આ 3 કપલને જોયા પછી તમે પણ કહેશો કે, પ્રેમ ખરેખર આંધળો હોય છે, આ છે બોલીવુડની 3 અટપટી જોડીઓ.

0
1500

મિત્રો તમે ઘણી વાર એવું સાંભળ્યું હશે કે, પ્રેમ આંધળો હોય છે. લોકો પ્રેમમાં ધર્મ, જાતી કે ઉંમર કાંઈ જ નથી જોતા. અને આજે અમે જે સમાચાર વિષે તમને જણાવવા જઈ રહ્યા છીએ, તેના વિષે જાણીને તમને પણ તે વાત ઉપર વિશ્વાસ આવી જશે.

કારણ કે આજે અમે તમને બોલીવુડની એવી જોડીઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે જોઇને તમે પણ દંગ રહી જશો. હવે અમે આવું કેમ કહી રહ્યા છીએ, એ તમને પોતાને આ જોડીઓ જોયા પછી ખબર પડી જશે. તો આવો તમને બોલીવુડની આ અટપટી જોડીઓ વિષે વિસ્તારથી જણાવીએ.

૧. તમે બોલીવુડની સૌથી પ્રસિદ્ધ ડાયરેક્ટર અને કોરિયોગ્રાફર ફરાહ ખાનને ઓળખતા જ હશો.ફરાહ ખાન પોતાના પતિ કરતા ઉંમરમાં ઘણી મોટી છે. અને ફરાહ ખાનના પતિ તેની સામે કાંઈ જ નથી લાગતા. કદાચ તે કારણ છે કે તે ફરાહ ખાનથી થોડા દબાઈને પણ રહે છે. તેના પતિનું નામ શિરીષ કુન્દ્રા છે. અને તેને જોઇને એવું જરાપણ નથી કહી શકાતું કે આ બન્ને પતી પત્ની છે. અને શિરીષ ફરાહ ખાન જેટલા ફેમસ પણ નથી.

૨. બીજી જોડી છે બોલીવુડની સુંદર અભિનેત્રી કીમ શર્મા અને એના પતિની. કીમ શર્માએ ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યુ છે. અને તે ફિલ્મો સારી સુપર હીટ પણ રહી છે. છતાં પણ બોલીવુડમાં કીમની કેરિયર કંઈક સારું નથી રહ્યું. અને એમણે બોલીવુડને છોડવું પડ્યું.

ફિલ્મોમાં નિષ્ફળ થયા પછી તેમણે અલી પંજાની સાથે લગ્ન કરી લીધા હતા. આમ તો આ બન્નેને જોતા એવું જરાપણ નથી લાગતું કે આ બન્ને એક બીજા માટે બન્યા છે, કેમ કે તેમના પતિ ઉંમરમાં તેનાથી ઘણા મોટા લાગે છે. અને તે બંને હવે અલગ થઈ ગયા છે. કીમ હવે પોતાનાથી નાના બોયફ્રેન્ડ સાથે સમય પસાર કરી રહી છે.

૩. આ યાદીમાં ત્રીજી જોડી છે ઇમરાન ખાન અને એમની પત્નીની. સંબંધમાં તો ઇમરાન ખાન આમીર ખાનના ભાણેજ છે, અને બોલીવુડ કલાકાર છે. આમ તો ઈમરાન ખાને બોલીવુડમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે, પણ તેમની ફિલ્મો બોલીવુડમાં કાંઈ ખાસ કમાલ ન દેખાડી શકી. અને જો તેમના અંગત જીવનની વાત કરવામાં આવે ,તો તેમણે ૨૦૧૧ માં અવંતિકા સાથે લગ્ન કરી લીધા હતા. આમ તો ઇમરાન ખાન દેખાવમાં ઘણો હેંડસમ લાગે છે, અને તેની પત્ની તેની સામે ઝાંખી જ લાગે છે. તમે તેની પત્નીના ફોટા અહિયાં જોઈ શકો છો.

એવું કહેવાય છે કે જોડીઓ ઉપર વાળો બનાવીને મોકલે છે. પરંતુ આ બધા બોલીવુડ કલાકારોની જોડીઓને જોઇને એવું લાગે છે કે, તેમની જોડીઓ ઘણી ઉતાવળમાં બનાવેલી છે. તમે આ જોડીઓના પસંદ કરેલા ફોટા અહી જોઈ શકો છો. ખરેખર તે જોયા પછી તમે પણ એવું કહેશો કે વાહ પ્રેમે પણ શું જોડી બનાવી છે.

અમે તો એવી આશા રાખીએ છીએ કે આ દુનિયામાં ક્યારેય કોઈ પ્રેમ કરવા વાળા જુદા ન થાય.