આજે પણ સમુદ્રની નીચે છે 5000 વર્ષ જુનું હિંદુ મંદિર, દ્વાપરયુગ સાથે જોડાયેલું છે આ મંદિરનું રહસ્ય, ક્લિક કરી જાણો

0
3738

એડવેન્ચર કરવું ઘણા બધા લોકોને પસંદ હોય છે. એના માટે લોકો કંઈ પણ કરવાં માટે તૈયાર થઈ જાય છે. અને જો તમને સમુદ્રની અંદરની દુનિયાને જોવામાં રસ છે, તો તમે સ્કુબા ડાઈવિંગ તમારી એ ઈચ્છાને પૂરી કરી શકે છે. અને તમારે સ્કુબા ડાઈવિંગ કરવું હોય તો એના માટે તમારે એવી જગ્યા પસંદ કરવી જોઈએ, જ્યાં સમુદ્રની અંદરની અદભુત દુનિયા તમને સારી રીતે જોવા મળી શકે.

મિત્રો આજે અમે તમને આ લેખના માધ્યમથી એક એવા હિંદુ મંદિર વિષે જણાવીશું જે સમુદ્રની અંદર છે. અને તે ૫૦૦૦ વર્ષ જુનું છે. આ લેખમાં તમે જાણશો ઇન્ડોનેશિયામાં પાણી નીચે રહેલી એ અદભુત દુનિયા વિષે, જ્યાં તમને સમુદ્રની અંદર ૫૦૦૦ વર્ષ જુનું મંદિર જોવા મળશે.

એ વાત તો તમે જાણતા જ હશો કે દુનિયાના બધા દેશોમાં ઇન્ડોનેશિયા એક એવો દેશ છે, જ્યાં સૌથી વધારે મુસ્લિમ વસ્તી રહે છે. પણ ઇન્ડોનેશિયાના બાલી આઈલેન્ડમાં ૯૦% હિંદુ લોકો રહે છે. આ દેશ વિષે એવું માનવામાં આવે છે કે, ૧૩ મી અને ૧૬ મી સદીમાં મુસ્લિમોના અહી આવ્યા હતા. અને એ પહેલા અહી મોટાભાગે હિંદુઓ જ રહેતા હતા.

ઇન્ડોનેશિયાના જાવામાં તમને એક થી એક ચઢીયાતા હિંદુ મંદિર જોવા મળી જશે. અને બીજા આઈલેન્ડ પર પણ તમને મંદિરો જોવા મળશે. પણ બાલીમાં એમની સંખ્યા સૌથી વધારે છે અને તે ઘણા અદભુત પણ છે. એમાંથી જ એક છે પાણીની અંદર રહેલું વિષ્ણુ દેવનું મંદિર, જે એક આર્ટ વર્ક છે. એ નોર્થ વેસ્ટ બાલીના પેમુતેરાન બીચ પાસે સમુદ્રની સપાટીથી ૯૦ ફૂટ નીચે આવેલું છે.

જળમગ્ન થઈ ગઈ હતી દ્વારકા નગરી :

જેવું કે અમે આગળ જણાવ્યું, કે ઇન્ડોનેશિયાના સમુદ્રની નીચે બનેલું આ મંદિર ઘણા વર્ષો જુનું છે. મિત્રો આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. અને એમાં રહેલી ભગવાન વિષ્ણુની મૂર્તિ લગભગ ૫૦૦૦ વર્ષ જૂની છે. સમુદ્રમાં ડાઈવિંગ અથવા સ્વિમિંગ કરતા સમયે લોકો આ મંદિરને જોવા જરૂર જાય છે.

હાલમાં સમુદ્રની નીચે રહેલું આ મંદિર જોવા પર ખંડર જેવું લાગે છે. અને લોકોનું એવું માનવું છે કે, આ દ્વારકા નગરી હોઈ શકે છે. કારણ કે દ્વારકા નગરી સમુદ્રના કિનારે વસેલી હતી અને થોડા સમય પછી આ નગરી સમુદ્રમાં વિલીન થઈ ગઈ હતી.

આ મંદિરમાં રહેલી ભગવાન વિષ્ણુની મૂર્તિ સિવાય ભગવાન શિવની મૂર્તિ પણ ઘણી સુંદર છે. ભગવાન વિષ્ણુ અને શિવ સિવાય અહી બીજી પણ મૂર્તિઓ છે, જે પહેલાના સમયમાં થતી પૂજાને દર્શાવે છે. હિંદુ ધર્મના ભગવાન સિવાય અહી પર ભગવાન બુદ્ધની પણ મોટી-મોટી મૂર્તિઓ છે. જો તમે પણ આ અદભુત નગરીની સફર કરવાં માંગો છો? તો આજે જ સ્વિમિંગ શીખી લો. અને આવનાર પ્રવાસમાં ઇન્ડોનેશિયાને તમારું પ્રવાસ સ્થળ પસંદ કરો. અહી તમને બીજા પણ પ્રાકૃતિક નજારા જોવા મળશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.