામાનની ચુકવણી લંડનમાં જ થશે. આ પ્રકારે પ્રણાલી ભલે બદલી હોય પણ લૂંટવાનું તો શરુ જ હતું.

કારણ કે જે પણ વ્યાપારી ભારત પાસેથી સામાન ખરીદવા માંગતું હતું, એણે વિશેષ કાઉંસિલ બિલનો ઉપયોગ કરવો પડતો હતો. આ અજોડ દસ્તાવેજી મુદ્રા ફક્ત અને ફક્ત બ્રિટિશ ક્રાઉન દ્વારા જ જાહેર કરવામાં આવતી હતી. આ વ્યાપારીઓએ આ બિલ લંડન માંથી ફક્ત સોના અને ચાંદીમાં ચૂકવવું પડતું હતું. વ્યાપારીઓએ બિલ માટે લંડનમાં સોનુ કે ચાંદી જમા કરાવવું પડતું હતું અને ત્યારે જઈને ત્યારે જઈને એ બિલ દ્વારા તે ભારતીય ઉત્પાદકો પાસેથી સામાન ખરીદી શકતા હતા. હવે જયારે ભારતીય ઉત્પાદક આ બિલને સ્થાનિક ઉપનિવેશ (સંસ્થાન) પાસે એના રૂપિયા લેવા જતા હતા ત્યારે એમને કર કાપીને પૈસા આપવામાં આવતા હતા. કારણ કે ચુકવણી એ જ વ્યક્તિના હાથેથી કરાવવામાં આવતી હતી જેની પર કર સંગ્રહ કરવાની જવાબદારી રહેતી હતી. આ રીતે એકવાર ફરી એમણે યોગ્ય ચુકવણી નહિ કરીને એમની સાથે દગો કર્યો હતો.

કહેવાનું તાત્પર્ય એ છે કે ભારતના શાસનનું નિયંત્રણ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાં હોય કે પછી બ્રિટિશ રાજના હાથમાં, ભારતીયોના શોષણ સાથે ભારતને કંગાળ કરવાની રમત શરુ જ રહી. કારણ કે બ્રિટને પોતાની વ્યાપારિક નીતિને કારણે એ બધા રસ્તા બંધ કરી દીધા હતા, જેના માધ્યમથી સીધું ભારતમાં સોનુ અને ચાંદી જમા થાય.

આ રીતે બ્રિટન શરૂઆતથી ભારતને લૂંટીને પોતાની તિજોરીઓ ભરતું રહ્યું. આજે એ જ બ્રિટનની વાર્ષિક જીડીપી ફક્ત 2.65 ટ્રિલિયન ડોલર છે. આજે એજ બ્રિટન છે જે આર્થિક પ્રગતિમાં ભારત કરતા પણ પાછળ જઈ રહ્યું છે. આજે એજ ભારત છે જે પોતાની વાર્ષિક જીડીપી 5 ટ્રિલિયન ડોલર વધારવાનું વિચારી રહ્યું છે. એજ ભારત છે જે આજે ફ્રાન્સને પછાડીને દુનિયાનો છઠ્ઠો સૌથી મોટી આર્થિક વ્યવસ્થા વાળો દેશ બની ગયો છે. અને આવતા વર્ષે એજ બ્રિટનને પછાડીને પાંચમાં સ્થાન પર પહોંચવાનું છે.