તમે આ લેખ વાંચશો, તો આજ પછી ક્યારેય સડેલા કાળા કેળા, પપૈયું વગેરે ફેંકશો નહિ

0
2494

સમાન્ય રીતે જયારે આપણે ઘરમાં કેળા, પપૈયા, સફરજન કે અન્ય કોઈપણ ફ્રુટ લાવીએ છીએ તો, આપણે એને એક બે કિલો કે થોડા વધુ પ્રમાણમાં જ લાવીએ છીએ. અને ઘણી વાર એવું થાય છે કે આપણે તે બધા ફળ ખાઈ નથી શકતા. અને તે ફળ પડયા પડયા વધુ પાકા થઈ જાય છે. એમાં કેળા વધારે પાકી ગયા પછી ઉપરથી કાળા પડી જાય છે, અને થોડા ઢીલા પણ થઈ જાય છે.

અને આજ રીતે પપયું કે સફરજન કે અન્ય કોઈપણ ફ્રુટ હોય તે કોઈપણ વ્યક્તિ ખાવાનું પસંદ નથી કરતા, અને આપણે તેને ફેંકી દઈએ છીએ. પરંતુ તમે નહિ જાણતા હો કે આ ફ્રુટ, ખુબ જ વધુ પાકી જાય છે તો, તેના ગુણ ખુબ જ વધી જાય છે. એટલે કે તેની ગુણવત્તા વધી જાય છે. પરંતુ તમે સ્વાદને કારણે ખાવાનું પસંદ નથી કરતા, તો કોઈ વાંધો નહિ. અને તમારે તેના માટે તેને ફેંકી દેવાની જરૂર નથી.

આજે અમે તમને આ પાકેલા ફળોના અન્ય ઉપયોગ વિષે જણાવીશું. તો આ લેખ જરા ધ્યાનથી વાંચજો. મિત્રો જયારે પણ તમારા ઘરમાં આવા ફ્રુટ હોય, પછી ભલે તે કેળા હોય કે પપયું, સફરજન, મોસંબી, પાઈનેપલ હોય કે કોઈપણ ફ્રુટ હોય, તો તમારે તેને ફેંકી ન દેવા. કારણ કે તમારે આ ફ્રુટનો ઉપયોગ તમારી સુંદરતા વધારવામાં કરવાનો છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, કેળું વધુ પાકી ગયેલું છે તો તે આપણી સ્કીનને તાજી અને સુંદર રાખવા માટે ખુબ જ ઉત્તમ છે, અને ચહેરા ઉપર કરચલી પડી ગઈ છે, તો તે દુર કરવા માટે પણ તે ખુબ જ અસરકારક છે. તેવી રીતે તમામ ફ્રુટ છે જે પાકી ગયા પછી તેના ગુણ છે તે ઘણા વધી જાય છે. તેમજ તમે જે મોંઘા અને કેમિકલ વાળા ચહેરાને નીખરવા વાળા લોશન અને ક્રીમનો ઉપયોગ કરો છો, તો તે કામ તમારા સડેલા અને પાકી ગયેલા ફ્રુટ્સ કરી શકે છે. જેને તમે ફેંકી દો છો.

આવો તમને એના વિષે વિસ્તારથી જણાવીએ. અહિયાં અમારી પાસે કેળું છે, બની શકે કે તમારી પાસે પપયું હોય કે બીજા કોઈપણ ફળ હોઈ શકે છે. તો હવે એનો ઉપયોગ કરવાં માટે આપણે પહેલા એ ફ્રુટને છોલી લેશું, અને તેની પેસ્ટ બનાવી એને સારી રીતે એકરસ કરી લઈશું. અને પછી તેનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે એ પણ જણાવીશું.

આ પાકેલું કેળું છે તેનો ખરાબ જેવો ભાગ કાપીને કાઢી નાખવાનો છે, અને બીજો સારો ભાગ છે જે ખુબ જ પાકી ગયેલો છે જે ખાવામાં સારો નથી લાગતો, એને આપણે એક મોટો વાટકો લઈને મસળી નાખશું. અને જો પપયું છે તો તેને પણ આવી રીતે છોલી લઈશું. એવી જ રીતે સફરજન છે તો તેને પણ છોલી લેવા.

હવે જે આપણી પાસે કેળું છે, તેના બે પીસ જ લીધા છે કારણ કે આખાની આપણે અત્યારે જરૂર નથી. એને દબાવીને આપણે એની પેસ્ટ બનાવી લેવાની છે. જણાવી દઈએ કે આમાં ખરાબ સ્કીનને દુર કરવાના અને નવી સ્કીન લાવવાના ઘણા જ સારા ગુણ હોય છે. અને પપયાનો ઉપયોગ કરો છો તો એનાથી સ્કીનમાં ચમક રહે છે. તો આ ફેશિયલ એક એવી વસ્તુ છે જે તમારા ઘરમાં આવતા ફ્રુટ માંથી બની જાય છે અને તેનાથી ઘણા ફાયદા થાય છે. આખું કેળું કે પપયું પાક્યું નથી થોડું પાકી ગયું છે અને તેને આપણે કાપીને ફેંકી દઈએ છીએ, તેનો આપણે આવી રીતે ઉપયોગ કરી લેવાનું છે.

હવે તમારે આ પેસ્ટથી મસાજ કરવાની છે. આ માટે તમે કોઈપણ ફ્રુટ લઈ શકો છો, અને તેની તમે આવી વિધિ કરી લો, તો આ રીતે ફેશિયલ તૈયાર ગયું. અહિયાં અમે આખું કેળું નથી લીધું. હવે પછી તેમાં દહીં કે લીંબુનો રસ પણ નાખી શકો છો.

તમારે આ પેસ્ટથી મસાજ કેવી રીતે કરવાની છે એ પણ જણાવી દઈએ. એના માટે થોડું આ ફેશિયલ લઈને તેને હાથ ઉપર પણ મસાજ કરી શકો છો. જરૂરી નથી કે તેની માત્ર ચહેરા ઉપર મસાજ કરવી. તમારે શરીરના જે પણ ભાગની ત્વચાને સુંદર બનાવવી છે તેથી ત્યાં પણ આનો ઉપયોગ કરી શકો છો. તે પણ ચામડી જ તો છે. જણાવી દઈએ કે, કેળા અને પપયું બે એવા ફ્રુટ છે, જેનો રોજ ઉપયોગ કરવાથી કોઈ બોડી લોશનની જરૂર નથી રહેતી, અને કોઈ મોંઘી ક્રીમ કે ફેસ પેકની જરૂર નથી રહેતી.

એટલા માટે જો તમને અઠવાડિયામાં એક – બે વખત આવી તક મળી જાય તો આ ઉપાય અજમાવવો સારું રહેશે. અને સામાન્ય રીતે અઠવાડિયામાં એક બે વખત તો તેવું બને જ છે, કે ઘરમાં રહેલ કોઈ ફ્રુટ વધારે પાકી જાય છે. તો એવામાં તમે એ ફ્રુટનો આ રીતે ઉપયોગ કરો.

તમારે મસાજ કર્યા પછી ૧૨ થી ૧૫ મિનીટ પછી ચહેરો ધોઈ લેવાનો છે, અને સારી રીતે તેને મસળીને ધોઈ લો. અને એક વાત તમને જણાવીએ છીએ કે, આ ધોયા પછી સ્કીન એકદમ સોફ્ટ થઈ જાય છે. આ રીતે તમે તમારું નિયમિત ફ્રુડ ફેશીયર શરુ રાખો અને તે પણ કોઈપણ ખર્ચ વગર, અને તમારા પૈસા પણ બચશે.