વાસ્તુ મુજબ આ દિશામાં પગ રાખીને સુવાથી, સવારે ઉઠવા જ અનુભવાય છે થાક, જાણો શું છે? તેની પાછળનું કારણ.

0
3806

આપણા જીવનમાં ઘણી બધી સમસ્યાઓ આવતી રહે છે. અને એનું સમાધાન આપણા શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે. જયારે તમે શાસ્ત્રો વિષે વિસ્તારથી જાણશો, તો તમને તમારા જીવનના દરેક દુ:ખનું નિદાન એમાં મળી જશે. અને વાસ્તુ શાસ્ત્ર પણ કાંઈક એવું જ છે. વાસ્તુ શાસ્ત્ર પણ વ્યક્તિના જીવનમાં અને દરેક ક્ષેત્રમાં પોતાની હાજરી દર્શાવે છે. વ્યક્તિ ભલે ઘરે હોય કે ઓફિસે, ખાવાનું હોય કે સુવાનું હોય, દરેક કામની યોગ્ય પદ્ધતિનો ઉલ્લેખ વાસ્તુશાસ્ત્રમાં કરવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવેલા નિયમ વ્યક્તિના જીવનને સુધારી પણ શકે છે, અને જો તેનું પાલન કરવામાં ન આવે તો તે જીવનને બગાડી પણ શકે છે. વાસ્તુ શાસ્ત્ર ઘર, ઓફીસ અથવા મંદિર નિર્માણ કરવા માટેનું પ્રાચીન ભારતીય વિજ્ઞાન છે. જેને આધુનિક સમયના વિજ્ઞાન આર્કીટેકચરનું પ્રાચીન સ્વરૂપ માનવામાં આવી શકાય છે.

આપણા સારા આરોગ્ય માટે પોષિક આહાર, યોગ, ધ્યાન અને સાથે સાથે નિયમિત દિનચર્યા પણ જરૂરી છે. અને દિનચર્યામાં યોગ્ય સમયે ઊંઘ લેવી એ ક્રિયા પણ રહેલી છે. અને વાસ્તુ અનુસાર તમારી ઊંઘવાની સ્થિતિનો સંબંધ તમારા આરોગ્ય અને જીવન સાથે છે.

આપણા પ્રાચીન શાસ્ત્રો અનુસાર ઉત્તર, દક્ષીણ, પૂર્વ અને પશ્ચિમ આ ચાર મૂળ દિશાઓ છે. અને વાસ્તુ વિજ્ઞાનમાં આ ચાર દિશાઓ ઉપરાંત ૪ વિદીશાઓ છે. અને આકાશ અને પાતાળને પણ તેમાં દિશા સ્વરૂપમાં જોડવામાં આવેલા છે. આ રીતે ચાર દિશા, ચાર વિદિશા, આકાશ અને પાતાળને જોડીને આ વિજ્ઞાનમાં દિશાઓની સંખ્યા કુલ દશ માનવામાં આવે છે.

એમાં જણાવ્યા અનુસાર મૂળ દિશાઓના માધ્યમની ઇશાન, આગ્નેય, નેરુત્ય અને વાયવ્યને વિદિશા કહેવામાં આવે છે. જો વાસ્તુશાસ્ત્રના નિષ્ણાંતોનું માનીએ, તો દરેક કામની જેમ સુવાની પણ એક યોગ્ય પદ્ધતિ હોય છે. અને એમાં જણાવ્યા અનુસાર દક્ષીણ દિશા તરફ પગ રાખીને સુઇએ છીએ, તો તે આરોગ્યને નકારાત્મક રીતે અસર કરી શકે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, વાસ્તુશાસ્ત્ર મુજબ પૃથ્વીના બન્ને ધ્રુવ, ઉત્તર અને દક્ષિણ ધ્રુવોની અંદર ચુંબકીય શક્તિ રહેલી છે. શારીરિક સંરચના મુજબ જો તમે ઉત્તર દિશા તરફ માથું અને દક્ષીણ દિશા તરફ પગ રાખીને સુવો છો, તો તેવામાં તે પ્રતિરોધકનું કામ કરે છે, અને તેની બરોબર વિરુદ્ધ દિશાઓ એક-બીજાને આકર્ષિત કરે છે. આથી સમાન દિશાઓ પ્રતિરોધક બની જાય છે, જેને લીધે તમારા આરોગ્ય અને મગજ ઉપર ઊંડી અસર પડે છે.

અને એટલું જ નહિ, જો આપણે વૈજ્ઞાનિકોનું માનીએ તો દક્ષીણથી ઉત્તર તરફ સતત ચુંબકીય ધારા પ્રભાવિત રહે છે. એટલે જયારે આપણે દક્ષીણ તરફ માથું રાખીને સુઇએ છીએ, તો તે ઉર્જા આપણા માથા તરફથી પ્રવેશ કરે છે અને પગ તરફથી બહાર નીકળી જાય છે. તેવામાં સવારે ઉઠવાથી લોકોને તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ થાય છે.

આ છે ધાર્મિક કારણ :

હવે એની પાછળનું ધાર્મિક કારણ પણ જણાવી દઈએ કે, આપણે ત્યાની જૂની માન્યતાઓ પ્રમાણે દક્ષીણને યમની દિશા માનવામાં આવે છે. અને એના વિષે એ પણ જણાવવામાં આવે છે કે, આ દિશામાં પગ રાખીને સુવાથી દોષ લાગે છે. તે સાથે જ મહાભારતના અનુશાસન પર્વ, પદ્મ પુરાણ અને સૃષ્ઠી પુરાણ અનુસાર દક્ષીણ દિશા તરફ પગ રાખીને સુવાથી ઉંમર ઓછી થાય છે. એમ સુવાથી બીમારીઓ વધે છે અને તેમ લક્ષ્મી માતા ઘર માંથી જતા રહે છે.