ખાવામાં વપરાતા દહીંથી એટલા ગોરા થઇ જશો કે દુનિયા તમને જોતી રહી જશે, આવી રીતે કરો ઉપયોગ

0
7026

મિત્રો દહીં તો લગભગ દરેક લોકો ખાતા જ હશે. ઘણા એની લસ્સી કે છાસ પીતા હશે. કારણ કે તેમાં પ્રોટીનની માત્રા અને ગુણવતા સૌથી સારી હોય છે. દહીં જામવાની પ્રક્રિયામાં વિટામિન બી માં વિશેષ કરીને થાયમીન, રિબોફ્લેવિન અને નિકોટેમાઇડની માત્રા બે ગણી થઇ જાય છે. અને આ દહીં જેનું આપણે થોડા થોડા દિવસોમાં સેવન કરતા રહીએ છીએ, તે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં જ ખુબ લાભકારી છે.

દહીં વિષે એવું પણ કહેવામાં આવે છે કે, મનુષ્ય પાછળા લગભગ 4000 વર્ષોથી દહીંનો ઉપયોગ કરી રહ્યો છે. દહીંમાં રહેલા કૈલ્શિયમ, પ્રોટીન અને વિટામિન આપણા શરીરને ઘણા પ્રકારના રોગોથી બચાવે છે. એટલે દહીં એક ઘણું જ ફાયદાકારક ખાદ્ય પદાર્થ છે. આ તો થયા એના સ્વાસ્થ્ય લાભ, પણ દહીંમાં સુંદરતાને વધારનારા ઘણા ગુણ પણ હોય છે. અને દહીંને તો આપણે પોતાના ઘરોમાં સરળતાથી મેળવી શકીએ છીએ.

તો મિત્રો, તમારી જાણકારી માટે જણાવી દઈએ કે દહીં લૈક્ટિક એસિડ અને અન્ય લાભકારી પદાર્થોથી સમૃદ્ધ હોય છે, જે કરચલીઓથી છુટકારો મેળવવામાં આપની મદદ કરે છે. તેમજ એની શક્તિ વડે બ્લેક સ્પોર્ટ અને બ્લેક માર્ક વગેરેને પણ ખત્મ કરી શકાય છે. અને દહીં તમારી ત્વચાને ગોરી પણ કરે છે. એક વાર ચહેરા પર દહીં લગાવવાથી ચહેરો ચમકી ઉઠે છે. અને આજે અમે તમને કેટલાક એવી જ રીત વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે ડાઘ વગરની અને ગોરી ત્વચા મેળવી શકો છો.

તમારા ચહેરાને ગોરો કરવા માટે દહીંના ઉપયોગની વિધિ :

આ ઉપાય કરવાં માટે તમારે મુલતાની માટી અને દહીંની જરૂર પડશે. એના માટે થોડીક માત્રામાં દહીં લઈને એની સાથે 2 ચમચી મુલતાની માટી મિક્ષ કરો. દહીં અને મુલતાની માટી મિક્ષ કરી એની પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 20 મિનિટ માટે એમ જ રહેવા દો. પછી નવસેકા પાણીથી ચહેરો ધોઈ નાખો. સારા પરિણામ માટે નિયમિત ઉપાય કરો.

ચહેરા પર કાળા ધબ્બા માટે દહીં ઉપયોગ કરવાની વિધિ :

તમારા ચહેરા પર રહેલા કાળા ધબ્બાનો ઈલાજ કરવા માટે લીંબુના રસની સાથે દહીંનો ઉપયોગ કરો. આ ઉપાય રામબાણ છે. એના માટે બરાબર માત્રામાં દહીં અને લીંબુનો રસ મિક્ષ કરો. જો તમારા ચહેરા નીચે કાળા ડાઘ થઈ ગયા છે, તો એને ત્યાં પણ લગાવો. આ મિશ્રણને 20 મિનિટ માટે ચહેરા પર રહેવા દો અને ત્યારબાદ તેને ઠંડા પાણીથી ધોઈ લો.

આવો જાણીએ દહીંના બીજા 15 ફાયદા :

1. હ્ર્દય સંબંધી રોગોથી બચાવે છે દહીં :

જાણકારી માટે જણાવી દઈએ કે દહીંના ઉપયોગથી આપણા શરીરનું કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે. આનાથી હ્ર્દય સંબંધી સમસ્યાઓનો ભય પણ ઓછો થઇ જાય છે.

2. વાળના ખોડાથી મેળવો આઝાદી :

જો તમારા વાળમાં ખોડો છે તો દહીંમાં કાળામરીનું ચૂર્ણ મિક્ષ કરીને વાળના મૂળમાં લગાવો અને લગભગ 20 થી 25 મિનિટ પછી ધોઈ નાખો. આનાથી વાળ માંથી ખોડો દૂર થઈ જાય છે.

3. અનિદ્રાથી પણ અપાવે છુટકારો :

જો તમે ઊંઘ ન આવાની સમસ્યા છે, તો આજથી જ નિયમિત એક વાટકી દહીં ખાવાનું શરુ કરી દો. આનાથી તમારી અનિદ્રાની સમસ્યાથી તમને જલ્દી જ છુટકારો મળી જશે.

4. વાળને ખરતા રોકે :

જો તમારા વાળ પણ વધારે માત્રામાં ખરી રહ્યા છે, તો એના માટે આ ઉપાય કરો. તમારે વાળને ધોવાના ઓછા માં ઓછા અડધો કલાક પહેલા એમાં દહીં લગાવો. પછી અડધો કલાક વાળને સારી રીતે સુકાવા દો. ત્યારબાદ વાળને ઠંડા પાણીથી ધોઈ લો. આ ઉપાયથી ન ફક્ત વાળ ખરતા બંધ થાય છે પણ મજબૂત અને ચમકદાર પણ બને છે.

5. શરીરને ઠંડક આપે છે દહીં :

જણાવી દઈએ કે દહીં માંથી બનેલ છાસ અથવા લસ્સી પીવાથી પેટની ગરમી દૂર થાય છે, અને શરીરમાં પાણીની કમીની સમસ્યા પણ દુર થઇ જાય છે. ઉનાળામાં દહીં ઘણું ફાયદાકારક છે.

6. પાચનક્રિયા મજબૂત કરે છે :

મિત્રો દહીંમાં રહેલું શુગર એડીસ શરીરની પાચનક્રિયાને પણ મજબૂત કરે છે.

7. સાંધાના દુ:ખાવામાં આરામ :

જો તમને પણ સાંધાના દુ:ખાવાની સમસ્યા છે, તો આજથી જ એક વાટકી દહીંમાં હિંગનો વઘાર લગાવીને ખાવાનું શરુ કરો. આનાથી સાંધાના દુ:ખાવામાં રાહત થાય છે.

8. ઓઈલી ત્વચાને દૂર કરે :

દહીંમાં મધ મિક્ષ કરીને ચહેરા પર લગાવવાથી વધારાનું તેલ તત્વ દૂર થાય છે, અને તમારી ત્વચાને એક નવી ચમક મળે છે.

9. હાડકા, દાંત અને નખ માટે ફાયદાકારક :

મિત્રો દહીંમાં કેલ્શિયમ ઘણી વધારે માત્રામાં હોય છે. અને તે શરીરના હાડકા, દાંત અને નખના વિકાસ અને સુરક્ષા માટે ખુબ ફાયદાકારક હોય છે.

10. રોગ પ્રતિકારક ક્ષમતાને વધારે :

દહીં આપણા શરીરની શ્વેત લોહીની કોશીકાઓની સંખ્યાને વધારે છે. જેનાથી બીમારીઓથી લડવાની રોગ પ્રતિકારક ક્ષમતા ઝડપથી વધે છે.

11. સુપાચ્ય :

ઘણા લોકો એવા હોય છે જેમને દૂધ નથી પચતું. તો એ લોકો દહીંનું સેવન કરીને દૂધમાં રહેલા બધા પોષક તત્વોને સરળતાથી મેળવી શકે છે. કારણ કે દહીં સુપાચ્ય હોય છે.

12. મોં ના ચાંદાથી છુટકારો :

જાણકારી માટે જણાવી દઈએ કે મોં માં થયેલા ચાંદાથી છુટકારો મેળવવા માટે દિવસમાં ઓછામાં ઓછું 3 થી 4 વાર ચાંદા પર દહીં લાગવવું.

13. ખીલ અને ડાઘ દુર કરે :

જો તમારા ચહેરા પર ખીલ અને ડાઘ છે, તો ખાટ્ટા દહીંનો લેપ દરરોજ ચહેરા પર લગાવો. અને જ્યારે આ લેપ સુકાઈ જાય તો ચહેરો સ્વચ્છ પાણીથી ધોઈ નાખો. તમને ફાયદો થશે.

14. પરસેવાની દુર્ગંધથી રાહત અપાવે :

જો તમને પણ આ સમસ્યા છે, તો દહીં અને બેસનનું મિશ્રણ તૈયાર કરી એની માલિશ કરો. અને થોડી વાર પછી સ્નાન કરી લો. આનાથી પરસેવાથી આવવા વાળી દુર્ગંધથી આરામ મળે છે.

15. ત્વચાને નિખારે :

જાણકારી માટે જણાવી દઈએ કે દહીંમાં લીંબુનો રસ મિક્ષ કરીને શરીર પર લગાવવાથી ત્વચામાં નિખાર આવે છે અને ત્વચા પણ ચમકવા લાગે છે.