“ગામ” એટલે શું? જાણો પોપટભાઈ પટેલ અનુસાર ગામની પરિભાષા

0
2043

ગામ શબ્દ સાંભળતા શહેરના લોકોના મનમાં કુવા, તળાવ, બળદ ગાડા, ગાય-ભેંસ વગેરેની છબી બનવા લાગે છે. જે પહેલાથી જ શહેરમાં રહે છે એમના માટે ગામ એટલે જુના જમાનાની રીતિ રિવાજો પ્રમાણે રહેતા લોકોનો સમૂહ. પણ એમની ધારણા તદ્દન ખોટી છે. પોપટભાઈ પટેલ અનુસાર ગામ એટલે પ્રથમદર્શીય રીતે અમુક લોકોના સમુહનુ એક ઠેકાણે રહેણાક. ગામમાં રહેવાની મજા અને ગામના શાંત વાતાવરણનું સુખ શહેરના લોકોને ના સમજાય.

ગામની વાત નીકળી છે તો આજે અમે તમને ગામડાઓ સાથે જોડાયેલી થોડી વાતો જણાવીશું. જેના વિષે કદાચ તમને ખબર નહિ હોય. આવો જાણીએ શું છે આજના લેખમાં ખાસ.

મિત્રો જો ગુજરાતના ગામોની વાત કરીએ તો આપણે ત્યાં 18,000 જેટલા ગામો છે. તેમજ માણસ પોતાના સ્વભાવ અનુસાર સગવડ વાળી જગ્યાએ નિવાસ કરે છે. જેમ કે ફળદ્રુપ જમીન, નદીનો કિનારો, વાતાવરણ, સામાજિક સલામતી, રોજગારની તકો વગેરે વસ્તુ એને અનુકૂળ થાય ત્યાં તે રહે છે.

ગામની બાંઘણી :

ગામ એટલે ઘરોનો સમુહ, ઘરની બાંધણીને ભાત પ્રદેશ અનુસાર થતી હોય છે. તેવી રીતે ગામની રચના પણ પ્રદેશ અનુસાર થતી હોય છે. જેમ કે સૌરાષ્ટ્રને રાજસ્થાનમાં ગઢ કિલ્લાવાળા ગામો વધારે હતા. આ ગામોના ઘરો પણ ડેલાબંધ હોય છે. તેની સામે મેદાન વિસ્તાર જેવા કે ઉત્તર અને દક્ષિણ ગુજરાત, અને મઘ્ય ગુજરાતમાં ગઢ કિલ્લાવાળા ગામોની સંખ્યા બહુ ઓછી છે.

મકાનની બાંઘણી :

સૌરાષ્ટ્રમાં ડહેલા પધ્ધતિ વિશેષ જોવા મળે છે. ડેલો એટલે એક કે વધારે ઘરનો સમુહ. જયારે સપાટ વિસ્તારોમાં ખડકી કે ડેલા વગરના સીઘા સીઘ ઘર હોય છે.

પહાડી વિસ્તાર :

આ વિસ્તારમાં ગામ હોય છે, પણ તે ગામની સામાન્ય વ્યાખ્યા બીજા કરતા અલગ હોય છે. આમ તો તે ગામની વ્યાખ્યામાં આવતા નથી. ત્યાંના રહેવાસીઓ પોતાની જમીન પર કે અનુકુળ સ્થળ(ટેકરી) પર એકલ દોકલ ઘર બનાવે છે. ત્યાં ગામના નામ હોય છે પણ ગામ હોતા નથી. આવી જગ્યા પર વહીવટી સરળતા ખાતર અમુક વિસ્તારનું એકમ બનાવી તેને ગામનું નામ અપાય છે.

ગામના નામના પ્રકારો :

મુવાડી, મુવાડા, હિંમતનગર, કપડવંજ, દહેગામ, ખેડા અને ગાધીનગરની આજુબાજુના મેદાની કે ટેકરાળ વિસ્તારમાં ગામના નામ પાછળ “મુવાડા” કે “મુવાડી” શબ્દ આવતો હોય છે. જેવા કે દેવકરણના મુવાડા, અમરાભાઈના મુવાડા વગેરે. અહીયા એકલદોકલ ઘર ખેતર કે કુવા બનાવવાની પ્રથા પણ છે. મુવાડા એટલે ખેતર પર શરૂઆતમાં એક કે બે ઘર બાંધી રહેવાની શરૂઆત થાય ત્યારે તે કુટુંબના વડાના નામે મુવાડુ ઓળખાતું હતું.

જેમ કે જીવાજીના પરિવારે શરૂઆતી વસવાટ કર્યો અને પછીથી ઘીમે ઘીમે વસાહતી વધે ત્યારે, તે ગામ માટે તે વડાના નામની પાછળ મુવાડા કે મુવાડી શબ્દ વપરાય છે.

વદર :

ખાસ કરીને સૌરાષ્ટ્રમાં “વદર” થી પૂર્ણ થતા ગામો જોવા મળે છે. સંસ્કૃતમાં નાના ગામને ‘પદ્ર’ કહે છે. તેમાંથી અપભ્રંશીત “પાદર” થયુ હશે અને પાદર માંથી કાઠિયાવાડી બોલીના અપભ્રંશે ‘વદર’ થયુ હશે. તેવુ મારૂ માનવું છે.

દા.ત. ભાયાવદર, સિધાવદર.

વાઢ :

કચ્છના પરંપરાગત રહેઠાણોને વાઢ કહેવાય છે. તે માટીના લીપણથી બનેલી ભીતોવાળા ઘરો ધરાવે છે. દિવાલો પર કચ્છી શ્રેણીનુ ચિત્રકામ ખૂબ જ સુદર લાગે છે. કચ્છ જિલ્લામાં આશરે વીસ કરતાય વધારે વાઢ નામી ગામો છે.

નેસ :

માલધારીઓ નાના નાના સમુહમાં પોતાના પશુઓને ચરિયાણને પાણી મળી રહે તે ધ્યાને રાખી કરેલા રહેઠાણને નેસ કહે છે. પોરબંદર જિલ્લામાં ૩૫ થી ય વધારે ‘નેસ’ નામી ગામો છે.

મઠ :

સાધુ સમાજના લોકોના રહેણાકને મઠ કહેવાય છે. જ્યા સાધુ સમાજના લોકો સમુહ વસવાટ કરતા હોય તે ગામોના નામો “મઠ” નામી હોય છે. આ ગામોમાં સાધુ સમાજના લોકોનો મૂળ વસવાટ થયેલ હોય છે. દા.ત. જાલીયાના મઠ, ઘોઘાનો મઠ વગેરે. આવા મઠ નામી ગામો ગુજરાતમાં ૧૩ જેટલા છે.

હવે એક નજર કરી લઈએ ગામના નામો કેવા પ્રકારના છે?

ભગવાનના નામ પર :

આપણે ત્યાં રામગઢ – ૪, રામનગર – ૮, રામપર – ૧૬, રામપરા – ૨૦, રામપુર – ૧૮, રામપુરી – ૫, લક્ષ્મણપુરા – ૬, સીતાપુર – ૧૦, હનુમાનગઢ – ૨, હનુમાનધાર – ૧, હનુમાનપુરા – ૨, ઈશ્વરીયા – ૧૬, લક્ષ્મીપુરા – ૧૪, અંબાજી પર – ૫૩ (જુદીજુદી રીતે), હરિપર – ૨૨, હરિપરા – ૨૨, મહાદેવપુરા – ૧૪, માધવ પર – ૧૪, કૃષ્ણ પરથી – ૬, ગણેશપુરા – ૧૬, ગણપતપુરા – ૪, ખોડિયાર – ૯, નાગદેવ પર – ૨૮ એમ ઢગલા બંધ ગામો છે.

સ્થળ પર :

તળાવ પરથી ગુજરાતમાં ૩૫ જેટલા ગામ છે.

જ્ઞાતિ પર : ઐયર(કચ્છ), કુભારિયા – ૨૧, કોઠારી – ૨, માડીત – ૨, કોઠારી – ૨, ઢેબર – ૩, છાયા – ૧, સુથાર – ૬, વાઘેલા – ૨, રાવલ – ૧, વોરા – ૫(અલગ અલગ રીતે), સોની – ૪, સઈ, મેરઈ પર – ૨, ઓડ – ૪, કાપડી – ૨, કાપડીયા – ૨, નીનામા – ૨, ભાટ – ૩, ખાન પર – ૧૪, શાહ પર – ૧૪, વાણિયા – ૮
ચારણ – ૧૮, મલેક – ૧૦.

માણસને સુખને કલ્યાણ વધારે ગમે એટલે સુખપર – ૭, સુખસર, કલ્યાણપુરા – ૨૨.

પશુ પરથી ગામના નામો :

ઘોડી – ૪, ઘોડા – ૯, પાડા – ૬, પાડી – ૪, ભેંસ પર – ૧૪, ઘોડાઘોડીને લગતા – ૨૨, ઘેટી – ૧, હાથી પર – ૨૧, બળદ પર – ૨, બકરી પર – ૩, ગાય પર – ૫, ઉટ પર – ૨૨.

આ ઉપરાંત પક્ષી પરથી ટીટોડી ,બાજ અને સમડી પરથી ૧-૧-૧, મોર પર – ૬૦, ચકલી પર – ૩, કુકડા પર – ૨, પારેવા પર – ૨, કાગડા પર – ૧૦, શિયાળને ભૂડણી પર ૧-૧ નામો છે.

નવા ગામના નામ નવા પરથી – ૭૦ જેટલા છે. આમ આપણે ત્યાં ગામો અનેક વિધ નામો ધરાવે છે.

આ ઉપરાત જીવજંતુ જેવાકે એરૂ, વીંછી, વીંછણ, કંસારી, કીડી પર – ૮, માકડી પર – ૨, માકણ ૫૨ – ૧, સાપ પર – ૧૦.

અલંકાર પરથી નામ જેવા કે ચુડી, કુડલ, ચુડા, શેલુ, અકોરી, ચુદડી, બાઘણી, સોનાવીટી વગેરે પણ છે.

ખાસ ખાસ નામો :

અઘાર, લીન્ડા, લીન્ડી, ગાડી, જહાજ, રાસ, લંગડી, વાંસળી, વીણા, કજોડીયા, લાડવા,

દેલાડવા, ગંજી, ગાંઠીયા, ડબ્બા, હાલ્લી, હાન્ડી, ગાય વાછરડા, પાડાપણ, ભૂખી, ભૂલ,

આથમણી, લેટર, પેપર, ચોપડી, મનફરા, ઉન, હિજડામહૂડી, અરેઠી,કેવડી, સગાઈ, શીશા,

પોપટપુરા, વાદરી, જોઈતા, ગાગર, ઢોચકી, ધ્રંગ, ધ્રબ, ધ્રાગ, નાડાતોડ, બાયડી, પડેલા, પત્રી,

હૂકા, હવેલી, હુન્જ, હોડકા, માસા પર – ૨, ખાડી, ભૈરવ, ચુડેલ, જમડા, કડાઈ, સાકળ, ટોકરી,

છાપરી, સાળી, ઢાઢા, ઢાઢાવાળા, ભવાડા, બાબલા, કૂણી, બેપાડા, મસાણપાડા, અક્કલઉતાર, ચોરી,

ભગાડીયા, મોકલ, આખા, પા, વાદરવડ, હજામચોરા, બોબડીયા, નાના કપાયા, મોટા કપાયા,

વાગેલા, ઉકરડા, ઉકરડી, બાપડા સભા, દિવેલ વિગેરે.

ખાવાપીવાની ચીજો પરથી :

ગુવાર, રીગડી, ભીન્ડી, વાલોળ, શિખંડપુરા, ભાત, ભાતખાઇ, ભાખરી, ખીચા, લાડવા પર તો ૧૪ ગામના નામ છે.

વ્યક્તિ વિશેષ પર ગામનામ :

સયાજીપુરા – ૨, પ્રતાપનગર – ૯, પ્રતાપગઢ – ૯, પ્રતાપપુરા – ૭, સરદાર ગઢ-૧, સરદારપુરને સરદારપુરા – ૧૩, વલ્લભવિદ્યાનગર – ૧, વલ્લભપર – ૧, વલ્લભવાડ – ૧, વલ્લભીપુર – ૧, ગાંધીનગર – ૨, ગાંધીધામ, ગાંધીપુર, ગાધુ, જવાહરનગર, જવાહર ચોક, ખેગારપર – ૯, ગંભીરપર – ૧૦, હમીર પર – ૧૬.

વૃક્ષો પર ગામ નામ :

વડ પરથી ૧૮૦, ખજુર, ખજુરી પરથી – ૧૭, મહુડી પરથી – ૨૫, લીમડી – ૧૦, ખાખરા – ૧૯, ખીજડા – ૨૨, ગુદા – ૨૧, આબો – ૫૮, આબલી – ૨૫, કોઠા – ૧૦, બાવળ – ૬, પીપળી પરથી – ૯૦, જાબુ પરથી – ૨૭, સાગ પરથી – ૧૧.

નંગ પરથી ગામના નામ :

માણેક પરથી – ૧૮, હીરા પરથી – ૨૦.

ગ્રહ પરથી :

ચંન્દ્ર પરથી ૧૬ ને સુરજ પરથી – ૧૦, સોમ પરથી – ૧૨, મંગળ પરથી – ૧૨, બુધ પરથી – ૧૩, ગુરૂ પરથી – ૧, શનિ પરથી – ૧, રવિ પરથી – ૬

સ્વાદ પરથી ગામના નામ :

મીઠા પરથી – ૩૨, ખારા પરથી – ૩૬, ખાટા પરથી – ૧૪.

ફુલ પરથી ગામના નામ :

ગુલાબ પરથી – ૧૦, કમળ પરથી – ૧૩

ધાતુ પરથી ગામના નામ :

કાસા પરથી – ૯, સોના પરથી – ૫૦, ચાંદી પરથી – ૪

પોસ્ટ બાય : પોપટભાઈ પટેલ, ઘેલડા.