આ ગર્ભવતી મહિલાએ બાળકને ૪૬ વર્ષ સુધી રાખ્યું પેટમાં, બાળકની હાલત જોઇને ડોક્ટર્સના પણ ઉડી ગયા હોંશ

0
3688

આ દુનિયામાં કોઈ મહિલા માટે સૌથી મોટું સુખ જો કોઈ હોય તો એ છે ‘માં’ બનવું. એટલે જ તો દરેક મહિલાનું સપનું હોય છે કે, તે એક દિવસ માં જરૂર બને. જયારે કોઈ મહિલા ગર્ભવતી હોય છે, તો સમય એને શારીરિક પીડા આપે છે, પણ તે એના સુખને કારણે શૂન્ય થઈ જાય છે. આમ તો સામાન્ય રીતે મહિલાઓ ગર્ભમાં રહેલા બાળકને ૯ મહિનાની અંદર જન્મ આપી દેતી હોય છે. પરંતુ આજે અને તમને એક એવો ચકીત કરી દે તેવો કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ. જેના વિષે જાણીને તમે આશ્ચર્ય ચકિત થઈ જશો.

મિત્રો જાણકારી માટે જણાવી દઈએ કે, એક મહિલાએ પોતાના ગર્ભવતી થયાના પુરા ૪૬ વર્ષ પછી બાળકને જન્મ આપ્યો છે. આ મહિલા ૧૯૫૫ માં ગર્ભવતી થઇ હતી. તે દરમિયાન તેની ઉંમર ૨૬ વર્ષ હતી. આમ તો તે સમયે પ્રેગનેન્સી દરમિયાન તે બાળકને જન્મ આપી શકી ન હતી. તેવામાં હાલમાં જ સમાચાર મળ્યા છે કે તે મહિલાએ એક ‘સ્ટોન બેબી’ ને જન્મ આપ્યો છે.

કદાચ આ શબ્દ તમે પહેલી વાર વાંચ્યો હશે. આવો તમને આખી ઘટના જણાવીએ. જયારે આ મહિલા ગર્ભવતી હતી, ત્યારે તે પોતાના પેટમાં ઉછરી રહેલ બાળકને એટલા માટે જન્મ નહોતી આપી રહી, કારણ કે તેને સી-સેક્સન ડીલીવરીથી ખુબ ડર લાગતો હતો. આ મહિલા પોતાની આંખો સામે એક બીજી મહિલાને સી-સેક્સન દરમિયાન મરતી જોઈ ચુકી હતી. તેવામાં તેના મનમાં આ સી-સેક્સનને લઈને એટલો ડર બેસી ગયો ગયો હતો કે, તેને તે કરાવવાની ના કહી દીધી હતી.

તો પછી તેણે હવે પુરા ૪૬ વર્ષ પછી બાળકને જન્મ આપ્યો છે. સ્પષ્ટ એવી વાત છે કે આટલા વર્ષો પછી બાળકને જન્મ આપવા ઉપર તે નોર્મલ ક્યારેય નહિ હોઈ શકે. ડીલીવરી પછી બાળક એક સ્ટોન જેવું દેખાઈ રહ્યું છે. ગર્ભવતી થયા બાદ ૪૬ વર્ષ પછી બાળકને જન્મ આપવા વાળી આ મહિલા મોરક્કોના એક ગામની છે. અને આ મહિલાનું નામ જેહરા અબોઉતાલીબ છે. આ મહિલાએ જયારે સી-સેક્સન કરાવવાની ના કહી, તો ત્યારબાદ તેને પટમાં થોડા દિવસ સુધી દુ:ખાવો રહ્યો. પરંતુ પછી તેણે બધું ભગવાન ઉપર છોડી દીધું અને સામાન્ય જીવન જીવવા લાગી.

અને એટલું જ નહિ તેણે ત્રણ બાળકોને દત્તક પણ લીધા છે. આ મહિલાની પ્રેગનેન્સીના ૪૬ વર્ષ પછી તે ૭૫ વર્ષનની થઇ તો તેના પેટમાં ફરી વખત અતિશય દુ:ખાવો થવા લાગ્યો. તેવામાં તેનો દીકરો એમને મહિલા ડોક્ટર પાસે લઇ ગયો. ત્યાં ડોક્ટરે જયારે મહિલાનો અલ્ટ્રાસાઉંડ ટેસ્ટ કરાવ્યો તો તેના હોંશ ઉડી ગયા. મહિલાના પેટમાં બાળક હજુ પણ દેખાઈ રહ્યું હતું.

આથી ડોકટરે એ મહિલાને ઓપરેશનની સલાહ આપી. અને તે માની ગઈ. જણાવી દઈએ કે એમનું ઓપરેશન લગભગ ચાર કલાક સુધી ચાલ્યું. ડોક્ટરોએ મહિલાના પેટની સર્જરી કરી અને એમાંથી મૃત બાળકને બહાર કાઢ્યું. તે બાળક મહિલાના પેટમાં અંદરના અંગો સાથે ખરાબ રીતે ચોટી ગયું હતું. અને એ અંગોને નુકશાન પણ પહોંચાડી રહ્યું હતું.

અને એ બાળકની હાલત જોઇને ડોક્ટર પણ દંગ રહી ગયા. આ બાળકનું શરીર સુકાઈને એકદમ સ્ટોનમાં ફેરવાઈ ગયું હતું. આ મૃત સ્ટોન જેવા બાળકનું વજન લગભગ ૩ કિલો અને લંબાઈ ૪૨ સે.મી. હતી. ડોકટરોનું પણ કહેવું છે કે આ સંપૂર્ણ ઘટના ખરેખર નવાઈ પમાડનારી છે. આવા પ્રકારના કિસ્સા પહેલા ક્યારે પણ જોવામાં નથી આવ્યા. અને બીજી વાત એ કે આ ગર્ભવતી રહેલી મહિલાને આટલા વર્ષો સુધી પણ કોઈ જીવલેણ બીમારી ન થઇ.

તમને આ નવીન વાત ગમી હોય તો બીજાને શેર જરૂર કરશો. જેથી તેમને પણ ખબર મળી શકે.