દરેક છોકરા અને છોકરીની ઉંમરમાં હોવું જોઈએ આટલું અંતર, જાણી લો નહી તો પડશે ખરાબ પ્રભાવ

0
3007

વિશ્વનીમાં દરેક જગ્યાએ ઝડપી થઇ રહેલી પ્રગતિએ માનવ જાતિને ખાસ પ્રભાવિત કર્યો છે. અને સમયની સાથે સાથે માણસે પણ ઘણી પ્રગતિ કરી છે. એટલું જ નહિ પણ સમયની સાથે માણસના વિચારો પણ ઘણા બદલી નાખ્યા છે. આજના સમયમાં એવી ઘણી બધી વસ્તુઓ મનુષ્ય માટે સામાન્ય થઇ ચૂકી છે, જે પહેલા ખોટી ગણાતી હતી. એવામાં કેટલીક વસ્તુઓનું સમાજમાં હોવું આજે પણ મહાપાપ માનવામાં આવે છે. આજના લેખમાં અમે તમને પુરુષ અને સ્ત્રીના એકબીજાના સંબંધો વિષે થોડી વાતો જણાવીશું જે દરેક વ્યક્તિએ જણાવી જરૂરી છે.

જો આપણે આજની યુવા પેઢીની વાત કરીએ તો આ પેઢી ઘણા ખુલ્લા વિચારો વાળી છે. અને આ સમયના યુવનોને સૌથી વધારે કોઈ વસ્તુ પ્રભાવિત કરતી હોય તો એ છે ફિલ્મો. એ તો તમે જાણો છો કે પહેલાના સમયમાં બાળકોના લગ્નનો નિર્ણય ઘરવાળા દ્વારા જ કરવામાં આવતો હતો. પરંતુ હમણાં બાળકો યુવાન થતાં જ પોતાના માટે કોઈને કોઈ સાથી શોધી લે છે. એવામાં દેશના યુવાઓ હવે ઘર્મ, જાત-પાત વગેરે જેવી વાતો પર વિશ્વાસ રાખતા નથી. તે લોકો એવા જીદ્દી થઈ જાય છે કે ઘણી વાર ઘરવાળાઓની મરજી વિરુદ્ધ જઈને લગ્ન કરી લે છે.

લગ્ન પર થયેલા એક રિસર્ચ અનુસાર એવું જાણવા મળ્યું છે, કે પતિ અને પત્નીનો સબંધ સૌથી અતૂટ અને મહત્વપૂર્ણ સબંધ હોય છે. એવામાં તેમનો સબંધ હંમેશ માટે ત્યારે જ ટકી શકે છે, જયારે તે એક બીજાને સારી રીતે સમજે અને બંનેમાં એકબીજા પ્રત્યે સમજદારી હોય. અને આ સમજદારી ત્યારે જ હોય જયારે બંનેની ઉંમરમાં ખાસ અંતર નહિ હોય. એની પાછળનું કારણ એ છે કે માણસની ઉંમરનો તેમના વ્યક્તિત્વ સાથે સીધો સબંધ હોય છે.

એવામાં જો તમારો સાથી તમારી ઉંમરથી નાનો હોય તો તે તમને પોતાના કરતા ઓછો સમજદાર લાગશે. એનાથી વિપરીત પરિસ્થિતિ એ છે, કે જો તમારો સાથી તમારા કરતા મોટો છે તો તે તમને હમેશા નીચું દેખાડવાનો પ્રયત્ન કરી શકે છે, કારણ કે સમજદારી ઉંમર જતા જ આવે છે.

એટલા માટે જો તમે સરખી ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન કરો છો, તો તમારા વચ્ચે અંડરસ્ટેન્ડિંગ સારું બની રહેશે અને તમે એકબીજાને સરળતાથી સમજી શકો છો. જણાવી દઈએ કે લગ્નનો સંબંધ જવાબદારીઓથી ભરેલો સંબંધ હોય છે. લગ્ન પછી તમારી અને તમારા સાથીની એક બીજા પ્રત્યે હજારો અપેક્ષાઓ હોય છે. અને તે અપેક્ષાને તમે ત્યારે સમજી શકો છો, જયારે તમારો પાર્ટનર તમારી ઉંમરનો હોય. અને ત્યારે જ આ સંબંધ ટકે છે.

સબંધ તૂટવાનું એક કારણ ઈચ્છાઓ પુરી ન કરી શકવી પણ હોય છે.

એક બીજાને સારી રીતે સમજવા માટે જરૂરી છે, કે તમે સામે વાળની ભાવનાને જાણો અને સમજો. પણ ઘણી વાર ઉંમરમાં ઘણું વધારે અંતર હોવાના કારણે લોકોના સંબંધમાં તણાવ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આજે અમે તમને જણાવીશું કે તમારા લગ્ન માટે સાચી ઉમરનું અંતર શું હોવું જોઈએ?

તજણાવી દઈએ કે તમારા અને તમારા પાર્ટનર વચ્ચે ઉંમરમાં ઓછામાં ઓછું 1 થી 2 વર્ષનું જ અંતર રહેવું જોઈએ. એની પચાલનું કારણ એ છે કે, ઉંમરની સાથે સાથે માણસના વિચાર અને પસંદ પણ બદલાઈ જાય છે. એવામાં જો તમે એક જ ઉંમરમાં હોય તો બંનેની પસંદ અને નાપસંદ એક જેવી રહે છે.

યુવાનીની 20 થી 22 વર્ષની ઉંમર મસ્તીની ઉંમર ગણવામાં આવે છે. એવામાં તમને તમારી ઉંમરથી મોટો સાથી મળે છે તો તે તમારી પસંદ અને સપનાને નાદાનીનું નામ આપશે. એવી સ્થિતિમાં તમારી વચ્ચે નાની મોટી વાતોને લઈને ઝગડો થવા લાગે છે. બાકી સમજુ લોકોની જોડીઓ ગમે તેટલા ઉંમરની હોય કાઈ વાંધો આવતો નથી.