છેવટે કાજોલે 19 વર્ષ પછી જણાવી દીધુ કે શું કામ તેણે અજય દેવગણ સાથે કર્યા હતા લગ્ન

0
7416

બોલીવુડની દુનિયા ઘણી અજીબો ગરીબ છે. અહીં કયારે શું થઇ જાય એ કહી નથી શકાતું. બોલીવુડની દીવાનગી લોકો પર એટલી હદ સુધી છવાઈ ગઈ છે કે લોકો દરેક કામ પોતાના મનપસંદ અભિનેતા કે અભિનેત્રીની જેમ જ કરવા માંગે છે. હું સુધી કે લોકો એમના જેવું જ જીવન પણ જીવે છે. બોલીવુડમાં આમ તો ઘણી બધી અભિનેત્રીઓ અને અભિનેતાઓ છે. પણ અમુક એવા પણ છે, જેમનો જલવો શરુઆથી લઈને આજ સુધી કાયમ રહ્યો છે. જયારે તે મોટી સ્ક્રીન પર આવે છે, તો એમને જોતા જ એમને પસંદ કરવા વાળા વચ્ચે એક અલગ જ ઉત્સાહ છવાઈ જાય છે.

એમને જો તા જ દર્શકોનો ઉત્સાહ બને છે :

એવા જ એક અભિનેતા છે અજય દેવગન. અજય દેવગનના સ્ક્રીન પર આવતા જ સિનેમા હોલમાં દર્શકોનો ઉત્સાહ વધી જાય છે. આ વાત આખી દુનિયા જાણે છે કે અજય દેવગને ફિલ્મ અભિનેત્રી કાજોલ સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્ન કયારે અને કઈ રીતે થયા એ વિષે જાણવું ઘણું રોચક છે. બંનેએ 24 ફેબ્રુઆરી 1999 ના રોજ મહારાષ્ટ્રિયન પરંપરામાં લગ્ન કર્યા હતા. બંનેની જોડી બોલીવુડમાં એક ઉદાહરણ છે. અને બંને જણા વિવાદોથી અંતર બનાવીને રાખે છે.

લાંબા સમયથી બંનેની જોડી બનેલી છે :

આ બંનેને બે સુંદર સંતાન પણ છે, ન્યાસા અને યુગ. કાજોલ ઘણી ચંચળ છે અને એમનાથી વિપરીત અજય દેવગન ઘણા શાંત સ્વભાવના છે. બંને દરેક રીતે એકબીજાથી અલગ હોવા છતાં પણ બોલીવુડની સૌથી સફળ જોડી ગણવામાં આવે છે. જયારે એવું ઘણું ઓછું જોવા મળે છે કે વિપરીત વ્યવહાર હોવા છતાં પણ આટલા લાંબા સમય સુધી કોઈની જોડી બની રહે. અને ખાસ કરીને બોલીવુડમાં. બંને જણાએ પોતાના સંબંધને ઘણો સુંદરતાથી બનાવી રાખ્યો છે. બોલીવુડમાં ઘણી બધી જોડીઓ છે જે ઘણી પહેલા બની અને ટૂટી પણ ગઈ છે. પણ આ જોડી સાથે એવું થયું નથી.

જાણો કાજોલ અને અજયના લગ્નની થોડી રોચક વાતો :

કાજોલે પોતાના ફિલ્મી કરિયરની ટોચ પર પહોંચ્યા પછી અજય દેવગન સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો.

કાજોલે અજય દેવગનને કોઈ પણ પ્રકારના ભ્રમથી દૂર રાખી કહ્યું હતું કે તે વર્ષમાં એક ફિલ્મ કરશે.

કાજોલે એ પણ જણાવ્યું કે તે પોતાના લગ્ન પહેલા ઘણા લાંબા સમય સુધી પોતાના કરિયરને ઉત્તમ બનાવવા માટે મહેનત કરી ચુકી છે. માટે એમણે પોતાના વ્યવસાય પ્રમાણે પોતાને બદલવાનો નિર્ણય કર્યો.

લગ્ન પહેલા કાજોલ ઘણી ફિલ્મો કરતી હતી, પણ લગ્ન પછી એમણે એમાં ઘણો ઘટાડો કરી દીધો છે. તે લગ્ન પછી જીવનમાં સ્થાયી થવા માંગતી હતી. કાજોલે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધો.

અજય દેવગન કાજોલ સાથે સંબંધ બનાવવા સહમત થયા અને બંને એ લગ્ન કરી લીધા. લગ્ન પછી મીડિયાએ દાવો કર્યો કે બંને પાછળ ચાલશે નહિ.

કાજોલે પોતાના અને અજય દેવગનના સંબંધ વિષે કહ્યું કે, “મારું માનવું છે કે અમારા એટલા માટે આટલા સમયથી ટકી રહ્યા છે, કારણ કે હું ઘણી બધી વાતો કરું છું અને તે હંમેશા પોતાની ધૂનમાં રહે છે. ”

આજે 18 વર્ષ પછી પણ આ બોલીવુડ કપલ ખુશી ખુશી જીવન જીવી રહ્યા છે. સાથે જ બંનેનો પોતાના બાળકો ન્યાસા અને યુગ સાથે ઘણો લગાવ છે.