આ કારણે બોલીવુડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરને કોઈ પુત્ર નથી, એમની પત્ની કિરણે કર્યો ખુલાસો.

0
4059

આ છે તે કારણ જેને લીધે બોલીવુડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરને નથી કોઈ પુત્ર, એમની પત્નીએ કર્યો ખુલાસો.

બોલીવુડમાં ઘણા દિગ્ગજ અભિનેતાઓ થઇ ગયા છે, જેમણે જેમણે બોલીવુડ ઈન્ડસ્ટ્રીને ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી છે. અને હજુ પણ આપતા રહે છે. આજે અમે તમને એક એવા જ અભિનેતા વિષે જણાવીશું, જેમણે બોલીવુડમાં ઘણી ઉત્તમ કરી છે, અને એમની એક્ટિંગના લાખો લોકો દીવાના છે. અને એ સિવાય હવે તે અભિનેતા રાજનીતિમાં પણ આવી ગયા છે. અને એ અભિનેતા કોઈ બીજા નહિ પણ અનુપણ ખેર છે.

આજે અમે તમને એમના અંગત જીવન સાથે જોડાયેલી એક વાત જણાવીશું, જે કદાચ તમને નહિ ખબર હોય. મિત્રો એમાં કોઈ શંકા નથી કે અનુપમ ખેરે પોતાના ફેન્સનું દરેક રીતે મનોરંજન કર્યુ છે. એમણે ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી છે, તો એમણે ઘણી ફિલ્મોમાં એક સહાયક પિતાનું પાત્ર પણ ભજવ્યું છે. અને ફક્ત એટલું જ નહિ એના સિવાય એમણે ઘણી ફિલ્મોમાં કોમેડી એક્ટરનું પાત્ર પણ ભજવ્યું છે. એમની કોમેડી ટાઈમિંગ પણ ઘણી જોરદાર છે. એટલે કે અમે સીધા શબ્દોમાં કહીએ તો અનુપણ ખેરે પોતાના જીવનમાં દરેક પ્રકારના પાત્રનો સ્વાદ ચાખ્યો છે.

અને એમના એ કૌશલ્યને લીધે જ આજે તે લોકોના દિલો પર રાજ કરે છે. જોકે અનુપમ ખેરને આ વાતની ફરિયાદ હંમેશા રહી છે કે એમના વાળ સમય પહેલા જ ચાલ્યા ગયા. જે કારણે એમણે ફિલ્મોમાં ઘણી ઓછી ઉંમરમાં વૃદ્ધ પિતાના પાત્ર ભજવવા પડયા. પણ તમને એ વાત જાણીને નવાઈ લાગશે કે, ફિલ્મોમાં પિતાનું પાત્ર ભજવવા વાળા આ કલાકાર પોતાના વાસ્તવિક જીવનમાં કયારેય પિતા નથી બની શક્યા.

હા મિત્રો, એ વાત સાચી છે કે અનુપમ ખેરનું પોતાનું કોઈ સંતાન નથી. અનુપમ ખેરનું નામ બોલીવુડના એ અભિનેતાઓની યાદીમાં શામેલ છે, જેમનું કોઈ સંતાન નથી. તમને બધાને યાદ હશે કે બોલીવુડના દિગ્ગજ કલાકાર દિલીપ કુમાર પણ આ ખુશીથી વંચિત છે.

તમે એ વાતનો અંદાજો લગાવો કે જે કલાકાર ફિલ્મોમાં પિતાનું પાત્ર આટલું સારી રીતે ભજવતો હોય, તે અસલ જીવનમાં પોતાના બાળકો માટે કેટલો તરસતો હશે. એક ઈન્ટરવ્યૂ દરમ્યાન અનુપમ ખેરે એ કહ્યું હતું, કે એમને એમના બાળકની કમી ઘણી ખૂંચે છે. અને ઘણીવાર અનુપમ ખેરને બાળકો સાથે મસ્તી ધીંગા મસ્તી કરતા જોવામાં આવ્યા છે.

અનુપમ ખેરને બાળકો સાથે રમવાનું ઘણું પસંદ છે. પણ દુ:ખની વાત છે કે એમનું પોતાનું કોઈ સંતાન નથી. અનુપમ ખેરની પત્ની એટલે કે કિરણ ખેર અને પહેલા પતિનો એક છોકરો છે. જેનું નામ સિકંદર છે. જણાવી દઈએ કે અનુપમ ખેર સિકંદરને પોતાનો છોકરો જ માને છે. એ જ કારણ છે કે એમણે સિકંદરના નામ સાથે પોતાનું નામ જોડયું છે.

અનુપમ ખેર એમની પત્નીના પહેલા પતિના સંતાન સિકંદરને પોતાના દીકરાની જેમ ન પ્રેમ કરે છે. તેમજ કિરણ ખેરનું કહેવું છે કે એમણે બાળક કરવા માટે મેડિકલ પદ્ધતિનો સહારો પણ લીધો હતો પણ પરિણામ નકારાત્મક આવ્યું. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે અનુપમ ખેરે પોતાના કરિયરની શરૂઆત સારાંશ ફિલ્મથી કરી હતી. અને હાલમાં અનુપમ ખેરની કુલ સંપત્તિ લગભગ 33.5 કરોડ રૂપિયા છે.

અને તમને એમણે પોતાની પહેલી જ ફિલ્મમાં એક નબળા વૃદ્ધ પિતાનું પાત્ર ભજવ્યું હતું. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આજ સુધીમાં અનુપમ ખેરે 500 કરતા વધારે ફિલ્મોમાં કામ કર્યુ છે. એના સિવાય એમને પદ્મશ્રી અને પદ્મવિભૂષણ એવોર્ડ પણ મળી ચુક્યો છે. અમે તો એજ પ્રાર્થના કરીએ છીએ કે અનુપમ ખેર પોતાના જીવનમાં ઘણી પ્રગતિ કરે.