આ દિવસે લગાવવો જોઈએ ઘરમાં મનીપ્લાન્ટ, નહિ રહે તમારી પૈસાની તંગી, બની જશો માલામાલ.

0
1124

મિત્રો પૈસાની તો શું વાત કરીએ. પૈસા એક એવી વસ્તુ છે, કે જેની પાછળ આજે આખી દુનિયા પડી છે. દુનિયાના દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે, તેની પાસે જેટલા બની શકે એટલા વધુ પૈસા આવવા જોઈએ. અને પૈસાની આવક વધારવા માટે લોકો દિવસ રાત મહેનત પણ કરે છે.

પણ ઘણી વાર એવું થાય છે કે, તેમને પોતાની મહેનતનું એ ફળ નથી મળતું, જેની તેમણે આશા રાખી હોય છે. અને એવું વ્યક્તિના ખરાબ નસીબને કારણે પણ બની શકે છે. જયારે નસીબ ખરાબ હોય છે, તો એક પછી એક બધા કામ ખરાબ થવા લાગે છે. તમે પણ ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે, “નસીબ સાથ નથી આપતું, નહિ તો મારી પાસે પણ ઘણા પૈસા હોત.”

જણાવી દઈએ કે પૈસાની બાબતમાં તમારા નસીબને બુલંદ કરવા માટે તમે વાસ્તુનો આશરો લઇ શકો છો. અને ભારતમાં તો વાસ્તુ શાસ્ત્ર ઘણું વધુ પ્રચલિત છે. ઘરનું સારું વાસ્તુ ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. અને તે સકારાત્મક ઉર્જા તમારા ઘરમાં બધું જ સારું કરે છે.

અને વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં મનીપ્લાન્ટ લગાવવાની વાત પણ કરવામાં આવી છે. કારણ કે મનીપ્લાન્ટ એક એવો છોડ હોય છે, જેનો સંબંધ સીધો તમારા ઘરની લક્ષ્મી એટલે પૈસા સાથે હોય છે. તેને પોતાના ઘરમાં લગાવવું શુભ માનવામાં આવે છે. વાસ્તુનું માનીએ તો તેને ઘરમાં લગાવવાથી પૈસાની આવક વધી જાય છે. સાથે જ ઘરમાં રાખેલા પૈસા પણ જલ્દી ખર્ચ થઈ શકતા નથી.

અને તમારા માંથી પણ ઘણા લોકોના ઘરમાં મનીપ્લાન્ટનો છોડ લાગેલો હશે. જો તમને આ છોડ લગાવ્યા પછી પણ કોઈ ફાયદો નથી થઈ રહ્યો, તો તમે તેને લગાવતી વખતે જરૂર કોઈ ભૂલો કરી હશે. ખાસ કરીને મનીપ્લાન્ટને તમે અઠવાડિયાના કોઈપણ દિવસે નથી લગાવી શકતા. અ છોડ વડે પૈસાનો ફાયદો લેવા માટે તેને અઠવાડિયાના એક ચોક્કસ દિવસ અને એક ચોક્કસ વિધિ સાથે જ લગાવવો જોઈએ. આજે અમે તમને તેના વિષે વિસ્તારથી જણાવવા જઈ રહ્યા છીએ.

ઘરમાં આ દિવસે મનીપ્લાન્ટ લગાવવો હોય છે શુભ :

મિત્રો, જો તમે તમારા ઘરમાં મનીપ્લાન્ટનો છોડ લગાવવાનું વિચારી રહ્યા છો. તો જણાવી દઈએ કે તેને ‘શુક્રવાર’ ના દિવસે જ લગાવવો જોઈએ. તે દિવસે તેને ઘરમાં લગાવવાથી સૌથી વધુ લાભ થાય છે. હવે તમારા માંથી અમુક લોકો વિચારતા હશે કે તે દિવસમાં એવી કઈ વિશેષ વાત છે?

તો એ પણ જણાવી દઈએ કે, શુક્રવારનો દિવસ લક્ષ્મીજીનો દિવસ માનવામાં આવે છે. અને એ તો સૌ જાણો જ છો કે લક્ષ્મીજી ધનની દેવી છે. તેવામાં લક્ષ્મી માં ના દિવસે એટલે કે શુક્રવારે ઘરમાં મનીપ્લાન્ટ લગાવવો આર્થીક દ્રષ્ટિએ ઘણું શુભ માનવામાં આવે છે.

જો તમે તમારા ઘરનો મનીપ્લાન્ટ શુક્રવારના દિવસે નથી લગાવતા, તો તમે એક જુદા કુંડામાં નવો મનીપ્લાન્ટ પણ લગાવી શકો છો. જો તમારું કુંડુ મોટું છે તો તમે તે કુંડામાં પણ મનીપ્લાન્ટનો નવો છોડ જોડી શકો છો. બસ એ વાતનું ધ્યાન રાખશો કે તે કામ તમે શુક્રવારે જ કરો.

આ વિધિથી લગાવો મનીપ્લાન્ટ :

આવો હવે તમને એની વિધિ પણ જણાવી દઈએ. તો જયારે પણ તમે ઘરમાં મનીપ્લાન્ટ લગાવવાના હોવ, ત્યારે તેને સૌથી પહેલા લક્ષ્મીજીની સામે મૂકી દો. અને પછી લક્ષ્મીજીની આરતી અને પૂજા કરો. પછી અંતમાં આ મનીપ્લાન્ટની પૂજા કરો. અને ત્યાર બાદ જ તેને કોઈ કુંડા કે બોટલમાં લગાવી દો. આ વિધિથી લગાવવામાં આવેલો મનીપ્લાન્ટ ઘણો વધુ લાભ આપે છે.