તમે પણ ઘરમાં વાપરો છો ગેસ ગીઝર? તો થઈ જાવ સતર્ક, નહિ તો ભોગવવું પડશે આવું ભારે નુકશાન

0
5875

ગરમ પાણીથી ન્હાવાની મજા ઘણી આવે છે. અને સવારે ઉઠીને ગેસ સ્ટવ પર પાણી કરવાની જગ્યાએ લોકો ગેસ ગીઝર વાપરે છે. અને ગીઝર ઘણો સમય પણ બચાવે છે. પણ જો તમે તમારા બાથરુમમાં ગેસ ગીઝર લગાવ્યું છે, તો એના ઉપયોગ પહેલા થોડી સાવધાની રાખવાની જરૂર છે.

ગીઝરના ઉપયોગ કરતા સમયે જરા પણ બેદરકારી રહી ગઈ તો તે મોટા અકસ્માતનું કારણ બની શકે છે. ગુરુવારે જ ગાઝિયાબાદના ખોડામાં એક ગેસ ગીઝર સાથે જોડાયેલા સિલિન્ડરના ફાટવાથી મોટો અકસ્માત થયો હતો. અને આ અકસ્માતમાં 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

જયારે એ ઘટનાની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે, એ ઘરમાં બાથરૂમમાં બારી જેવી જગ્યા બનાવી એના પર સિલિન્ડર આડુ કરીને મુકવામાં આવ્યું હતું. પણ મિત્રો એક્સપર્ટનું એવું કહેવું છે કે, ગેસથી ભરેલું સિલિન્ડર આડુ રાખવાથી ગેસનું દબાણ વધી જાય છે, જેનાથી એના ફાટવાની શક્યતા ઘણી વધી જાય છે.

એમના જણાવ્યા અનુસાર ગેસ ગીઝરથી દર વર્ષે કોઈ ને કોઈ અકસ્માત થાય જ છે. છતાંપણ લોકો એનાથી કંઈ શીખ નથી મેળવતા. ગેસ ગીઝર આપતી કંપનીઓના જણાવ્યા અનુસાર જો તમે બાથરૂમની અંદર ગીઝર લગાવ્યું છે, તો ત્યાં વેન્ટિલેશનની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. સિલિન્ડરને બાથરૂમની અંદર મુકવાની જગ્યાએ એને બહાર બાલકનીમાં અથવા બીજા ખુલ્લા સ્થાન પર જ મૂકવું જોઈએ. એ ઘણું સુરક્ષિત રહે છે.

તેમજ ગીઝરના ઉપયોગની અન્ય ટીપ્સ એ છે કે હંમેશા બ્રાન્ડેડ કંપનીના આઈએસઆઈ નિશાન વાળા નાના અને મોટા ગીઝરનો ઉપયોગ કરવો જોઈએ. નેહરુ નગરમાં આવેલા મનસા માર્કેટિંગ કંપનીના સંચાલક વિજય જૈન જણાવે છે કે, તમે જે કોઈ પણ કંપનીનું ગીઝર લો એનું ફિટિંગ પણ એ જ કંપનીના એન્જીનીયર પાસે કરાવવું જોઈએ. ઘણી વાર લોકો પ્લમ્બર અથવા લોકલ મિસ્ત્રી પાસે ફિટિંગ કરાવી લે છે, જે થોડો ખર્ચ બચાવવા માટે મોટો અકસ્માત બની શકે છે.

આ રીતે જીવલેણ હોય છે ગીઝર :

ગેસ ગીઝરના એક્સપર્ટ ભીમ સિંહનું કહેવું છે, કે ગેસ ગીઝરને બાથરૂમની બહાર જ લગાવો. જો બાથરૂમમાં લગાવ્યું છે તો એક્ઝોસ્ટ ફેન લગાવવો જરૂરી છે. એનાથી અંદરનો ગેસ અને વરાળ બહાર નીકળતા રહે છે. એમાંથી ગેસની દુર્ગંધ આવવા પર તરત સિલિન્ડર માંથી ગેસ બંધ કરી બારી દરવાજા ખોલી નાખો. સ્નાન કરવા પહેલા ગીઝર માંથી પાણી કાઢી ડોલમાં ભરી લો.

તેમજ મલ્ટીબ્રેન્ડ ગેસ ગીઝર સર્વિસ સેંટરમાં કામ કરતા એક્સપર્ટ ભારતે એના વિષે કહ્યું કે, ગેસ ગીઝર વીજળીથી ચાલતા ગીઝરની સરખામણીમાં ઘણા સસ્તા હોય છે. પણ જો એની સમય સમય પર સર્વિસ કરાવવામાં નહિ આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. સમય સમય પર ગેસ પાઈપ ચેક કરતા રહેવું જોઈએ. પાઈપ અને સિલિન્ડરમાં કનેક્ટ થવા વાળા વાસર લીક થઈ જાય છે, જેના કારણે ગેસ લીક થાય છે. એવા કિસ્સામાં આગ લાગવની ઘટના વધારે જોવા મળે છે.

સોલર ગીઝર છે સારો વિકલ્પ :

મિત્રો પાણીને ગરમ કરવાની ઘણી બધી રીતો છે. જેમ કે ગેસ ચૂલો, ઈલેક્ટ્રીક ગીઝર, હીટર, ઈમર્સન રૉડ, સોલર ગીઝર અને સગડી વગેરેથી. એમાં સોલર ગીઝર એક સારો વિકલ્પ છે. સોલર ગીઝરના ઉપયોગથી ગેસ અને વીજળી ખર્ચ કર્યા વગર પાણી ગરમ કરી શકાય છે. જો કે શહેરોમાં ફ્લેટ સિસ્ટમ હોય છે અને જગ્યા ઓછી હોય છે, એ કારણે સોલર પેનલ લગાવવાની જગ્યા નથી મળતી. એવામાં લોકો સોલર ગિઝરનો ઓછો ઉપયોગ કરી શકે છે.

ડોક્ટર કહે છે આવું :

આવો એના વિષે ડોક્ટરનું શું મંતવ્ય છે જાણીએ. ફિઝિશિયન ડોક્ટર આરપી સિંહ જણાવે છે કે, કાર્બન મોનોકસાઈડ શરીરમાં જવાથી વ્યક્તિ પહેલા બેભાન થાય છે, ત્યારબાદ મગજ કોમા જેવી સ્થિતિમાં જતા રહે છે. કાર્બન મોનોક્સાઈડ શરીરને ઓક્સિજન પહોંચાડવા વાળા રક્ત કણો (રેડ બ્લડ સેલ્સ) પર હુમલો કરે છે. સામાન્યરીતે જયારે કોઈ શ્વાસ લે છે, તો હવામાં રહેલ ઓક્સિજન હિમોગ્લોબીન સાથે મળી જાય છે. હિમોગ્લોબીનની મદદથી ઓક્સિજન ફેફસા માંથી પસાર થઈને શરીરના બીજા ભાગોમાં જાય છે.

આ કાર્બન મોનોક્સાઈડ વાયુ સૂંઘવાથી હિમોગ્લોબીનના મૉલિક્યુલ (કણ) બ્લોક થઈ જાય છે અને શરીરમાં ઓક્સિજન પહોંચાડતી પ્રણાલી પ્રભાવિત થાય છે. અને એવું થવા પર માથામાં દુઃખાવો, શ્વાસ લેવામાં તકલીફ, ઘભરામણ, ઉબકા આવવા, વિચારવાની ક્ષમતા પર અસર થવી, હાથ અને આંખોના સંકલનમાં સમસ્યા ઉત્પન્ન થવી, પેટમાં તકલીફ તેમજ ઉલ્ટી, હૃદયના ધબકારા વધવા, શરીરનું તાપમાન ઓછું થવું, લો બ્લડ પ્રેશર, કાર્ડિયેક (હૃદય સંબંધિત) તેમજ રેસ્પિરેટરી (શ્વસનતંત્ર) ફેલિયર જેવી સમસ્યા થઈ શકે છે.

હાઈલાઈટસ :

ગેસ સિલિન્ડરનું વજન 5.5 કિલોથી વધારે હોય છે તેને વ્યવસ્થિત રીતે મુકો, સમય સમય પર ગીઝરની તપાસ અને સર્વિસ કરાવો.

ગેસ ગીઝર માટે બાથરૂમમાં યોગ્ય વેંટિલેશન હોવું જરૂરી, એક્ઝોસ્ટ ફેન પણ લગાવો.

સિલિન્ડરને કોઈ જગ્યાએ આડુ કરીને મુકવાની જગ્યાએ એને બહાર ખુલ્લી જગ્યામાં ઉભું જ રાખો.

સોલર ગીઝર સારો વિકલ્પ છે, ગેસ અને વીજળીના ખર્ચ વગર થઈ શકે છે પાણી ગરમ.