અચરજ પમાડે એવી ઘટના, એક છોકરો બળતી ચિતા માંથી ઉભો થયો, જણાવ્યું યમરાજને ત્યાં પણ જગ્યા નથી

0
5789

વ્યક્તિના મૃત્યુ પછી એના ક્રિયા કર્મ કરવામાં આવે છે. દરેક ધર્મમાં એના અલગ અલગ રીતિ રીવાજ હોય છે. મુસ્લીમ અને ખ્રિસ્તી ધર્મમાં શબને દાટવામાં આવે છે. તો હિંદુ ધર્મમાં શબને બાળવાનો રીવાજ છે. પણ ઘણી વાર તમે એવા કિસ્સા સાંભળ્યા હશે જેમાં ચિતા પર રાખેલ શબ અચાનક ઉભું થઈ જાય છે. અને એવો જ એક કિસ્સો આજે અમે લઈને આવ્યા છીએ, જેમાં એક શબ ચિતા પર ઉભું થઈ ગયું હતું. તો આવો જાણીએ શું છે એની હકીકત.

એવી જ એક અજીબોગરીબ ઘટના ત્યાગી બાબા ઘાટ પર થઇ. અહી એક મૃતકનું અંતિમ સંસ્કાર કરતા કેટલાક લોકો આવ્યા હતા. લોકો અંતિમ સંસ્કારની તૈયારીમાં જોડાયેલા હતા, પરંતુ અચાનક મૃતક ઉઠીને બેસી ગયો. પહેલા તો લોકો ભયભીત થયા, પણ મામલો શાંત થતા તેને પાછા લઈને ચાલ્યા ગયા. મરાંચી ગામમાં થયેલ આ અજીબોગરીબ ઘટનાની ખુબ ચર્ચા થઇ રહી છે.

ચિતા પરથી ઉઠેલા છોકરાએ એક ગજબનો ખુલાસો કર્યો હતો. એને જણાવ્યું કે ઉપર યમલોકમાં હમણાં ઘણી બધી આત્માઓ માટે જગ્યા નથી. એટલે એ બધાને પાછા મોકલી રહ્યા છે, અને જયારે જગ્યા થશે તો પાછા બોલાવી લેશે.

પણ ડોક્ટરોનું એવું માનવું છે, કે તેનું મૃત્યુ થયું જ નહિ હોય. એનો શ્વાસ ખુબ કમજોર થઇ જવાના કારણે તેને મૃત માનીને લોકો તેનું અંતિમ સંસ્કાર કરાવવા આવી ગયા હશે, પણ હકીકતમાં એ જીવિત હશે.

જાણકારી મુજબ એવું જાણવામાં આવ્યું છે, કે કેટલાક લોકો એક શબનું અંતિમ સંસ્કાર કરવા મંરાચીના ત્યાગી બાબા ઘાટ આવ્યા હતા. અને જે વ્યક્તિનો અંતિમ સંસ્કાર કરવા લોકો આવ્યા હતા, તેમનું ઠંડીના કારણે મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. ઘાટના કિનારે શબ રાખેલું હતું. લાકડીઓ અને અન્ય આવશ્યક સામગ્રીઓનું વ્યવસ્થા પણ કરી દેવામાં આવી હતી.

ડોમ રાજાની રાહ જોઈ રહ્યા હતા. ઘાટ પર રહેલ ભોળા મલિક અને મનોજ મલિકે જણાવ્યું, કે મનીજના પિતાએ જ અંતિમ સંસ્કાર કરાવવાનું હતું. એટલા માટે તેમની રાહ જોવામાં આવી રહી હતી. ડોમ રાજાની રાહ જોતા લોકો ઘાટના કિનારે બેઠા હતા. ત્યારે આ ઘટના બની હતી.

ડોક્ટરનું કહેલું કથન યોગ્ય જણાઈ રહ્યું છે. પણ છોકરાનું એ કહેવું કે ઉપર યમલોકમાં જગ્યા નથી, એ થોડું વિચિત્ર લાગી રહ્યું છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.