બાવળની સીંગોના જોરદાર ફાયદા જે તમે સપનામાં પણ ક્યારેય નહિ વિચાર્યા હોય, અહી મેળવો સંપૂર્ણ જાણકારી

0
19504

બાવળની સીંગોના આ જોરદાર ફાયદા વિષે તમે સપનામાં પણ નહિ વિચાર્યું હોય, અહી મેળવો તેની સંપૂર્ણ માહિતી

મિત્રો તમે બધા બાવળ વિષે સારી રીતે માહિતગાર હશો જ. એ માટે આજે અમે આ પોસ્ટમાં તમને બાવળની સીંગોના ઔષધીય ગુણ અને ફાયદાથી માહિતગાર કરાવીશું. બાવળ એક કાંટાવાળું ઝાડ હોય છે. અને તે ખાસ કરીને આફ્રિકા મહાદ્વીપ અને ભારતીય ઉપમ્હાદીપમાં જોવા મળે છે.

બાવળને તો તમે જોયો જ હશે. તે ભારતમાં બધી જગ્યાએ વગર ઉગાડ્યે જાતે જ ઉગી જાય છે. અને જો આ બાવળનું ઝાડ અમેરિકા કે બીજા વિદેશોમાં આટલા પ્રમાણમાં હોત, તો આજની તારીખમાં એ લોકો તેની પેટન્ટ કરાવીને દવાઓ બનાવતે અને આપણી પાસેથી એના હજારો રૂપિયા લૂટતા હતે. પણ ભારતના લોકોને જે વસ્તુ મફતમાં મળે છે તેની કોઈ કિંમત નથી. આ વાત સાથે તો તમે પણ સહમત હશો.

મિત્રો આજે અમે તમને આ અત્યંત ઉપયોગી બાવળનો એક એવો પ્રયોગ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી જો તમને ગોઠણમાં દુઃખાવો છે, અથવા તેને બદલવાની નોબત આવી ગઈ છે. તો એક વાર ગોઠણ બદલવાને બદલે આ પ્રયોગ જરૂર કરશો.

આપણા શરીરમાં અમુક ઉંમર પછી સાંધામાં લુબ્રીકેન્ટસ એટલે કેલ્શિયમ બનવાનું ઓછું થઈ જાય છે. જેના લીધે સાંધાનો દુઃખાવો, સાંધામાં ગેપ, કેલ્શિયમની ઉણપ જેવી તમામ તકલીફો સામે આવે છે. એ કારણે હાલના આધુનિક ડોકટરો તમને જોઈન્ટ રીપ્લેસમેન્ટ કરવાની સલાહ આપશે. પણ એમાં ઘણા લોકોને ઓપરેશન પછી પણ દુ:ખાવા મટતા નથી. તો આ પ્રયોગ તમને એવી પરિસ્થિતિથી બચાવી શકશે. એકવાર જરૂર કરી જુઓ.

તો આવો જાણીએ આ પ્રયોગ વિષે :

બાવળથી ગોઠણની ઘરેલું દવા તૈયાર કરવાની રીત :

બાવળના ઝાડ ઉપર જે ફળી (સીંગો) લાગે છે તેને તોડી લાવો. જો તમને આ સીંગો શહેર માંથી ન મળે તો કોઈ ગામમાં જાવ, ત્યાં જેટલી જોઈએ એટલી મળી જશે. હવે બીજ સાથે જ આખી સીંગોને સારી રીતે સુકવીને પાવડર બનાવી લો. અને બસ દવા તૈયાર છે.

હવે આવો જાણીએ તેના સેવનની રીત :

આ દવાને સવારે એક ચમચી જેટલી માત્રામાં હુફાળા પાણી સાથે જમ્યા પછી એક કલાક પછી લો. આનું સેવન ૨-૩ મહિના સતત કરવાથી તમને ગોઠણનો દુઃખાવો બિલકુલ સારો થઈ શકે છે. અને ગોઠણ બદલવાની જરૂર નહી રહે.

સૌથી પહેલા ગુજ્જુ ફેન ક્લબે જ આ દવાને ઘણા મહિના પહેલા ફેસબુક પર પોસ્ટ કરેલી અને ત્યારબાદ ઘણા લોકોએ આ વાંચીને પ્રયોગ કર્યો અને ખુબ સારું રીઝલ્ટ મળ્યું છે. (જે લોકોને આ દવાથી ફેર પડ્યો હોય તે ફરીથી બધાની જાણ માટે કોમેન્ટમાં જરૂર જણાવે) એક ભાઈએ તો કહ્યું કે તેમના ગામમાં મોટાભાગના ઘરોમાં આ દવા વપરાય છે, અને જેને તકલીફ હતી એને સારું થવા માંડ્યું છે. શહેરોમાં ઘણા લોકો આના પાવડરનું પણ વેચાણ કરવા લાગ્યા છે, જે ૩૦ રૂપિયામાં ૧૦૦ ગ્રામ જેવા ભાવે મળે છે. આનાથી વધુ ભાવ કોઈના લે એ એમને વિનંતી છે. (અમે આ પાવડર નથી વેચતા)

હંમેશા અમે તમારા માટે નવી નવી જાણકારીઓ લાવતા રહીએ છીએ. જેથી તમારું આરોગ્ય જળવાય રહે, તેમજ તમે દવાઓના નામ ઉપર થતી છેતરપીંડીથી બચી શકો. તમે પણ આયુર્વેદ જીવનધોરણને અપનાવો.

તમને જણાવી દઈએ કે આયુર્વેદની દવાઓની કોઈ આડઅસર નથી હોતી. તમારે માત્ર એનો ઉપયોગ કરતી વખતે ધીરજ રાખવી જરૂરી છે, કારણ કે આ દુ:ખાવાને પેઈન કીલરની જેમ થોડા સમય માટે દુર નથી કરતી આ સારવારમાં થોડો સમય લાગે છે અને ખુબ સારું પરિણામ મળે જ છે.

બાવળ પર ગરમીની ઋતુમાં પીળા રંગના ફૂલ ગોળાકાર ગુચ્છામાં ઉગે છે. અને શીયાળાની ઋતુમાં એના પર સીંગો ઉગે છે. બાવળના ઝાડ મોટા અને ઘાંટા હોય છે. તેમજ તેનું લાકડું પણ ઘણું મજબુત હોય છે.

બાવળના ઝાડ પાણીની નજીક અને કાળી માટીવાળા વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. બાવળમાં ઘણા પોષક તત્વ અને ખનીજ પદાર્થ મળી આવે છે.

તમને જણાવી દઈએ કે ૧૦૦ ગ્રામ બાવળમાં ૧૩.૯૨ ગ્રામ પ્રોટીન, ૬.૬૩ ગ્રામ ચરબી, ૪.૨૮ mg આયર્ન, ૦.૯૦૨ mg મેંગેનીઝ અને ૦.૨૫૬ mg જસત હોય છે.

એ ઉપરાંત બાવળના દાંતણ દાંત માટે ઘણા ઉતમ સાબિત થાય છે. કફ અને પિત્તનો ઈલાજ કરવા માટે બાવળનું ઝાડ ઘણું જ અસરકારક હોય છે. તે મૂત્ર વિકાર, સોજા, દુ:ખાવો, પિત્ત અને ગર્ભાશયના બ્લીડીંગને સારું કરવામાં મદદ કરે છે. બાવળના ઝાડના બીજા ભાગ જેવા કે પાંદડા, ગુંદર અને છાલ તમામ વસ્તુ જ કામની હોય છે.

તમને જણાવી દઈએ કે બાવળનો ગુંદર પણ ઘણી બીમારીઓના ઈલાજમાં ફાયદાકારક હોય છે. તેનો ગુંદર ઉનાળાની ઋતુમાં ભેગો કરવામાં આવે છે. જેને એની ઓળખ ન હોય તો જણાવી દઈએ કે બાવળના થડમાં ક્યાય પણ કાપવામાં આવે, તો ત્યાંથી જે સફેદ રંગનો પદાર્થ નીકળે છે તેને ગુંદર કહેવામાં આવે છે.

બાવળના ફાયદા મોઢાની સમસ્યાની સાથે સાથે સાંધાના દુ:ખાવા દુર કરવા અને સંપૂર્ણ આરોગ્ય પ્રદાન કરવાં માટે ફાયદાકારક હોય છે. આવો જાણીએ કે આપણા શરીરના આરોગ્ય માટે બાવળના ફાયદા શું છે.

બાવળની સીંગોના આરોગ્યવર્ધક લાભ :

ધાતુ પુષ્ઠી કરે :

ધાતુની પુષ્ઠી કરવાં માટે બાવળના કાચા સીંગોના રસમાં એક મીટર લાંબા અને એક મીટર પહોળા કપડાને પલાળીને સુકવી લો. અને એક વખત સુકાઈ જવાથી તેને ફરી વખત પલાળીને સુકવી લો. આ જ રીતે આ પ્રક્રિયા ૧૪ વખત કરવામાં આવે છે. ત્યારબાદ એ કપડાને ૧૪ ભાગમાં વહેંચી લો, અમે રોજ એક ટુકડાને ૨૫૦ ગ્રામ દુધમાં ઉકાળીને એ દૂધ ગાળીને પીવાથી ધાતુની પુષ્ઠી થાય છે.

પૌરૂષ શક્તિ વધારે :

ધાતુની પુષ્ઠીની જેમ જ બાવળના કાચા સીંગોના રસમાં એક મીટર લાંબા અને એક મીટર પહોળા કપડાને પલાળીને સુકવી લેવામાં આવે છે. એક વખત સુકાઈ જવા પર ફરી વખત તેને પલાળીને સુકવી લેવામાં આવે છે. તેવી રીતે આ પ્રક્રિયા ૧૫ વખત કરવામાં આવે છે. ત્યાર પછી તે કપડાને ૧૪ ભાગમાં વહેચી લો, અને રોજ એક ટુકડાને ૨૫૦ ગ્રામ દુધમાં ઉકાળીને પીવાથી પૌઋષ શક્તિ વધે છે. અને તેની સાથે આ ઉપાયથી તમારી શારીરિક નબળાઈ પણ દુર થઈ જાય છે.

હાડકા તુટવા ઉપર :

બાવળની સીંગોનું ચૂરણ એક ચમચીના પ્રમાણમાં સવાર-સાંજ નિયમિત રીતે લેવાથી હાડકા જલ્દી સાજા થઈ જાય છે.એના માટે તમે ૬ ગ્રામ બાવળને પંચાંગના ચૂર્ણ, મધ અને બકરીના દુધમાં ભેળવીને પીવો. ત્રણ દિવસમાં જ તમારું તૂટેલું હાડકું જોડાવા લાગે છે. આ ઉપરાંત બીજો ઉપાય એ છે કે બાવળના બીજને વાટીને ત્રણ દિવસ સુધી મધ સાથે લેવાથી અસ્થી ભંગ દુર થઈ જાય છે અને હાડકા વજ્ર જેવા મજબુત થઈ જાય છે.

કાનના રોગો માટે :

કાનના રોગો માટે તમે બાવળના ફૂલને સરસિયાના તેલમાં નાખીને તાપ ઉપર પકવવા માટે મૂકી દો. પાકી ગયા પછી તેને તાપ ઉપરથી નીચે ઉતારીને ઠંડુ થવા મૂકી દો. આ તેલના બે ટીપા કાનમાં નાખવાથી મવાદનું વહેવું સારું થઈ જાય છે.

કમરના દુ:ખાવામાં રાહત અપાવે :

તમને કમરમાં દુ:ખાવો થવા ઉપર બાવળની છાલ, સીંગો અને એનુ ગુંદર સરખા ભાગે ભેળવીને વાટી લો. દિવસમાં ૩ વખત એક ચમચીના પ્રમાણમાં એનું સેવન કરવાથી કમરના દુ:ખાવામાં આરામ મળે છે. ઉપરાંત બાવળના ફૂલ અને સજ્જી સરખા ભાગે ભેળવીને સવારે સૂર્ય ઉગતા સમયે ૧ ગ્રામના પ્રમાણમાં લેવાથી પણ તમને કમરના દુ:ખાવામાં આરામ મળશે.

વધુ પેશાબ આવવાની સમસ્યા દુર કરે :

જો તમને પેશાબ વધુ આવવાની તકલીફ થાય છે, તો એના માટે બાવળની કાચી સીંગોને છાયામાં સુકવીને તેને ઘી માં ટળીને પાવડર બનાવી લો. આ પાવડરનું ૩-૪ ગ્રામના પ્રમાણમાં રોજ સેવન કરવાથી પેશાબ વધુ આવવાની સમસ્યા બંધ થઈ જાય છે.

પથારીમાં પેશાબ થવા પર :

બાવળની સિંગ પથારીમાં પેશાબ કરવા વાળા બાળકો માટે પણ તે ઘણી અસરકારક ઔષધી માનવામાં આવે છે. આ સમસ્યાના નિવારણ માટે બાવળના કાચા સીંગોને છાયામાં સુકવીને, ઘી માં શેકીને તેમાં સાકર ભેળવીને ૪-૪ ગ્રામના પ્રમાણમાં સવારે અને સાંજે ગરમ દૂધ સાથે પીવાથી પથારીમાં પેશાબ કરવાની સમસ્યા દુર થઈ જાય છે.

દસ્ત (અતિસાર) માં આરામ અપાવે :

અતિસારમાં આરામ મેળવવા માટે બાવળની સીંગો, આંબળા અને જાયફળના બીજની રાબ બનાવીને પીવી જોઈએ. આ રાબ પીધા પછી તમે જેટલી વખત પણ પાન ખાશો એટલી વખત જ દસ્ત થશે.

અતિસારને સારું કરવા માટે બાવળના ૮-૧૦ કુણા પાંદડાને જીરું અને દાડમની કળીઓ સાથે ૧૦૦ મી.લી. પાણીમાં વાટી લો, હવે આ પાણીને ૨ ચમચી સવારે, બપોરે અને રાત્રે રોગીને પીવરાવવાથી અતિસાર દુર જ થઈ જાય છે.

શારીરિક શક્તિ વધારે અને નબળાઈ દુર કરે :

આપણી શારીરિક શક્તિ વધારવા માટે બાવળની સીંગો ઘણી અસરકારક ઔષધી માનવામાં આવે છે. તેના માટે બાવળની સીંગોને છાયામાં સુકવી લો અને તેમાં સરખા પ્રમાણમાં સાકર ભેળવીને તેને વાટી લો. હવે એને એક ચમચી સવાર-સાંજ નિયમિત રીતે પાણી સાથે લેવાથી શારીરિક શક્તિમાં વધારો થાય છે. અને તમામ નબળાઈ વાળા રોગ દુર થઈ જાય છે.

દાંતને મજબુતી પ્રદાન કરવાં માટે :

ઢીલા દાંતને મજબુત કરવા અને પેઢા માંથી નીકળી રહેલા લોહીને અટકાવવામાં દરરોજ બાવળના ઝાડની તાજી છાલ ચાવવાથી ઘણી મદદ મળે છે. ખરાબ દાંત માટે તેના પાવડર સાથે બ્રશ કરવાથી દાંત સાફ કરી શકાય છે. આ પાવડરને બનાવવા માટે તમે ૫૦ ગ્રામ બાવળના લાકડાનો કોલસો, ૨૦ ગ્રામ શેકેલી ફટકડી અને ૧૦ ગ્રામ સિંધવ મીઠું લો.

વાળના આરોગ્ય માટે :

વાળના આરોગ્ય માટે બાવળના પાંદડા ઘણા ફાયદાકારક હોય છે. વાળના ખરવાની સમસ્યાને નિયંત્રણમાં લેવા માટે, માથા ઉપર બાવળના પાંદડાની પેસ્ટ લગાવો. અને સારા પરિણામ મેળવવા માટે સારી ગુણવત્તા વાળા શેમ્પુ સાથે ૨૫ મિનીટ પછી વાળ ધોઈ લો. એક વાત યાદ રાખો કે હંમેશા તમારા વાળ ધોવા માટે હુફાળા પાણીનો ઉપયોગ કરો.

સાંધાના દુ:ખાવાને દુર કરે :

તમને જણાવી દઈએ કે બાવળનો ઉપયોગ સાંધાના દુ:ખાવા દુર કરવા માટે ઘણો જ ફાયદાકારક માનવામાં આવે છે. તેના ઉપયોગ કરવા માટે તમે બાવળની સીંગોને તડકામાં સુક્વી તેનો પાવડર બનાવી લો. હવે આ પાવડરને દિવસમાં ૨ થી ૩ વખત ગોઠણ ઉપર લગાવતા રહેવાથી ગોઠણનો દુ:ખાવો તરત જ દુર થઈ જશે.

વધુ પરસેવો થવાની સમસ્યાથી છુટકારો અપાવે :

જો તમારા શરીરમાં વધુ પડતો પરસેવો આવે છે, અને તેને લુછી લુછીને તમે થાકી જાવ છો, તો બાવળ તમારા માટે ઘણો જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

તેના માટે તમે બાવળના પાંદડા વાટીને આખા શરીર ઉપર લગાવો અને થોડા સમય પછી સ્નાન કરી લો. આ પ્રયોગ કરવાથી થોડા જ દિવસો પછી તમને વધુ પરસેવો આવવાનો બંધ થઈ જશે.

શરીરને શક્તિશાળી બનાવે :

બાવળના સીંગોને છાયામાં સુકવી લો અને તેમાં સરખા ભાગે સાકર ભેળવીને વાટી લો. આ તૈયાર થયેલા ચુરણને રોજ પાણી સાથે સેવન કરવાથી શારીરિક શક્તિમાં વધારો થાય છે, અને તમામ નબળાઈ વાળા રોગ દુર થઈ જાય છે.

શુક્રાણુંની કમીને દુર કરે :

જો બાવળના પાંદડાને ચાવીને તેની ઉપર ગાયનું દૂધ પીવામાં આવે તો થોડા જ દિવસોમાં ગરમીના રોગમાં રાહત થવા લાગે છે. તેમજ બાવળના કાચા સીંગોનો રસ દૂધ અને સાકર ભેળવીને ખાવાથી શુક્રાણુંઓની કમી દુર થાય છે.

એસીડીટીની સમસ્યા માટે :

જો તમને પણ એસીડીટીની સમસ્યા છે તો બાવળના પાંદડાની રાબ બનાવીને તેમાં ૧ ગ્રામ આંબાનો ગુંદર ભેળવી લો. આ ઔષધીય રાબને સાંજે બનાવો અને સવારે પી લો. આ રાબને સાત દિવસ સુધી સતત સવારે પીવાથી એસીડીટીમાં ઘણો લાભ મળે છે.

કમળા માટે :

કોઈને કમળો થવા ઉપર બાવળના ફૂલને સાકર સાથે ભેળવીને ઝીણું વાટીને ચૂર્ણ તૈયાર કરી લો. પછી આ ચૂર્ણની ૧૦ ગ્રામની ફાંકી રોજ આપવાથી જ કમળાનો રોગ મટી જાય છે. ઉપરાંત બાવળના ફૂલના ચુરણમાં સરખા ભાગે સાકર ભેળવીને ૧૦ ગ્રામ રોજ ખાવાથી કમળાનો રોગ મટી જાય છે.