આ અભિનેત્રીએ ચોર્યુ અક્ષય કુમારના છોકરાનું દિલ, બધાની સામે જણાવી દીધી દિલની વાત.

0
2616

બોલીવુડ ઇન્દસ્ત્રીમાં ઘણા બધા કલાકારો એવા છે, જે દશકાથી ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યા છે. અને દિવસે અને દિવસે તેમની લોકપ્રિયતા વધતી જ જઈ રહી છે. અને હવે તો એવા કલાકારોના બાળકો પણ કોઈ ને કોઈ વાતને લઈને સમાચારોમાં છવાયેલા રહે છે. ઘણા બધા પ્રખ્યાત કલાકારોના છોકરાઓ બોલીવુડમાં ડેબ્યુ કરી ચુક્યા છે, તો અમુક વગર ડેબ્યુએ હાલના દિવસોમાં સમાચારોમાં રહે છે. સ્વાભાવિક છે કે સ્ટાર કુટુંબના સભ્ય હોવાને કારણે સ્ટાર કિડ્સ ઉપર મીડિયાનું ધ્યાન તો રહે જ છે, જેને કારણે તેઓ હંમેશા સમાચારોમાં રહે છે.

અને જો વાત બોલીવુડના સ્ટાર કિડ્સની થઈ રહી છે, તો એમાં આપણા ખેલાડી અક્ષય કુમારનો દીકરો કેમ પાછળ રહે? અક્ષય કુમારનો દીકરો પણ હવે પિતાની જેમ સમાચારોમાં રહેવા લાગ્યો છે. અક્ષય કુમારે ૯૦ ના દશકમાં ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી અને ત્યારથી લઈને આજસુધી બોલીવુડમાં રાજ કરી રહ્યા છે. આજે પણ તેમની ફિલ્મો સુપરહિટ થાય છે. અને અક્ષય કુમારની ગણતરી બોલીવુડના ટોપ અભિનેતાઓમાં થાય છે.

તેમજ જ્યાં સલમાન, શાહરૂખ, આમીર વગેરે હીરો વર્ષમાં એક ફિલ્મ કરે છે, ત્યાં અક્ષય કુમાર વર્ષમાં ત્રણ ચાર ફિલ્મો તો કરી જ નાખે છે, અને એ ફિલ્મોથી તાબડતોડ કમાણી પણ કરે છે. તેમજ તે આપણા ભારતીય સૈનિકોના પરિવારને આર્થિક સહાય પણ કરતા રહે છે.

આ થઈ અક્ષય કુમારની વાત. હવે એમના દીકરાની વાત કરીએ તો અક્ષય કુમારનો દીકરો દેખાવમાં અક્ષયથી પણ વધુ હેંડસમ લાગે છે. તેમનો દીકરો હાલમાં માત્ર ૧૬ વર્ષનો જ છે, પરંતુ લુક એટલું સારું છે કે કોઈપણ છોકરીનું દિલ લપસી શકે છે. અને એમનો દીકરો હાલના દિવસોમાં કોઈ ને કોઈ કારણો સર સમાચારોમાં રહે છે. અને વખતે તે એક અભિનેત્રીને લઈને ચર્ચામાં છે.

જણાવી દઈએ કે, અક્ષય કુમારનો દીકરો આરવ કુમાર બોલીવુડની એક અભિનેત્રીનો ઘણો દીવાનો છે. અને તે અભિનેત્રીનું નામ બોલીવુડની ટોપ અભિનેત્રીઓની યાદીમાં આવે છે. અને આરવે પોતાના દિલની વાત જાહેરમાં જ કહી દીધી છે. તો હવે જાણીએ કે તે કઈ અભિનેત્રી છે, જેણે આરવનું દિલ ચોર્યુ છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, જે અભિનેત્રી ઉપર આરવનું દિલ આવ્યું છે, તે કોઈ બીજી નહિ પરંતુ બોલીવુડની ચુલબુલી ગર્લ આલિયા ભટ્ટ છે. આરવ કુમાર આલિયા ભટ્ટને ઘણી પસંદ કરે છે. અને આ વાતનો આરવે પોતે સ્વીકાર કર્યો છે. આરવે કહ્યું કે તે આલિયાની એક્ટિંગનો ઘણો દીવાનો છે. આલિયા તેને પોતાની તરફ આકર્ષિત કરે છે. આલિયાની તમામ વસ્તુ તેને પસંદ છે, અને તે આલિયા ભટ્ટની દરેક ફિલ્મ જોવાનું પસંદ કરે છે.

વાત આટલે આવીને અટકતી નથી. કારણ કે આરવ આલિયાને ડેટ ઉપર પણ લઈ જવા માંગે છે. એ તો તમે જાણો જ છો કે, આલિયા ભટ્ટ બોલીવુડની તે અભિનેત્રીઓ માંથી એક છે, જેમણે ખુબ ઓછા સમયમાં ખ્યાતી મેળવી હોય. અત્યાર સુધીમાં આલિયા ઘણી ફિલ્મોમાં જોવા મળી ચુકી છે, જેમાંથી મોટાભાગની ફિલ્મો હીટ થઈ છે. આલિયા આજે આખા દેશ ઉપર રાજ કરે છે. હવે આલિયાને આરવ ખુબ પસંદ કરે છે, પરંતુ હાલના દિવસોમાં આલિયાનું દિલ રણબીર કપૂર ઉપર આવેલું છે. તેવામાં જોવાની વાત તો એ હશે કે આલિયા આરવની આ વાત ઉપર શું પ્રતિક્રિયા આપે છે.