આ મહિનામાં જન્મ લેવા વાળી છોકરીઓ લક્ષ્મીનું રૂપ હોય છે, જાણો એમના વિષે થોડી ખાસ વાતો.

0
2176

અ વાત તો તમે બધા જાણો જ છો કે, હિંદુ ધર્મમાં છોકરીઓને સાક્ષાત લક્ષ્મી માતાનું રૂપ માનવામાં આવે છે. અને જયારે પણ કોઈના ઘરમાં છોકરીનો જન્મ થાય છે, તો લોકો અભિનંદન આપતા કહે છે કે, તમે ભાગ્યશાળી છો કે તમારા ઘરે છોકરીનો જન્મ થયો છે.

આપણા શાસ્ત્રોમાં પણ છોકરીઓને પૂજનીય કહેવામાં આવી છે. અને એની સાથે-સાથે એવું પણ જણાવવામાં આવ્યું છે કે, નારીમાં સ્વયં મહાલક્ષ્મી નિવાસ કરે છે. એવું માનવામાં આવે છે કે, જયારે કોઈ ઘરમાં છોકરીનો જન્મ થાય છે તો તે ઘરમાં સુખ સમૃદ્ધિ લઈને આવે છે.

તેમજ પ્રાચીન શાસ્ત્રો અને જ્યોતિષ વિદ્યા અનુસાર એવું પણ જાણવા મળે છે કે, અમુક મહિનાઓમાં છોકરીનો જન્મ થાય છે, તે મહિનાઓ પણ ઘણા ભાગ્યશાળી ગણાય છે. અને અમુક મહિના એટલા શુભ હોય છે કે, જો એ મહિનામાં કોઈ છોકરીનો જન્મ થાય છે તો એને ઘણું શુભ માનવામાં આવે છે. અને એની સાથે એ છોકરીને સાક્ષાત લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે.

અને એટલું જ નહિ આવી છોકરીઓ ફક્ત પોતાના ઘર માટે જ ભાગ્યશાળી સાબિત નથી થતી, પણ તેને લગ્ન પછી પોતાના સાસરે પણ ઘણું સુખ મળે છે. એમને સાસરું પણ ઘણું સારું મળે છે, અને તે પોતાના સાસરા પક્ષ માટે પણ ઘણી ભાગ્યશાળી સાબિત થાય છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી એ મહિનાઓના વિષયમાં જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જે મહિનાઓમાં છોકરીનો જન્મ થાય તો તેને સાક્ષાત મહાલક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે.

આવો જાણીએ કયા મહિનામાં જન્મ લેવા વાળી છોકરીઓ હોય છે સાક્ષાત લક્ષ્મીજીનું રૂપ :

એપ્રિલ :

જણાવી દઈએ કે, જે છોકરીઓનો જન્મ એપ્રિલ મહિનામાં થાય છે તે છોકરીઓ સાક્ષાત લક્ષ્મી માતાનું જ રૂપ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ મહિનો ઘણો જ શુભ માનવામાં આવે છે. જે છોકરીઓનો જન્મ આ મહિનામાં થાય છે એમની ગ્રહ ચાલ ઘણી ઝડપી હોય છે, જે તેમને સફળતાનાં શિખર સુધી પહોંચાડે છે. આ છોકરીઓના જીવનમાં ક્યારેય ધનની અછત નથી રહેતી અને જે છોકરા સાથે એના લગ્ન થાય છે એનું પણ ભાગ્ય ખુલી જાય છે.

જૂન :

બીજો શુભ મહિનો છે જુન. અને જે છોકરીઓનો જન્મ આ મહિનામાં થાય છે, તે ઘણી નસીબવાળી કહેવાય છે. આમ તો એવું જાણવા મળે છે કે, અંક શાસ્ત્ર અનુસાર આ મહિનો બાળકોના જન્મ માટે શુભ નથી માનવામાં આવતો. પરંતુ જો આ મહિનામાં કોઈ છોકરીનો જન્મ થાય છે, તો તેને સાક્ષાત લક્ષ્મી માતાનું જ રૂપ માનવામાં આવે છે. આ મહિનામાં જન્મ લેવા વાળી છોકરીઓ ઘણી ઉકેલાયેલી હોય છે. તે પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ઘણી મહેનત કરે છે અને એમને એમને એનું ઉત્તમ ફળ પણ મળે છે.

ફેબ્રુઆરી :

જણાવી દઈએ કે જે છોકરીઓનો જન્મ આ મહિનામાં થાય છે, તે છોકરીઓ ઘણા શાંત સ્વભાવની હોય છે. એની સાથે જ તે ઘણી બુદ્ધિમાન પણ હોય છે. અને આ મહિનામાં જન્મેલી છોકરીઓના લગ્ન જ્યાં થાય છે, તે ઘર પણ ઘણું સારું હોય છે. આ છોકરીઓને સુખ સમૃદ્ધિ પણ ઘણી વધારે પ્રાપ્ત થાય છે. એમની ગ્રહ દશા એમના પરિવારને પણ ફાયદો આપે છે.

સપ્ટેમ્બર :

આ યાદીમાં આગળ આવે છે સપ્ટેમ્બર મહિનો. તો જે છોકરીઓનો જન્મ સપ્ટેમ્બર મહિનામાં થાય છે એમની કુંડળીમાં ચંદ્ર, બુધ અને શુક્ર ત્રણેય ગ્રહોનું મિલન થાય છે. એ કારણ સર આ મહિનામાં જન્મ લેવા વાળી છોકરીઓ ઘણી ધનવાન હોય છે. આ છોકરીઓને તેમના સારા ભાગ્યને કારણે બધું જ પ્રાપ્ત થાય છે. એમની પાસે ક્યારેય કોઈ વસ્તુની કમી નથી રહેતી. તેમજ તેમના લગ્ન પણ અમીર છોકરા સાથે થાય છે.