આ છે દુનિયાની સૌથી મોંઘી સાઇકલ, અંબાણીને પણ આને ખરીદવા માટે એક વાર વિચારવું પડશે

0
3349

માર્કેટમાં ઘણી બધી કંપનીઓ છે જે સાઈકલ બનાવે છે. લોકોમાં સાઈકલની લોકપ્રિયતા આજે પણ યથાવત છે. સમયની સાથે સાથે એમાં પણ પરિવર્તન આવતા ગયા. પહેલા સાદી સાઈકલ આવતી હતી, પછી ગિયરવાળી સાઈકલ આવવા લાગી. એમાં પણ આકર્ષક ડીઝાઇન લોકોના મન આકર્ષવા લાગી. સામાન્ય રીતે આપણે નવી સાઈકલ લેવી હોય તો 6 થી 7 હજાર રૂપિયા સુધી ખર્ચ કરી શકીએ છે. એથી વધુ મોંઘી સાઈકલ મધ્યમ વર્ગના પરિવારના બજેટમાં આવતી નહિ. પણ હવે તો લાખો રૂપિયાની પણ સાઈકલ આવવા લાગી છે. અને એવી સાઈકલ લાવવા વાળી કંપની છે ઔડી.

હવે ઔડી કંપની વિશે તો તમે જાણતા જ હશો. એને કોઈ ઓળખ આપવાની જરૂર નથી. ઔડી કંપની પોતાની કાર અને સુપર બાઈકને લઈને બજારમાં ધૂમ મચાવતી રહે છે. પણ ઔડીએ થોડા સમય પહેલા જ એક ખુબ શાનદાર રેસિંગ સાઇકલ લોન્ચ કરી છે. જે સામાન્ય માણસ માટે ખુબ મોંઘી છે. ચાલો આજે તમને જણાવી દઈએ આ સાઇકલ વિશે. તમને જણાવી દઈએ કે આ સાઈકલ હજુ બજારમાં આવી નથી.

ઔડી કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલા સાઇકલના “ઈ-બાઈક” તરીકે ઓળખાતા મોડલે બધા લોકોના હોશ ઉડાવીને રાખ્યા છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે રેસિંગ માટે બનાવવામાં આવેલી આ સાઇકલ 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રસ્તા પર દોડી શકે છે. એની બીજી ખાસિયત એ છે કે આ સાઈકલને બધા પ્રકારના રસ્તા પર ચલાવી શકાય છે. અને આ સાઈકલને ઔડીએ પોતાના લકઝરી કલેકશનમાં ઉમેરી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ સાઈકલ દુનિયાની સૌથી મોંઘી સાઈકલ છે. આ સાઈકલને ખરીદવા માટે તમારે 80 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે.

આવો તમને આ સાઈકલની થોડી બીજી ખાસિયત પણ જણાવી દઈએ. મિત્રો આ સાઇકલમાં 14 ગીયર લાગેલા છે, જેમાંથી 8 પાછળ અને 6 આગળની તરફ લાગેલા છે. આ સાઈકલમાં દરેક પ્રકારના રસ્તા પર સરળતાથી ચલાવવા માટે સુપર સોકર્સ પણ લગાવવામાં આવ્યા છે. આ સાઈકલના ટાયરની ઘણી શાનદાર ડિઝાઇન હોવાની સાથે-સાથે ખુબ મજબૂત ગ્રીપ પણ છે.

આ સાઈકલ માટે ઈચ્છુક લોકો દ્વારા ભારતમાંથી અત્યાર સુધીમાં ઔડી કંપનીને 9 હજાર ઈ-મેલ મળી ચુક્યા છે. જેમાં ઔડીને જલ્દી થી જલ્દી આ સાઈકલને લોન્ચ કરવાની વાત કરી રહ્યા છે. વિચારવા જેવું છે કે આ સાઇકલ બજારમાં આવવા પહેલા જ ધૂમ મચાવી રહી છે. તો એ તો પાક્કું છે કે આ માર્કેટમાં આવ્યા પછી સાઈકલિંગ પસંદ કરતા લોકોના દિલોમાં તે રાજ કરશે. ઔડી કંપનીએ એક પ્રેસ કોન્ફરન્સમાં આ સાઈકલને જલ્દી જ લોન્ચ કરવાની વાત કરી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.