ઓર્ગેનિક ખેતી કરી ૪ વર્ષથી એક વિઘામાં 30 મણ મગફળી મેળવતો કૂતિયાણાનો ખેડૂત

0
10511

ગુજરાતના કુતિયાણા તાલુકાના ચૌટા ગામે રહેતા ખીમાભાઈ નામના ખેડૂત છેલ્લા 4 વર્ષથી ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. દવા કે રાસાયણિક ખાતરના ઉપયોગ વગર આ ખેડૂત પોતાની જમીનમાં ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરી અઢળક ઉત્પાદન દર વર્ષે મેળવે છે. જેમાં ગૌમુત્ર, દેશી લીમડો, ગોબર ભેગું કરી અને ગૌમુત્રમાંથી બનતું જીવામૃત તથા પંચામૃતનો ઉપયોગ કરી દર વર્ષે વધુ માત્રામાં અને ગુણવત્તાયુક્ત પાક મેળવી રહ્યા છે.

ઘણા ઓછા લોકો ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરે છે. આ ખેડૂતે રાજકોટ ખાતે ઉત્પાદન થયેલ પાકનું લેબોરેટરી ટેસ્ટ કરાવ્યું હતું. જેનો રીપોર્ટ સંપૂર્ણ પણે નીલ આવ્યો હતો. ખીમાભાઈ મારૂના જણાવ્યા પ્રમાણે 20 વિંઘા જમીનમાં ગત વર્ષે મગફળીનું વાવેતર કર્યુ હતું. જેમાં કેમીકલ દવાનો છંટકાવ કર્યા વગર એક વિંઘાએ 25 થી 30 મણ જેટલું મગફળીનું ઉત્પાદન કરેલ મગફળી, કપાસ, બાજરી વગેરે પાકનું ઉંચા ભાવે વેચાણ થતું હોય છે. ઉપરાંત બાજરી અને મગફળીના પાકમાંથી બનેલ ઘાસચારો પણ ગુણવત્તાયુક્ત હોવાથી પશુઓના આહાર માટે લાભદાયક છે, ત્યારે દૂધાળા પશુઓના દૂધમાં પણ વધારો થતો હોવાનું જણાવાયું હતું.

ઓર્ગેનિક ખેતીથી ચૌટા ગામના ખેડૂતે એક વીઘે 25 થી 30 મણ મગફળીનું ઉત્પાદન મેળવ્યું :

રાસાયણિક ખેતીના ગેરફાયદા.

રાસાયણિક ખેતીથી ખેડૂતોને મોંઘાભાવની દવાનો છંટકાવ કરવો પડે છે. યુરીયા અને ડી.એસ.પી. સહિતના મોંઘા ખાતરો તથા કેમિકલયુક્ત દવાથી જીવનની ફળદ્રુપતાને નુકસાન પહોંચે છે, અને ખેડૂતોને તથા ઉત્પાદન મેળવેલ બજારભાવોમાં પણ પોષક ભાવો મળતા નથી જેથી નુકસાની વેઠવી પડે છે.

ઓર્ગેનિક ખેતીના ફાયદા :

ઓર્ગેનિકખેતીથી ખેડૂતોને કોઈપણ જાતના કેમીકલ, રસાયણ કે ખાતરોની જરૂર પડતી નથી તેમજ જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે અને પાક તૈયાર થયા બાદ ખોરાક માટે લેવાતા શાકભાજી અને કઠોળ લોકોના સ્વાસ્થ્ય માટે ઉપયોગી બની રહે છે. ઉપરાંત જીવજંતુ અને પાકમાં આવતા રોગચાળાને અટકાવવા માટે કોઈ પ્રકારના ખર્ચો કરવા પડતા નથી.

ચૌટા ગામના ખેડૂતે કેમીકલ દવાનો છંટકાવ કર્યા વગર એક વીઘાએ 25 થી 30 મણ મગફળીનુંઉત્પાદન મેળવ્યું.

દેશી લીમડો, ગોબર સહિત ગૌમુત્રમાંથી બનતું જીવામૃત અને પંચામૃતનો ઉપયોગ કરાય છે. આ રીતે કુદરતી વસ્તુઓ વાપરી તમે પણ સારું ઉત્પાદન મેળવી શકો છો. આ રીતનું ઉત્પાદન સ્વસ્થ્ય માટે પણ હોવાથી ઘણું ઉપયોગી સાબિત થાય છે. માટે શક્ય હોય તો ઓર્ગેનિક ખેતીની રીત અપનાવો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.