બાળક પેદા કરવા માટે વિરાટની સામે અનુષ્કાએ રાખી એવી શરત કે, તમે પણ થઇ જશો ચકિત.

0
5220

ક્રિકેટરો અને બોલીવુડની અભિનેત્રીઓની જોડી ઘણી જામે છે. અને વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એમાંથી એક છે. આ જોડી બોલીવુડની ટોપની જોડીઓ માંથી પણ એક છે. જયારે પણ કોઈ અભિનેત્રીના લગ્ન થવાના હોય છે તો એમના ફેંસ તેમની લવ સ્ટોરીમાં ઘણો રસ દાખવતા હોય છે. અને લગ્ન પછી પણ એમની તમામ નાની મોટી હરકતો ઉપર નજર રાખીને બેઠા હોય છે. વિરાટ અને અનુષ્કાની સાથે પણ એવું જ થાય છે.

એ તો તમે જાણો જ છો કે વિરાટ અને અનુષ્કાના લગ્ન વર્ષ ૨૦૧૭ માં થયા હતા. અને હવે તેમના ફેંસ એમના લગ્ન પછી એમના ઘરે નવા મહેમાનની આશા રાખી રહ્યા છે. પણ અનુષ્કાએ એ નવા મહેમાન એટલે કે તાના બાળકને દુનિયામાં લાવતા પહેલા વિરાટ સામે એક વિચિત્ર શરત મૂકી છે. આજે અમે તે શરત વિષે તમને વિસ્તારથી જણાવવા જઈ રહ્યા છીએ. તો આવો જાણીએ આજના લેખમાં શું ખાસ છે?

જો આપણે મીડિયા સ્પોર્ટ્સનું માનીએ, તો અનુષ્કા શર્મા પોતાના બાળક વિષે એવું ઈચ્છે છે, કે જયારે પણ તેમનું બાળક થાય તો તેનું પાલન પોષણ એકદમ સામાન્ય બાળકની જેમ જ કરવામાં આવે. તે એવું નથી ઇચ્છતી કે તેમના બાળકનું પાલન પોષણ કોઈ સેલીબ્રીટીના બાળકની જેમ થાય.

અને અનુષ્કા શર્મા એક અભિનેત્રી છે અને વિરાટ ઇન્ટરનેશનલ ખેલાડી છે, તો તેઓ લાંબા સમય માટે પોતાના કામથી બહાર રહે છે. એવામાં તે પોતાના કામની અસર તેના બાળક ઉપર જરાપણ પડવા દેવા નથી માંગતી. અને વિરાટે પણ અનુષ્કાની આ વાત માની લીધી છે. અને બન્ને મળીને આ નિર્ણય લીધો છે કે, પોતાના બાળકને એક સેલીબ્રીટીના બાળકની જેમ મોટું નહિ કરે.

ભૂતકાળમાં પણ વિરાટ પોતાની પત્ની અનુષ્કા અને પોતાના બાળકને લઈને આવા પ્રકારની માહિતી પોતાના ફેંસને આપી ચુક્યા છે. વીતેલા દિવસોમાં વિરાટે કહ્યું હતું કે, લગ્ન પછી મને અનુષ્કા પાસેથી ઘણું બધું શીખવા મળ્યું છે. અને તેની સાથે રહીને મારી અંદર પણ ઘણા ફેરફાર આવ્યા છે. એટલે કે પહેલા હું વધુ ધાર્મિક ન હતો, પરંતુ અનુષ્કા ઘણી ધાર્મિક હોવાથી હું પણ ધાર્મિક થવા લાગ્યો છું. અનુષ્કા મારી અંદર ઘણા સકારાત્મક ફેરફાર લઈને આવી છે.

વિરાટના જણાવ્યા અનુસાર આપણે આપણા ભવિષ્ય વિષે નથી જાણતા. તો બની શકે કે મારું કેરિયર અને આ સ્ટારડમ બધું જ કાયમ ન રહે. એક દિવસ આ બધું ખલાસ થઇ જશે. તેમજ ક્રિકેટ સિવાય મારું પોતાનું અલગ જીવન પણ છે, મારું કુટુંબ છે અને આગળ જઈને બાળકો પણ થશે. તેવામાં તે બાળકોને મારી સાથે સમય પસાર કરવાનો હક્ક હશે.

વિરાટની આ વિચારસરણી ઘણી સારી છે. એમનું કહેવું છે કે, મારા મનમાં એક વાત એકદમ સ્પષ્ટ છે કે, મારા કેરિયર સાથે જોડાયેલી વાતો અને મારી પ્રગતીની ચર્ચા મારા ઘરમાં નહી થાય. હું ઈચ્છું છું કે જયારે મારા બાળકો થાય તો મારી તમામ ટ્રોફીઓ અને અચીવમેન્ટસ બધું જ ઘરમાં ન રહે. મારી એવી ઈચ્છા છે કે, જયારે મારા બાળકો મોટા થઇ જાય તો તેને એક સેલીબ્રીટી હોવાનો અનુભવ ન હોય. અને આ નિર્ણય મેં અને અનુષ્કાએ સાથે મળીને લીધો છે.

એ વાત ઘણી સારી છે કે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જેવા મોટા સેલીબ્રીટીઓ પણ પોતાના બાળકને એક સામાન્ય બાળકની જેમ જ ઉછેરવા માંગે છે. કદાચ તે નથી ઇચ્છતા કે પોતાના માતા પિતાના સ્ટાર પાવર જોઇને તેમના બાળકો આગળ જઈને બગડી જાય કે ખોટા સંસ્કાર શીખે.