ગુજરાતના ખેડૂતે ચીલાચાલુ ખેતી છોડીને 1000 અમેરિકન કેસરનાં છોડ વાવી મેળવ્યો પુષ્કળ નફો

0
2749

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમને કેસરની ખેતી વિષે જાણકારી આપવાના છીએ. તો આવો શરુ કરીએ એના વિષે.

ગુજરાતના ભાવનગર જીલ્લામાં ધોધા તાલુકામાં એક ગામ છે જેનું નામ છે ખાટડી. અહીંની જમીન થોડી વધારે પથ્થરાળ છે. પણ ખાટડીનાં એક ખેડૂતે એવી જમીનમાં ચીલાચાલુ ખેતી છોડીને 1 વિધા જમીનમાં 1 હજાર કેસરનાં છોડ વાવી એની ખેતી કરી છે. એમનું નામ છે વિનુભાઇ ધનજીભાઇ મેમકીયા. વિનુભાઈએ આ કામ કરીને કૃષિ ક્ષેત્રે એક અનોખી પહેલ કરી છે. તેમણે આના દ્વારા અન્ય લોકોને પણ એના માટે પ્રેરણાં આપી છે.

હાલમાં વિનુભાઈ કેસરની ખેતીથી ઓછા સમયમાં વધારે નફો મેળવી રહ્યા છે. જેવું અમે જણાવ્યું કે અહિની જમીન પથ્થરાળ અને રેતાળ છે. એટલે મોટાભાગે અહીના ખેડુતો કાલા અને કપાસ જેવી સામાન્ય વસ્તુઓની ખેતી જ વધારે પ્રમાણમાં કરે છે.

પણ ખાટડીનાં વિનુભાઈએ પોતાની 1 વિધા જમીનમાં પોતાની આગવી સુઝ બુઝથી એક હજાર જેટલા કેશરના છોડનું વાવેતર કર્યુ છે. તેમજ વિનુભાઈ બીજા લોકોને પણ ચીલાચાલુ ખેતી છોડી કાંઇક નવુ કરવા પ્રેરણા આપી રહ્યા છે.

આવો તમને કેસરની ખેતી વિષે થોડી જરૂર જાણકારી આપીએ.

મિત્રો કેસરનું વાવેતર ઠંડી આબોહવામાં થાય છે. તેમજ તે પાક આપવા માટે છ મહિના જેટલો સમય લે છે. અને તેમાં બીજા પાકની સરખામણીમાં જોખમ પણ વધારે હોય છે.

જણાવી દઈએ કે તેના ૧૦૦ ગ્રામ બિયારણથી ૧ વિધા જમીનમાં વાવેતર થાય છે.

તેની ખેતી માટે તમારે તેના બે રોપાની વચ્ચે ૧ ફુટ જેટલુ અંતર રાખવું પડશે.

વાવેતરની ઊંડાઈ ૭.૫-૧૦ થી ૧૧-રર સે. મી. સુધીની હોય છે.

એ વાત તો તમે સારી રીતે જાણો છો કે, કેસર કેટલી મોંધી વસ્તું છે. તો તમારે તેની ખેતી ઘણી સાવચેતીથી અને નિયમ મુજબ જ કરવી પડે છે.

તેમજ જો કેસરની ખેતી કરવી હોય, તો એના માટે કપાસની જેમ બિયારણ રોપી છાણીયુ ખાતર તેમજ દેશી ગૌ મુત્રનો છંટકાવ કરવો.

યાદ રાખજો કે એમાં દવાનો છંટકાવ કયારેય પણ કરવામાં આવતો નથી.

કેસરનો આર્થિક ભાગ સ્રીકેસર છે. આશરે ૧૫૦ ફૂલો ભેગા કરતા ૧ ગ્રામ સૂકુ કેસર બને છે. આવું ૧૨ ગ્રામ સૂકુ કેસર (૭ર ગ્રામ ભીનું કેસર) મેળવવા માટે ૧ કિલો ફૂલોની જરૂર પડે છે. તાજુ ફૂલ ૩૦ મિ.ગ્રા. તાજુ કેસર અથવા ૭ મિ.ગ્રા. સૂકુ કેસર આપે છે.

કેસરના ભેળસેળની ઘરગથ્થુ ચકાસણી પણ જાણી લો.

મુખ્યત્વે કેસરના તંતુઓ પોતાનો રંગ ઝડપથી છોડતા નથી, જ્યારે કેસરના તંતુને પાણી ભરેલા ગ્લાસમાં રાખતા જો તે તેનો રંગ બદલે તો તે નકલી કેસર હોય છે.

જણાવી દઈએ કે કેસરનો પાઉડર સહેલાઈથી ભેળસેળયુક્ત થઈ શકે છે, આ માટે હળદરના પાઉડરનો ઉપયોગ થાય છે. આ સિવાય અન્ય કેટલીક વસ્તુઓ પણ કેસરનું વજન વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જેમકે, મિનરલ અથવા વાનસ્પતિક તેલ અથવા ગ્લીસરીન ભેજનું પ્રમાણ વધારવું (પુરતુ સુકવવું નહિ).

તો મિત્રો તમારે કેસરની ખરીદી કરતી વખતે તેના આઈએસઓ સ્ટાન્ડર્ડ (13૦ ISO-3632) ની અવશ્ય ચકાસણી કરવી જોઈએ.