શાસ્ત્રો મુજબ આ 4 લોકોના જીવનમાં ક્યારેય પૈસા નથી ટકતા, જાણો ક્યાંક તમારાથી પણ તો નથી થતી ને આ ભૂલ

0
1232

મિત્રો આજનાં આ મોંઘવારીના સમયમાં પૈસા ઘણી જ અગત્યની વસ્તુ છે. પરંતુ એ જરૂરી નથી કે ખુશ રહેવા માટે પૈસા જ જરૂરી હોય. માનસિક આનંદ પણ તમને ખુશ રાખી શકે છે. જો કે ભૌતિક સુખ-સુવિધા માટે પૈસાની જરૂર પડે જ છે. અને આજના સમયની પરિસ્થિતિ અને લોકોના મગજની ધારણા જોઈએ, તો તે હાલમાં દુનિયામાં તે માણસ સુખી છે, જેની પાસે ઘણા બધા પૈસા છે. આજના જમાનામાં પૈસા જ બધું માનવામાં આવે છે.

તમે તમારા જીવનમાં ઘણા બધા એવા લોકોને જોયા હશે કે, જે ઓછી મહેનત કરીને ઘણા બધા પૈસા કમાઈ લે છે. તો થોડા એવા લોકોને પણ તમે જોયા હશે, જે દિવસ રાત મહેનત કરવા છતાં પણ પૂરતા પ્રમાણમાં પૈસા એકઠા નથી કરી શકતા, અને એટલે જ તે પોતાની જરૂરિયાતોની વસ્તુ નથી લઇ શકતા. અને દિવસ રાત આટલી બધી મહેનત કરવા છતાં પણ, જયારે એક માણસ પોતાની જરૂરિયાતોની વસ્તુ નથી મેળવી શકતા, તો તેઓ પોતાના જીવનથી ઘણા નિરાશ થઇ જાય છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, હિંદુ ધર્મમાં રામાયણને જીવન જીવવાનો આધાર માનવામાં આવે છે. અને રામાયણ દરેક વ્યક્તિને જીવન જીવવાનો સાચો રસ્તો દેખાડે છે. અને રામાયણ વ્યક્તિને દરેક સમયે આદર્શ અને ધર્મ અનુસાર જીવન જીવવા માટે પ્રેરિત કરે છે. રામાયણમાં એ વાત દર્શાવવામાં આવી છે કે, લોકો પાસે ધન કેમ નથી ટકતું. આજે અમે તમને તે લોકો વિષે જણાવીશું.

૧. રામાયણ મુજબ પહેલી વાત એ છે કે, જો તમારા જીવન સાથી યોગ્ય નથી તો પછી તમારી પાસે ક્યારે પણ ધન નહિ ટકે. એક કહેવત ઘણી પ્રચલિત છે કે, એક છોકરી ધારે તો ઘરને સ્વર્ગ બનાવી શકે કે પછી ધારે તો ઘરને નર્ક પણ બનાવી શકે છે.

તે ઉપરાંત એવા લોકો જે પોતાના જીવન સાથીને દગો દે છે કે પછી તેને છેતરે છે. તેવા લોકો પાસે પણ ક્યારે પણ લક્ષ્મી ટકતી નથી. એટલે કે જો તમે તમારા જીવનસાથીને દગો આપો છો કે એમને છેતરો છો, તો તમારું ઘર વહેલા બરબાદ થઇ જશે અને તમે ક્યારે પણ સુખી નહિ રહી શકો.

૨. રામાયણ મુજબ એવું પણ જણાવવામાં આવ્યું છે કે, જો તમે લાલચુ છો તો ક્યારે પણ તમારી પાસે લક્ષ્મી નહિ રહે. અને આમ પણ એવું કહેવામાં આવે છે કે, લાલચ સૌથી ખરાબ બલા હોય છે. એટલા માટે દરેક વ્યક્તિએ લાલચ છોડીને ધર્મનું અનુસરણ કરવું જોઈએ. કારણ કે જે ધર્મ મુજબ આચરણ કરે છે, ભગવાન પણ તેનો જ સાથ આપે છે. લાલચુ માણસને ભગવાન ક્યારે પણ સાથ નથી આપતા. એટલા માટે તમારી લાલચનો ત્યાગ કરો.

૩. જણાવી દઈએ કે ઘમંડી માણસ કોઈનો સગો નથી હોતો. અને ભગવાન પણ ઘમંડીનો સાથ નથી આપતા. રામાયણમાં કહેવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ ઘમંડી છે તેની પાસે પણ ધન નથી રહી શકતું. જો ઘમંડી વ્યક્તિ પાસે ધન છે, તો તે ઘણું જલ્દી ખલાસ થઇ જશે. એટલા માટે જો તમે ઈચ્છો છો કે, તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ હંમેશા માટે રહે, તો પછી તમારે તમારા ઘમંડનો ત્યાગ કરવો પડશે. કારણ કે ઘમંડ અને લક્ષ્મી એક સાથે ક્યારે પણ નથી રહી શકતા.

૪. ઘણા મહાનુભાવોના મુખ માંથી એ વાત કહેવામાં આવી છે કે, નશો દરેકનો નાશ કરી દે છે. અને એવું જ રામાયણમાં પણ કહેવામાં આવ્યું છે કે, જે ઘરમાં નશા વાળા પદાર્થોનું સેવન કરવામાં આવે છે. ત્યાં લક્ષ્મીજીનો વાસ ક્યારે પણ નથી રહેતો. તેવામાં જો તમારી અંદર પણ કોઈ એવા પ્રકારની કોઈ ખરાબ ટેવ છે, તો તેનો હમણાં જ ત્યાગ કરી દો. જેથી માં લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં થવા લાગે.