પ્રાણીઓનો પ્રેમ, ગૌશાળાની સંચાલિકાનું મૃત્યુ થતા ગાયો અને વાછરડાઓએ ઘાસચારા-પાણીનો કર્યો ત્યાગ

0
3055

માનવીની ઉત્પત્તિથી લઈને આજ સુધી પશુ સાથે સારો સંબંધ રહ્યો છે. માનવી અને પશુનો પ્રેમ અતૂટ બની જાય છે. માનવી બોલી શકે છે. માનવી પાસે પોતાની અલગ અલગ ભાષા હોય છે. પ્રાણીઓ માનવીની જેમ બોલી નથી શકતા, છતાં પણ એ મૂંગા પ્રાણી એમની ભાષા સમજી લે છે અને એમની દરેક વાત માને છે. પ્રાણીનો જે વ્યક્તિ સાથે રહે છે એમના હાવભાવ પરથી એમની વાત સમજી લેતા હોય છે. તે વ્યક્તિની લાગણીને શબ્દ વગર પણ સમજી લેતા હોય છે. એજ કારણે આજકાલ લોકો પ્રાણીઓને પાળવાના શોખ વધુ રાખી રહ્યા છે. આજે અમે તમારા સાથે એક એવો કિસ્સો શેયર કરવા જઈ રહ્યા છીએ, જેમાં પ્રાણીઓ અને એમને ઉછેરનાર વ્યક્તિ વચ્ચેનો સંબંદ સારી રીતે વ્યક્ત થશે.

આ કિસ્સો છે બોટાદ જિલ્લાનો. મિત્રો, બોટાદ જિલ્લાનાં ગઢડા તાલુકામાં આવેલા ઉગામેડી ગામમાં છેલ્લા તેર વર્ષથી અબોલ પશુઓને કૈલાસબેન નામની મહિલા પોતાનાં સંતાનોની જેમ દેખભાળ રાખતી હતી. પણ દુર્ભાગ્યવશ કૈલાસબેન જે ગૌશાળાની સંચાલિકા હતી, એમનું 37 વર્ષીયની ઉંમરે આકસ્મિક નિધન થયું. એમનું મૃત્યુ થવાથી એક તરફ ગામમાં શોકની લાગણી ફેલાઇ ગઈ હતી. તો બીજી તરફ આ ઘટનાથી અબોલ જીવ ગાયો અને વાછરડાઓએ પણ આખો દિવસ ઘાસચારો અને પાણીનો ત્યાગ કરી શોક પ્રગટ કર્યો હતો.

ત્યારબાદ આ બાબતે જયારે મૃતક કૈલાસબેનનાં પતિ રમણીકભાઈ સાથે વાતચીત કરવામાં આવી, તો તેમણે જણાવ્યું હતું કે હું છેલ્લા સત્તર વરસથી ઉગામેડી ગામમાં ગૌશાળા ચલાવું છું. અને સાથે જ સાઈડમાં હિરાનું કારખાનું પણ ચલાવું છું. અમારી આ ગૌશાળામાં હાલમાં 250 થી 275 જેટલા નાના મોટા મૂંગા પ્રાણીઓ છે. તેમણે ભાવુક થતા આગળ જણાવ્યું કે, મારા પત્ની કૈલાસ છેલ્લા તેર વરસથી આ અબોલ પશુઓની અમારા સંતાનોની જેમ દેખભાળ રાખતા હતાં. તેઓ 24 કલાકમાંથી 12 કલાક ગાયોની અને બીજા પશુઓની સેવામાં પસાર કરતા હતા. મિત્રો રમણીકભાઈ અને કૈલાસબેનના સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે.

એમણે જણાવ્યું કે જેટલી લાગણી તે અમારા સંતાનો પ્રત્યે ધરાવતી હતી, એટલી જ લાગણી અને પ્રેમ આ અબોલ પશુ પ્રત્યે પણ હતી. તે રાત્રે ત્રણ વાગ્યે જાગીને પશુઓને ઘાસચારો અને પાણી નિયમીતપણે આપતા હતા. તે આમની અથાગ સેવા કરતા હતા. જ્યારે મારા પત્નીને તાવ આવતા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા, ત્યારે પણ તે આ અબોલ જીવની ચિંતા કરતી અને કહેતી કે વાછરડાની માં મરી ગઈ છે, તો તેને દુધ પાજો. બે દિવસનાં તાવને કારણે 10 મી જાન્યુઆરીનાં રોજ કૈલાસબેનનું મોત થતા ઉગામેડી ગામમાં શોકનો માહોલ ફેલાયેલો હતો. અને એમના પશુઓએ આખો એક દિવસ પાણી અને ઘાસચારાનો ત્યાગ કર્યો હતો. કંઈક આવો પ્રેમ હતો એમનો અને એમના પશુઓનો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.