ચા ના કુચા ભૂલથી પણ ફેંકવાની ભૂલ કરસો નહિ, સોનાથી પણ કિંમતી છે આના ફાયદા

0
25992

ભૂલથી પણ ચા ના કુચા ફેંકવાની ભૂલ ના કરવી, તેના ફાયદા સોનાથી પણ કિંમતી છે, જાણો

દુનિયામાં ઘણી બધી એવી વસ્તુઓ છે, જે આપણા માટે ઘણી કિંમતી સાબિત થઇ શકે છે. પણ એના વિષે આપણને પૂરતી જાણકારી ન હોવાને કારણે આપણે એનું મહત્વ સમજી નથી શકતા અને એને બરબાદ કરી દઈએ છીએ. એમાંથી એક વસ્તુ વિષે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા માટે કચરા સમાન છે. પણ એની સાચી કિંમત કેટલાક તોલા સોના કરતા પણ વધારે છે. અને આ કોઈ બીજી વસ્તુ નહિ પણ એ ચા છે કે કદાચ તમારી આદત બની ગઈ છે.

આપણા માંથી લગભગ દરેક લોકોની આદત હોય છે કે ચા ને કપમાં ગાળિયા પછી ચા પત્તીને કચરામાં ફેંકી દઈએ છીએ. પરંતુ, આ વાત ખુબ ઓછા લોકો જાણે છે કે એકવાર ઉપયોગ કર્યા પછી ચા પત્તીનો બીજી વાર ઘણા કામમાં ઉપયોગ કરી શકો છો. આજે અમે તમને જણાવીશું કે આ ચા પત્તીને ફેંકવાની જગ્યા પર આને બીજી વાર કઈ કઈ જગ્યાએ તમે કામમાં લઈ શકો છો. મિત્રો એના માટે તમે સૌથી પહેલા ચા બનાવ્યા પછી બચેલી ચા પત્તીને ફેંકવાની જગ્યા પર તેને સારી રીતે સાફ કરી લો. ચા પત્તીને એવી રીતે સાફ કરો કે જેનાથી ખાંડનો મીઠો સ્વાદ ચાલ્યો જાય. પછી તમે આ ચા પત્તીને અલગ અલગ કામમાં ઉપયોગ કરી શકો છો.

બચેલી ચા પત્તીના સારી રીતે સાફ થઇ ગયા પછી નેચરલ કંડિશનરના રૂપમાં તમે એનો ઉપયોગ કરી શકો છો. નેચરલ કંડિશનરના રૂપમાં ચા પત્તીનો ઉપયોગ કરવા માટે ચા પત્તીને એકવાર પાણીમાં ફરીથી ઉકાળો અને તેના પછી તે પાણીથી તમારા વાળ ધોઈ લો. તમારા વાળનું કંડિશનિંગ થઇ જશે.

તમે લોકો આ બચેલી ચા પત્તીનો બીજો ઉપયોગ વાસણ સાફ કરવા માટે પણ કરી શકો છો. આ માટે તમારે ચા પત્તીને પોતાના વાસણ ધોવા વાળા પાઉડર માં મિક્ષ કરી નાખો. આનાથી ઘરના બધા વાસણમાં ચમક આવવા લાગશે અને સફાઈ સારી રહશે.

જે ચા પત્તીને તમે હમણાં સુધી કચરામાં ફેંકી દેતા હતા, તેને તમે ખાતર તરીકે પણ ઉપયોગ કરી શકો છો. તે છોડ માટે ખુબ ઉપયોગી ખાતરનું કામ કરે છે. આના ઉપયોગથી છોડવા સ્વસ્થ રહે છે. આ એક ઘણી મોટી ઉપલબ્ધી છે. એના ઉપયોગથી તમે જે ખાતર પાછળ ખર્ચ કરો છો તે ઓછો થઇ જશે. અને આના ઉપયોગથી છોડ જલ્દી મોટા થશે.

ચા પત્તીમાં એન્ટિઓક્સિડેંટ હોય છે. જે ઘા લાગેલ હોય તો તેના પર ખુબ ફાયદાકારક છે. આ માટે ચા પત્તીના પાણીથી પોતાનો ઘા સાફ કરી નાખો. આવું કરવાથી ઘા જલ્દી સારો થઇ જાય છે.

ફર્નિચર સાફ કરવા માટે પણ તમે એનો ઉપયોગ કરી શકો છો. એના માટે વધેલી ચા પત્તીને તમે બે વાર સારી રીતે પાણીમાં ધોઈ લો. પછી એ પાણીથી ફર્નિચર સાફ કરો. એવું કરવાથી તમારું ફર્નિચર એકદમ નવું દેખાવા લાગશે. આમ કરવાથી તમારે બજાર માંથી બીજી કોઈ ફર્નિચર સાફ કરવાની પ્રોડક્ટ નહિ લાવી પડે.

જો તમે સફેદ ચણા બનાવવા જઈ રહ્યા હોવ તો આ માટે પણ તમે ચા પત્તીનો ઉપયોગ કરી શકો છો. તે માટે ચા પત્તીની પોટલી બનાવો અને તેને એક વાસણમાં ચણાની સાથે નાખીને ઉકાળો, તેનાથી ખાવાનું સારું બનશે.

વધેલી ચા પત્તીને પાણીમાં નાખીને એને ગરમ કરો, અને એ પાણીને અલગ કરી એને સ્પ્રે વાળી બોટલમાં ભરી દો. એનો તમે કાચ સાફ કરવા માટે ઉપયોગ કરી શકો છો. એનાથી કાચ ચમકવા લાગશે. ચા માખીઓથી છુટકારો આપવાનું પણ કામ કરે છે. જો તમે ઘરમાં ઘણી બધી માખીઓથી પરેશાન છો તો તમે બચેલી ચા પત્તીને એક ડોલમાં નાખીને પુરા ઘરમાં પોતું લગાવો. માખીઓથી રાહત મળશે.