8 મું નાપાસ છોકરાએ ઉભી કરી 2000 કરોડની કંપની, જાણો એની રસપ્રદ સ્ટોરી

0
5146

કહેવામાં આવે છે કે દુનિયામાં અશક્ય કંઈ જ નથી. ફક્ત કરવાનો ઉત્સાહ અને મનમાં લગન હોવી જોઈએ. દરેક મનુષ્યને ઉપર વાળાએ ખાસ બનાવ્યા છે, અને એમને એક જ પ્રકારનું મગજ આપ્યું છે. બસ અમુક લોકો એનો ઉપયોગ કરે છે અને સફળ થઇ જાય છે, તો અમુક લોકો ઉપયોગ નથી કરતા અને હંમેશા મજૂરી અથવા નાના-મોટા કામ કરતા રહે છે. દરેક મનુષ્યએ મોટા સપના જોવા જોઈએ, કારણ કે સપના મોટા જોવાથી જ મનુષ્ય કંઈક મોટું કરી શકે છે.

ઘણા બધા લોકોનું મન ભણવામાં નથી લાગતું, પણ કોઈ એક વસ્તુઓ જરૂર હોય છે જે કોઈને કોઈ વ્યક્તિમાં ખાસ હોય છે. પછી તે એક્ટિંગમાં તેજ હોય છે, ક્રિકેટમાં કે પછી કોઈ બીજા પ્રોફેશનમાં શ્રેષ્ઠ હોય છે. આજે અમે એક એવા જ વ્યક્તિની અસલ સ્ટોરી લઈને આવ્યા છીએ જે આમ તો 8 માં નાપાસ થયો હતો, પણ આજે 2000 કરોડની કંપનીનો માલિક છે. એવો તમને થોડું વિસ્તારથી જણાવીએ.

અમે જેની વાત કરી રહ્યા છીએ એનું નામ છે ત્રિશનીત અરોરા. અને એની ઉંમર માત્ર 24 વર્ષ છે. અને તે લુધિયાનાના મધ્યમ વર્ગના કુટુંબ માંથી છે. એના ભણતરની વાત કરીએ તો એને બાળપણથી જ અભ્યાસમાં ઓછો અને કોમ્પ્યુટરમાં વધુ રસ હતો. ત્રિશનીત આખો દિવસ કોમ્પુટર હેકિંગનું કામ શીખતો હતો, જેના કારણે તે ભણવાથી દુર રહ્યો અને 8 માં ધોરણમાં નાપાસ થયો હતો.

8 માં ધોરણ પછી તેણે ભણવાનું છોડી દીધું. પરંતુ આગળ જઈને તેણે 12 માં ધોરણની પરીક્ષા આપી. જણાવી દઈએ કે તે એક એથિકલ હેકર છે જેનાથી નેટવર્ક કે સીસ્ટમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરી સિક્યુરીટી ઈવેલ્યુએટ કરી શકાય છે. તેની દેખરેખ સર્ટીફાઈડ હેકર્સ કરે છે, જેનાથી કોઈપણ નેટવર્ક કે સીસ્ટમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરી સિક્યુરીટી કોન્ફોડેન્શિયલ જ રહે.

ઘરવાળાઓને ન ગમ્યું ત્રિશનીતનું કામ :

ત્રિશનીત એક સામાન્ય કુટુંબમાં જન્મ્યો હતો, અને તેના ઘરવાળાઓને તેનું કામ ન ગમ્યું. ત્રિશનીતના પિતા એકાઉન્ટન્ટ હતા તેથી તેમણે પોતાના દીકરાનું આ એથિકલ હેકિંગનું કામ બિલકુલ ગમતું ન હતું, પરંતુ ત્રિશનીત કોમ્પ્યુટરમાં પોતાના શોખને જ કારકિર્દિ બનાવવાનો નિર્ણય લઇ ચુક્યો હતો. અને પોતાની મહેનત અને આત્મવિશ્વાસના બળ પર તે પોતાની કંપની ચલાવે છે. જણાવી દઈએ કે 2 નવેમ્બર 1993 ના રોજ પંજાબના લુધિયાનામાં જન્મેલા ત્રિશનીત 24 વર્ષની ઉંમરમાં TAC સિક્યોરિટી કંપનીના સીઈઓ અને ફાઉન્ડર છે.

CBI થી લઈને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ છે તેમના ગ્રાહક :

જણાવી દઈએ કે ત્રિશનીતની કંપની સાઈબર સિક્યુરિટીનું કામ કરે છે. અને હાલમાં તેમની કંપની રિલાયન્સ, સીબીઆઈ, પંજાબ પોલીસ, ગુજરાત પોલીસ, અમુલ અને એવન સાયકલ જેવી સંસ્થાઓને સાઈબર સાથે જોડાયેલી સર્વિસ આપી રહ્યા છે. તેમજ એણે હેકિંગ પર પુસ્તકો પણ લખ્યા છે. જેમાંથી ‘હેન્કીંગ ટોક વિથ ત્રિશનીત અરોરા’, ‘ધી હેન્કીંગ એરા’ અને ‘હેન્કીંગ વિથ સ્માર્ટફોન્સ’ જેવા પુસ્તકો પ્રખ્યાત છે.

મેળવી ચુક્યો છે એવોર્ડ :

તેના કામને લીધે ૨૦૧૩ માં પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિહાએ એમને સન્માનિત પણ કર્યા છે. વર્ષ ૨૦૧૪ માં પંજાબના મુખ્ય મંત્રી પ્રકાશ સિહ બાદલે પ્રજાસત્તાક દિનના રોજ એમને રાજ્ય એવોર્ડ આપ્યો, અને વર્ષ ૨૦૧૫ માં તેમને ફિલ્મ એક્ટર આયુષ્માન ખુરાના સહિત બીજા સાત મહાનુભાવોની સાથે પંજાબી આઇકન એવોર્ડ આપવામાં આવ્યો છે.

20 વર્ષની ઉંમરમાં તે કમ્પ્યુટર ફિક્સિંગ અને સોફ્ટવેયર ક્લિનિંગના નાના પ્રોજેક્ટ લેવા લાગ્યા અને એમાં પહેલા મહિને એમણે લગભગ 60 હજાર રૂપિયા કમાયા. આ પૈસા એમણે બિઝનેસમાં લગાવ્યા અને 21 વર્ષની ઉંમરમાં TAC સિક્યોરિટી નામથી એક સાઈબર સિક્યોરિટી કંપની શરુ કરી દીધી. આ કંપની નેટવર્કિંગને સુરક્ષિત રાખવાનું કામ કરે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે દુબઈ અને યુકેમાં એમની કંપનીની વર્ચુઅલ ઓફીસ છે. અને લગભગ ૪૦% ગ્રાહકો આ ઓફિસોમાંથી કામ કરે છે. એક મીડિયા રીપોટર્સ મુજબ દુનિયાભરમાં ૫૦ ફોર્ચ્યુન અને ૫૦૦ કંપનીઓ એમના ગ્રાહક છે. જેમાં તેમની કંપનીને કરોડોનું ટર્નઓવર થાય છે.

તે સેલ્ફ સ્ટડી અને પિતા સાથેના માર્ગદર્શનથી આ મુકામ પર પહોંચવા માટે તૈયાર થયા છે, અને તેમને બધું શીખવા માટે યુટ્યુબના વિડીયોની પણ મદદ મળી છે. તેમજ તેમણે નોર્થ ઇન્ડિયાની પહેલી સાઈબર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ ઉભી કરી છે.

બિલિયન ડોલરની કંપની બનાવવા ઉપર ધ્યાન :

ત્રિશનીતનું સપનું છે કે તે એક દિવસ બિલિયન ડોલરની સિક્યોરિટી કંપની ઉભી કરશે. એના માટે તે મહેનત પણ કરે છે અને પોતાની કંપનીને આ મુકામ પર લઇ જવા માટે ઘણું બધું જતન કરે છે. એમની કંપનીમાં ઘણા બધા લોકો કામ કરે છે, જેમાં એમબીએ, બીટેક, એમટેક અને બીજા પણ ઘણા પ્રોફેશનલ કોર્ષ વાળા લોકો કામ કરે છે. ત્રિશનીતના જણાવ્યા અનુસાર એક દિવસ તે પોતાની કંપની બિલિયન ડોલરનું ટર્ન ઓવર કરતી કંપની બનાવીને રહેશે.