શનિદેવ કરશે આમનો ખરાબ સમય દુર, આ રાશીઓને લાગી શકે છે લોટરી, ખુલી જશે નસીબ

0
2751

હિંદુ ધર્મમાં શનિ એક દેવ છે અને સાથે જ એક ગ્રહ પણ છે. અને એમને સૌથી વધારે ગુસ્સા વાળા દેવતા તરીકે ઓળખવામાં આવે છે. એમના વિષે લોકો એવું માને છે કે જે વ્યક્તિ ઉપર શનિદેવની સાડાસાતી શરુ થઇ જાય છે, તે વ્યક્તિના જીવનમાં ઘણી બધી તકલીફો ઉભી થવા લાગે છે. એટલે શનિદેવના નામ માત્રથી જ લોકોના મનમાં ડર અનુભવાય છે. અને એટલે જ દરેક લોકો તેમની ખરાબ દ્રષ્ટિથી બચવા માંગે છે. અને એમના પર શનિની ખરાબ અસર ન થાય એટલા માટે લોકો તેમની પૂજા અર્ચના કરે છે, અને દરેક શક્ય પ્રયત્નમાં લાગ્યા રહે છે.

ભારતમાં શનિદેવ વિષે ઘણા બધા લોકોનું એવું માનવું છે, કે શનિદેવ વ્યક્તિને દુ:ખી કરે છે. પરંતુ જો હકીકતમાં જોવામાં આવે, અને એમને સમજવામાં આવે તો શનિદેવ ન્યાય પ્રિય દેવતા છે. તે હંમેશા ન્યાયનો જ સાથ આપે છે. વ્યક્તિ પોતાના જીવન દરમ્યાન જેવા કામ કરે છે તે મુજબ જ શનિદેવ ફળ એમને આપે છે. જે વ્યક્તિ સારા કામ કરે છે તેમને તેમની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. અને જે વ્યક્તિ ખોટા કાર્ય કરે છે તેમને શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડે છે. તમને કોઈની સાથે વ્યક્તિગત શત્રુતા નથી હોતી. એ તો માત્ર કર્મ અનુસાર ફળ આપે છે.

જ્યોતિષ શાસ્ત્રના જાણકારોના જણાવ્યા અનુસાર શનિવારથી એવી થોડી રાશીઓ છે, જેમની ઉપર શનિદેવની કૃપા દ્રષ્ટિ જળવાયેલી રહેશે. એમની કૃપાથી તેમનો ખરાબ સમય દુર થશે. અને આજે અમે તમેને એ જ રાશીઓ વિષે જાણકારી આપવાના છીએ.

આવો જાણીએ શનિદેવ કઈ રાશીઓનો ખરાબ સમય કરશે દુર :

તુલા રાશિ :

આ રાશિ વાળા લોકોને શનિદેવની કૃપાથી ધન લાભ પ્રાપ્ત થવાના યોગ બની રહ્યા છે. આ રાશિના જે વ્યક્તિ પ્રેમ પ્રસગમાં છે, તેમના માટે સમય ઘણો જ સારો રહેશે. તમારા કાર્યક્ષેત્રમાં આવનારી તમામ અડચણો દુર થશે. તમારા દ્વારા કરવામાં આવેલી ધંધાકીય યાત્રા ફાયદાકારક સાબીત થશે.

કોર્ટ કચેરીની બાબતમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. શનિદેવની કૃપાથી લગ્ન જીવનમાં આનંદ જળવાયેલો રહેશે. અને તમારું આરોગ્ય સારું રહેશે. તમને પ્રેમ સંબંધિત બાબતમાં સફળતા પ્રાપ્ત થશે. તમને અચાનક કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. અને જો તમે ક્યાય રોકાણ કરો છો તો તેમાં તમને સારો લાભ મળશે.

વૃશ્ચિક રાશી :

આ રાશી વાળા લોકોને પ્રવાસ દરમિયાન કોઈ મોટો ફાયદો મળી શકે છે. પરંતુ તમારે કોઈપણ પ્રકારની લેવડ દેવડમાં જાગૃત રહેવાની જરૂર છે. તમારા દ્વારા ભવિષ્યને લઈને બનાવવામાં આવેલી યોજનાઓ સફળ થશે. ઉપરના અધિકારીઓ તમારા કાર્યોથી ખુશ થશે. તમને તમારા સાથી કર્મચારીઓનો પૂરો સહયોગ મળશે. શનિદેવની કૃપાથી તમારા જીવનમાં આવનારી તમામ તકલીફો દુર થશે. બેરોજગાર વ્યક્તિઓને રોજગારનો અવસર પ્રાપ્ત થઇ શકે છે.

કન્યા રાશી :

આ રાશી વાળા લોકો ઉપર શનિદેવની વિશેષ કૃપા દ્રષ્ટિ જળવાયેલી રહેવાની છે. અને તમારા દ્વારા કરવામાં આવેલા તમામ પ્રયત્નોનું ફળ તમને ઘણું જ વહેલા મળવાનું છે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થઇ શકે છે. મહિલા મિત્રની મદદથી તમે તમારા મહત્વના કામ પુરા કરી શકો છો. શનિદેવની કૃપાથી તમને તમારા માતા-પિતાનો પુરતો સહયોગ મળશે. તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવશે. તમારા તમામ આયોજન સફળ રહેશે. તમે તમારા શત્રુ પર વિજય મેળવશો.

સિંહ રાશી :

આ રાશી વાળા લોકો ઉપર શનિદેવ દેવ મહેરબાન રહેવાના છે. તમને તમારા કાર્યક્ષેત્રમાં કોઈ કુશળ વ્યક્તિ તરફથી સારું માર્ગદર્શન પ્રાપ્ત થશે. રાજકીય સાથ પ્રાપ્ત થઇ શકે છે. તમને અચાનક ધન લાભ પ્રાપ્તિના યોગ બની રહે છે. શનિદેવની કૃપાથી તમને તમારા તમામ કર્યોમાં સતત સફળતા પ્રાપ્ત થશે. તમે ધંધાની બાબતમાં કોઈ પ્રવાસ ઉપર જઈ શકો છો, જે તમારા માટે ઘણું ફાયદાકારક સાબિત થશે. આવનાર સમયમાં તમારા જ્ઞાનમાં વધારો થશે. જે વ્યક્તિ વેપારી છે તેમના માટે આવનારો સમય ઘણો જ સારો રહેવાનો છે.

મીન રાશી :

શનિદેવની કૃપાથી આ રાશી વાળા લોકોના ઘર પરિવારમાં આનંદ જળવાયેલો રહેશે. તમારે ત્યાં કોઈ શુભ કામનું આયોજન થઇ શકે છે. આવનાર સમયમાં તમે તમારા દરેક કામ ઉત્સાહ પૂર્વક કરશો. તમારું આત્મ સમ્માન જળવાઈ રહેશે. અને તમારી આવકમાં વધારો થવાની શક્યતા પણ બની રહે છે. તમારા પારિવારિક વાદ-વિવાદ દુર થશે. જો તમે કોઈપણ જોખમ ભરેલું કામ ઉપાડવાનું સાહસ કરો છો, તો તેમાં તમને સારો લાભ મળશે. તમે તમારા શત્રુઓ ઉપર વિજયી રહેશો. શનિદેવની કૃપાથી તમને જુના રોકાણમાં સારો લાભ મળી શકે છે.

કુંભ રાશી :

કુંભ રાશી વાળા વ્યક્તિઓને શનિદેવની કૃપાથી પોતાની મહેનતનું ફળ પૂરે પૂરું પ્રાપ્ત થવાનું છે. સમાજમાં તમારું મન સન્માન વધશે, જે વ્યક્તિ વેપારી છે તેમનો વેપાર સારી રીતે ચાલશે, નોકરી ધંધા વાળા વ્યક્તિઓ ની આવક માં વધારો થવાની સાથે સાથે પ્રગતી મળવાની શક્યતા બની રહે છે. તમારા કાર્યોથી ઉપરના અધિકારીઓ ઘણા ખુશ થશે. તમારૂ મન કામમાં લાગશે, તમારી અંદર ઉત્સાહ જળવાઈ રહેશે, માતા પિતા નો પુરતો સહકાર પ્રાપ્ત થશે, શનિદેવ ની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે.

આવો જાણીએ બીજી રાશીઓનો કેવો રહેશે સમય :

કર્ક રાશી :

આ રાશી વાળા લોકોએ પોતાના આવનારા સમયમાં ઘણી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. હવે તમારે તમારા એવા મિત્રોનો સાથ છોડવો પડશે જે ખોટા કામ કરે છે. નહિ તો તમારા માન સમ્માનને નુકશાન પહોચી શકે છે. તમારે આર્થિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. તમે કોઈ નવા કામની શરૂઆત કરી શકો છો, જે આવનારા સમયમાં ફાયદાકારક સાબિત થશે. અને તમારા દેવામાં પણ ધટાડો થશે. તમારે તમારા આરોગ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે. તમને ભાઈઓનો પુરતો સહકાર મળશે.

મકર રાશી :

આ રાશી વાળા લોકોને અચાનક કોઈ ખરાબ સમાચાર મળવાની શક્યતા બની રહે છે. તમારે તમારું વર્તન સુધારવું પડશે. કારણ કે તમારા વર્તનને કારણે જ જીવનસાથી સાથે મનદુઃખ થઇ શકે છે. જુના રોગ ઉભરીને સામે આવી શકે છે. આરોગ્ય ઉપર વધુ ખર્ચ થવાની શક્યતા બની રહે છે. આ સમયમાં તમારું મન કામમાં નહિ લાગે.તમે બીજા કોઈની વાતોમાં ન આવી જતા, નહી તો તમને જ નુકશાન થઇ શકે છે. કોઈપણ જોખમ ભરેલા કાર્ય, જામીન કાર્ય તમારા હાથમાં ન લો. જે વ્યક્તિ વેપારી છે તેમનો વેપાર મધ્યમ રહેશે. તમારી આવકમાં ઘટાડો થઇ શકે છે.

મેષ રાશી :

આ રાશી વાળા લોકોનો આવનારો સમય મિશ્ર સાબિત થશે. તમે તમારા ઘરના જરૂરી કાર્યોમાં ધન ખર્ચ કરી શકો છો. તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. બીજા દ્વારા તમારી અમુક વાતોનો વિરોધ થઇ શકે છે. માનસિક તનાવ બની રહેશે. રોકાણ કરવા માટે આવનારો સમય સારો નથી. તમારી કોઈ મોટી સમસ્યા આ સમય દરમ્યાન દુર થઇ શકે છે. પરંતુ જે વ્યક્તિ નોકરી ધંધા વાળા છે તેમણે પોતાના કાર્યક્ષેત્રમાં સંભાળીને ચાલવું પડશે. તમે કોઈપણ જોખમ વાળું કામ પોતાના હાથમાં લેશો નહિ.

ધનુ રાશિ :

આ રાશિ વાળા લોકો આવનારો સમય મિશ્ર સાબિત થવાનો છે. આ સમય દરમ્યાન તમે કોઈ આધ્યાત્મિક કાર્યોમાં ભાગ લઇ શકો છો. કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી તમે તમારું કોઈ કામ પૂરું કરી શકો છો. તમે તમારા મિત્રો સાથે ક્યાંક ફરવાનો પ્લાન બનાવી શકો છો. પરંતુ તમારે ખાવા પીવામાં વિશેષ કાળજી આપવાની જરૂર છે. તમારે તમારા શત્રુઓથી સાવચેત રહો. તમે ઉતાવળમાં કોઈ પણ કાર્ય ન કરતા. માતાનો પ્રેમ અને આશીર્વાદ પ્રાપ્ત થશે.

વૃષભ રાશી :

આ રાશી વાળા વ્યક્તિઓએ પોતાના આવનારા સમયમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. નકામાં કામોમાં તમારા પૈસા ખર્ચ થશે, તમારા કર્યો સમયસર પુરા ન થવાને કારણે માનસિક તનાવ બની રહેશે, તમે કોઈ પણ પ્રકારના વાદ-વિવાદને પ્રોત્સાહન ન આપશો, ઘર પરિવારનો પુરતો સહકાર મળશે.

મિથુન રાશી :

આ રાશી વાળા લોકોએ પોતાના આવનારા સમયમાં ઘણું સાવચેતી પૂર્વક કામ કરવાની જરૂર છે. તમારા શત્રુ  તમને નુકશાન પહોચાડવાનો સંપૂર્ણ પ્રયત્ન કરશે. પ્રવાસ દરમિયાન અકસ્માત થવાની શક્યતા બની રહે છે. જો તમે કોઈ પણ કામની શરૂઆત કરો છો, તો સૌથી પહેલા તે કાર્યનું આયોજન જરૂર તૈયાર કરી લેવું. એજ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તમારે ખોટા ખર્ચા થવાની શક્યતા બની રહે છે. નોકરી ધંધા વાળા વ્યક્તિઓને પોતાના કાર્યક્ષેત્રમાં કોઈ સાથે માથાકૂટ થવાની શક્યતા છે. તમે ઉતાવળમાં કોઈપણ પ્રકારના નિર્ણય ન લેતા.