માત્ર 50 રૂ. માં કપડાં ખરીદો અને 500 રૂ. માં વેચો, અહીં કપડાં મળે છે રદ્દીના ભાવમાં, પત્રી વાળા અહિયાંથી જ ખરીદે છે

0
3313

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં એકવાર ફરી સ્વાગત છે, આજે અમે તમારા માટે કપડાના બિઝનેસ વિષેની થોડી માહિતી લાવ્યા છીએ. જો તમે કપડાનો બિઝનેસ શરુ કરવાં માંગો છો, તો તમારા માટે આ લેખ ઉપયોગી થઈ શકે છે.

આપણા દેશમાં એક એવું માર્કેટ છે જ્યાંથી તમે રદ્દીના ભાવમાં કપડાં ખરીદી શકો છો. અને એ છે દિલ્હીનું આઝાદ માર્કેટ. આ માર્કેટ સુધી પહોંચવા માટે નજીકમાં મેટ્રો સ્ટેશન પણ મળશે. અને તીસ હઝારીથી 5 થી 7 મિનિટમાં ચાલતા ચાલતા પણ આ માર્કેટમાં આવી શકાય છે. જણાવી દઈએ કે, આ એક એવું માર્કેટ છે જ્યાં ખુબ ઓછી કિંમતમાં દરેક પ્રકારના કપડાં મળી જાય છે. આ માર્કેટમાં મળતા કપડાંની કિંમત જાણીને તમે ચકિત થઈ જશો.

આ માર્કેટમાં કપડાની ઘણી બધી દુકાનો છે. અને તમને એક વાત જાણવી દઈએ કે, દિલ્હીમાં જે પણ કપડાં વેચવામાં આવે છે બધા અહિયાંથી જ લઈને જાય છે. આ જુના કપડાનો ખુબ મોટો માર્કેટ છે. અહીંયા તમને કિલોના હિંસાબે કપડાં મળે છે, નહિ તો બંડલના હિસાબે. અને એક બંડલમાં લગભગ 20, 25, 50 એવી સંખ્યામાં કપડાં હોય છે.

અહિયાં દરેક દુકાનમાં અલગ અલગ ભાવ હોય છે. તેમજ અહીંયા જેટલા પણ કપડાં હોય છે, તેમાંથી કેટલાક ઉપયોગ કરેલા હોય છે, તો કેટલાક ઉપયોગ કર્યા વગરના હોય છે. એટલે તમને અહીંયા નવા કપડાં પણ મળી જશે અને જુના પણ. અને બીજું એ કે અહિયાંથી જે કપડાં તમે લો છો, જો તમે એને ફક્ત ઈસ્ત્રી કરીને પણ વેચો છો, તો 4 થી 5 ગણો નફો સરળતાથી મેળવી શકો છો. આ માર્કેટમાં જે જેકેટ 50 રૂપિયામાં મળે છે, તે જ બહાર રસ્તા પર વેચવા વાળા લોકો 300 થી 500 વેચે છે.

જો તમે અહિયાંથી માલ ખરીદીને નાની દુકાન ખોલીને વેચશો, તો પણ તમે ખુબ સારો નફો મેળવી શકશો. સાથે સાથે જણાવી દઈએ કે તમે જે લોટમાં માલ લો છો તેમાં બધા કપડા પરફેક્ટ હોતા નથી. તો તમે એને અલગ અલગ રાખીને તેની કંડિશનના આધારે વેચાણ કરી શકો છો.

જે કપડાં ખુબ સારા હોય તેની કિંમત વધારે રાખો, અને જે થોડા સારા હોય છે તેની કિંમત મીડીયમ રાખો અને જે ખરાબ કપડાં આવે છે, તેને તમે ઓછી કિંમતમાં વેચી શકો છો. આ અમે તમને એટલા માટે જણાવીએ છીએ, કારણ કે જુના હોવાના કારણે આ બધા સારા રહેતા નથી. તમને દુકાનના માલિક પણ આ વાત જણાવી દે છે.

અને તમે આ બિઝનેસને જાતે પણ કરી શકો છો, નહિ તો તમે કોઈ છોકરાઓને કામ પર લગાડીને સાઈડ બિઝનેસ તરીકે પણ આ બિઝનેસ કરી શકો છો. પણ એ વાત તમારા પર આધાર રાખે છે કે, તમે પગાર આપીને કામ કરાવવા માંગો છો, કે કપડાં પર કમિશનના આધાર પર. કારણ કે જે વસ્તુ બહાર 300 થી 400 વચ્ચે મળે છે તે તમને લગભગ 50 રૂપિયામાં પડી જાય છે. અને તમે સારા એવા માર્જીન સાથે વેચી શકો છો.

જાણકારી માટે જણાવી દઈએ કે, જયારે તમે કોઈ પણ બંડલની ખરીદી કરો છો, તો તમે ધ્યાન રાખો કે વચ્ચેના કપડાં બરાબર ચેક કરીને લેવાના છે, કારણ કે તે લોકોએ ઉપર અને નીચેના કપડાં એકદમ સારા મુકેલા હોય છે. તમને ત્યાં કોઈ ખોલવા દેશે નહિ એટલા માટે જયારે તમે ખરીદી કરો છો તો ધ્યાન રાખીને કરવાનું છે.

જયારે તમે વધારે માલ લેવ છો તો એક બંડલ ખરીદી કરીને ચેક કરી લેવું તમારા માટે સારું રહેશે. જો તેના બધા કપડાં સારા હોય તો ત્યાંથી વધારે માલ ખીરીદી શકો છો નહીતો ત્યાંથી માલ ખરીદો નહિ.