આ છોકરી ક્યારેક અંબાણીના લગ્નમાં ખાવાનું પીરસવાનું કામ કરતી હતી, આજે છે બોલીવુડની સૌથી બોલ્ડ એક્ટ્રેસ

0
2884

મિત્રો એ વાત સત્ય છે કે, દરેક વ્યક્તિનો સમય હંમેશા એક જેવો નથી રહેતો. સમય ક્યારેક સારો હોય છે, તો ક્યારેક ખરાબ હોય છે. અને દરેક વ્યક્તિએ એનો અનુભવ પણ કર્યો હોય છે. આપણા બધા માંથી મોટાભાગે દરેક લોકોએ ક્યારેક ને ક્યારેક સાર અને ખરાબ બન્ને પ્રકારના સમય જોયા હશે.

અને એવી જ રીતે થોડો ખરાબ સમય રાખી સાવંતે પણ પોતાના જીવનમાં જોયો છે. વર્તમાન સમયમાં રાખી ભલે એક સેલીબ્રીટી અને ડ્રામા ક્વીનના રૂપમાં ઘર ઘરમાં ઓળખાતી હોય, પણ રાખી પહેલાથી એવી ન હતી. રાખી સાવંતના જણાવ્યા અનુસાર તેમણે ગરીબીના દિવસો પણ જોયા છે.

હાલમાં તો રાખી કોઈ ફિલ્મમાં જોવા નથી મળતી. પણ તે બોલીવુડની આઈટમ ગર્લ અને રીયાલીટી શો ની ડ્રામા ક્વીન છે. આમ તો રાખી સાવંત અવાર-નવાર પોતાના દ્વારા અપાયેલા સારા અને ખરાબ નિવેદનોના કારણે પણ ચર્ચામાં રહે છે. હમણાં થોડા જ દિવસો પહેલા રાખી પોતાના એક વિવાદિત વિડયોને લઈને ઘણી ચર્ચામાં હતી. તેમનો આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

જો રાખીના વર્તમાન સમયની વાત કરીએ તો, હંમેશા ચર્ચા અને હેડલાઈનમાં બની રહેવા વાળી રાખી સાવંત પાસે આજે પોતાનું એક મોટું ઘર છે, ગાડી છે અને બધી લગ્ઝરી આઈટમ અને સુવિધાઓ છે. પણ એક સમય એવો હતો જયારે એની પાસે માત્ર સામાન્ય જરૂરિયાત પૂરી થાય એટલા જ પૈસા હતા.

હાલમાં તેમના બાળપણ સંબંધિત એક એવી વાત સામે આવી છે, કે જેણે પણ એ વાત સાંભળી તે ચકિત થઇ ગયા. અને આજ કાલ તેમના આ સમાચાર સોશિયલ મીડિયા પર એટલા ઝડપી વાયરલ થઇ રહ્યા છે કે, તમે જાણીને ચકિત થઇ જશો.

વાત એ સમયની જયારે આજની આ ડ્રામા ક્વીન રાખી સાવંત 10 વર્ષની હતી, અને તે ફક્ત રાખી સાવંત હતી. એ સમયે ગરીબીને કારણે તેમણે દેશના સૌથી પૈસાદાર પરિવારના ઘરમાં વેટરનું કામ કરવું પડ્યું હતું. આ પરિવાર ધીરુભાઈ અંબાણીનો હતો. ધીરુભાઈ અંબાણીના સૌથી નાના છોકરા અનીલ અને ટીના અંબાણીના લગ્નમાં રાખીને બધા મહેમાનોને ખાવાનું પીરસવાનું કામ મળ્યું હતું.

જો એમના કરિયરની વાત કરીએ, તો રાખીએ પોતાના ટેલીવિઝન કરિયરની શરુઆત સુપર ગર્લથી કરી હતી. ત્યારબાદ તેમણે પોતાનો શો રાખી કા સ્વયંવર લોંચ કર્યો. આ શોના માધ્યમથી તેમણે કેનેડીયન ઈલેશ પરુજનવાળાની પસંદગી પોતાના પતી તરીકે કરી હતી. જેવું કે બધા જાણે છે કે રાખી પોતાની વાત પર કેટલી ટકે છે, તેવું જ કઈક ઈલેશ સાથે થયું.

ડ્રામા કવિને ઈલેશને પસંદ તો કર્યો, પણ માત્ર થોડા મહિનાઓ માટે. થોડા મહિના પછી જ રાખીએ ઈલેશને ટાટા-ટાટા કહી દીધું. રાખી સાવંત તેના સિવાય ઘણા બધા શો માં પોતાની નૃત્ય પ્રસ્તુતિ આપી ચુકી છે. રાખી સાવંત ટીવીના સૌથી ચર્ચિત અને વિવાદિત શો બિગબોસનો ભાગ પણ રહી ચુકી છે. તે શો ની પહેલી સીઝનમાં નજર આવી હતી, ફાઈનલ પછી તેમણે ઘરને અલવિદા કહેવું પડ્યું. હવે દીપક કલાલ સાથે જોવા મળી રહી છે. અને તેના વિચિત્ર નિવેદન આપવાનું કામ તો હજી શરુ જ છે.