દરેકની જનનાંગની ખંજવાળ દૂર કરતા 8 ઘરેલુ ઉપાય. આ ઉપાય ઘણા સરળ અને અસરકારક છે

0
4346

મહિલા હોય કે પુરુષ જનનાંગમાં ખંજવાળની સમસ્યા તો દરેકને થઇ શકે છે. અને જનનાંગમાં થતી ખંજવાળ ત્યારે તમારા માટે સૌથી વધુ તકલીફ ઉભી કરે છે, જયારે તમે કામની દોડધામમાં બહાર હોવ અને ખંજવાળ ઉપર નિયંત્રણ ન કરી શકતા હોય. પુરુષો તો કોઈ પણ રીતે હેન્ડલ કરી લે છે, પણ તેનાથી મહિલાઓને ઘણી શરમનો અનુભવ થઇ શકે છે, એટલા માટે આ સમસ્યાને ગંભીરતાથી લેવી જોઈએ.

મહિલાઓમાં જનનાંગમાં ખંજવાળ થવાના ઘણા કારણ હોઈ શકે છે. તેનું સૌથી સામાન્ય કારણ માસિક ધર્મના સમયે ઉપયોગમાં લેવામાં આવતા પેડમાં રહેલા કેમિકલ્સ હોઈ શકે છે. તેમજ ઘણા વધારે ફીટ કપડા પહેરવાથી પણ યોનીની ખંજવાળની સમસ્યા શરુ થઇ શકે છે. સેક્સ સંબંધ બનાવ્યા પછી સ્વચ્છતા તરફ ધ્યાન ન આપવાથી પણ યોનીમાં ખંજવાળનું કારણ બની શકે છે.

જનનાંગમાં ખંજવાળની સમસ્યાના ઉકેલ માટે તમે આ ૮ ઘરેલું ઉપાયોને અપનાવી શકો છો. અને આ ઉપાય માત્ર મહિલાઓ જ નહિ પણ પુરુષોને પણ કામ લાગશે. તો આવો તમને એ ઉપાય જણાવી દઈએ.

1) બરફથી શેક કરો :

જો તમને આ તકલીફ હોય તો તમે નોંધ્યું હશે કે જનનાંગની ખંજવાળ રાતના સમયે વધુ પરેશાન કરે છે. તેનાથી તમારી ઊંઘમાં પણ ખલેલ પહોચે છે અને ખંજવાળની સાથે સાથે તમે થાક અને સુસ્તીનો અનુભવ પણ કરો છો. એટલા માટે રાત્રે વધુ થતી આ ખંજવાળને અટકાવવા માટે યોની ઉપર સીધો જ બરફ લગાવો કે યોનીને ઠંડો શેક આપો. આ કામ થકાવી દેવા વાળું હોઈ શકે છે.

2) એપ્પલ સીડર વિનેગર :

એપ્પલ સીડર વિનેગર એટલે કે સફરજન માંથી બનતા વિનેગારમાં એન્ટીબેક્ટેરીયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે. જો તમને જનનાંગમાં થતી ખંજવાળનું કારણ બેક્ટેરીયલ કે ફંગલ સંક્રમણ છે, તો એપ્પલ સીડર વિનેગરથી તેને દુર કરી શકાય છે. એપ્પલ સીડર વિનેગરનો ફાયદો મેળવવા માટે બે ચમચી એપ્પલ સીડર વિનેગરને ગરમ પાણીમાં ભેળવો. બે ત્રણ દિવસ સુધી દિવસમાં બે વખત જનનાંગને આ મિશ્રણથી ધુવો. તમને ફરક જોવા મળશે.

3) લસણ :

આ સમસ્યા માટે લસણ પણ ફાયદાકારક છે. એના માટે ૨-૩ લસણની કળીઓ ચાવીને ખાવ. અથવા લસણની પેસ્ટ બનાવો અને જાળીના એક કપડામાં તેને બાંધીને યોનીની અંદર લગાવો. તેનાથી દુર્ગધ આવી શકે છે પરંતુ તેનાથી મળતો આરામ ઘણો જ આશ્ચર્યજનક હોય છે.

4) દહીં :

મિત્રો જો તમને જનનાંગમાં ખંજવાળની સમસ્યા છે, અને તમે એનો ઉપચાર કરવા માંગો છો, તો દરરોજ એક કપ ખાંડ વગરનું દહીં ખાવ. દહીંના ઉપયોગની બીજી રીત એ છે કે તેને યોની ઉપર લગાવવામાં આવે જેથી તરત આરામ મળે છે. સીધું દહીંને તે સ્થાન ઉપર લગાવવાથી યોનીની ખંજવાળ તરત બંધ થઇ જાય છે. તેના નિયમિત ઉપયોગથી સમસ્યા કાયમ માટે દુર થઇ જાય છે.

5) મીઠાથી સ્નાન :

જાણકારી માટે જણાવી દઈએ કે મીઠામાં એન્ટીબેક્ટેરીયલ ગુણ હોય છે. મીઠાના આ ગુણ ખંજવાળ અને બેક્ટેરિયાની અસરની રીતે દુર કરી શકે છે. જયારે પણ તમને ખંજવાળનો અનુભવ થાય ત્યારે મીઠાના ગંઠા ઓગાળીને જનનાંગ ધોઈ લો. તેનાથી તમને તરત આરામ મળશે અને તે બેક્ટેરિયાને આગળ વધવાથી પણ અટકાવશે. કે એવું પણ કરી શકાય છે કે ટબને ગરમ પાણીથી અડધું ભરો અને તેમાં અડધો કપ મીઠું નાખો. અને ટબમાં પલાઠી વાળીને બેસો.

6) ઢીલા કપડા પહેરો :

એવું કહેવામાં આવે છે કે તેના ઈલાજથી ઉત્તમ છે તેને અટકાવવું. જો તમને ક્યારે પણ યોનીમાં ખંજવાળની સમસ્યા થાય છે તો તમે જાણી લો કે આ સમસ્યાને દુર કરવા માટે આ સલાહ કેમ જરૂરી છે. ઢીલા કપડા પહેરવાથી તમને યોનીમાં ખંજવાળની સમસ્યા નહિ થાય.

7) સુકા રાખો જનનાંગ :

પરસેવો અને પાણીને કારણે જો યોનીમાં ભેજ રહે છે તો તેનાથી તે સ્થાન ઉપર બેક્ટેરિયા અને ફૂગ ઉત્પન્ન થાય છે. જેને કારણે ચેપ લાગે છે. માટે હંમેશા ધ્યાન રાખો કે ચેપને અટકાવવા માટે યોનીને ભેજથી મુક્ત રાખો.

8) તુલસીના પાંદડા :

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે તુલસીના પાંદડામાં એન્ટી માઈક્રોબીયલ, એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરીયલ ગુણ હોય છે. તુલસીના થોડા પાંદડા લો અને તેને બે કપ પાણીમાં ઉકાળો. તેને ૨૦ મિનીટ સુધી પલાળીને રાખો કે પછી જ્યાં સુધી પાણી ઘાટું ન થઇ જાય ત્યાં સુધી રાખો. યોનીની ખંજવાળ દુર કરવા માટે આ પાણીને દિવસમાં બે વખત પીવો.