ભારતીય સેના, નૌસેના અને વાયુસેનાની સલામી કેમ અલગ અલગ હોય છે? તમને ખબર છે એના વિષે?

0
1741

આપણા દેશની ત્રણ સેનાઓ છે, થલસેના (જમીન પર રહેતી સેના), નૌસેના અને વાયુસેના. અને આ ત્રણેય આપણું ગૌરવ છે. જણાવી દઈએ કે ભારતીય સૈનિકોની વચ્ચે સલામી આપવી એક સન્માન અને વિશ્વાસનો સંકેત છે, સાથે જ ચમકતી વર્દી તેમની ગૌરવપૂર્ણ દેશની સેવા, શિષ્ટાચાર અને શિષ્ટતાને પ્રદર્શિત કરે છે. રોચક વાત એ છે કે સેનાની વિભિન્ન શાખાઓમાં સલામી અલગ-અલગ હોય છે. ભારતમાં થલસેના, વાયુસેના અને નૌસેનામાં અલગ-અલગ સલામી હોય છે અને તેમાંની દરેકનો અલગ અર્થ અને કારણ છે.

આપણી ત્રણેય સેનાઓની સલામી વિષે જાણીને ચકિત થઇ જશો.

ભારતીય સેના : ખુલ્લી હથેળીથી સામેની બાજુ સામનો કરે છે : આપની ભારતીય સેનામાં, સલામી હથિયારની સાથે એક ખુલ્લી હથેળી ઇશારાથી અપાય છે. અને સલામી આપતી વખતે બધી આંગળીઓ અને અંગુઠો ટોપીની સજાવટી પટ્ટી અને ભ્રમરને સ્પર્શ કરે છે. આ સૈનિકોની વચ્ચે વિશ્વાસ સ્થાપિત કરવાની સાથે જ એવું પણ સાબિત થાય છે કે વ્યક્તિના મનમાં સલામી આપતી વખતે કોઈ ખરાબ ભાવના નથી.

ભારતીય વાયુસેના : ખુલ્લી હથેળીઓથી ૪૫ ડીગ્રીનો ખૂણો બનાવીને જમીનની તરફ સામનો કરે છે : જણાવી દઈએ કે માર્ચ ૨૦૦૬ માં, ભારતીય વાયુસેનાએ પોતાના કર્મચારીઓ માટે સલામીના નવા માપદંડોને જાહેર કર્યા છે. આ નવી સલામીમાં હથેળીને જમીન તરફ ૪૫ ડીગ્રીનો ખૂણો બનાવીને સલામી આપવાના માપદંડોને સમાવિષ્ટ કરાયો છે. આપણી ભૂમિ સેના, નૌસેના અને વાયુસેનાની સલામીમાં બારીક લાઈન છે, તેની ઓળખ જરૂરી છે. તમને જણાવી દઈએ કે તેના પહેલા, ભારતીય વાયુસેનાની સલામી અને ભુમી સેનાની સલામી એક પ્રકારની હતી.

ભારતીય નૌસેના : ખુલ્લી હથેળીઓથી જમીનની તરફ સામનો કરે છે : ભારતીય નૌસેનામાં, સલામી આપતી વખતે હથેળી માથા પર સ્પર્શ કરીને ૯૦ ડીગ્રીના ખૂણા પર જમીનનો સામનો કરીને સલામી આપવામાં આવે છે. વાસ્તવમાં, આની પાછળ કારણ એ છે કે ભારતીય નૌસેના હંમેશા જહાજ પર કામ કરવાના લીધે તેમના હાથ તેલ અથવા તેલના ડાઘાંના કારણે હાથ ગંદા થઇ જાય છે. એવી સ્થિતિમાં હાથોને છુપાવવા માટે ખુલ્લી હથેળીઓથી જમીનની તરફ સલામી આપે છે.

હવે જો વાત દેશ અને દેશ ભક્તિની આવે તો આપણા સૈનિક ચાચાને કેમ ભૂલાય. જો તમે એમના વિષે નહિ જાણતા હોવ તો આજે જાણીલો કોણ છે સૈનિક ચાચા. તે એકમાત્ર ચાચા છે જેમણે ૩ લડાઈમાં ભાગ લીધેલો છે. તેમણે કહ્યું કે ”મારા હૃદયમાં ભારત વસે છે.”

મિત્રો સૈનિક ચાચાના નામથી પ્રસિદ્ધ 84 વર્ષના કમ્મું ખા ભારતના એક માત્ર એવા સૈનિક છે, જે ત્રણ લડાઈઓનો ભાગ રહી ચુક્યા છે. આમતો તે ઇજનેરી કોરમાં ફિટર તરીકે કાર્યરત હતા, પરંતુ સેનાની સાથે તેમણે પણ યુદ્ધનાં મોરચે જવાનું થતું. તમને જણાવી દઈએ કે 19 વર્ષના સેવાના કાર્યમાં એમને 9 મેડલ મળ્યા છે.

તે 1953 માં સેનામાં ભરતી થયા થયા હતા, ત્યારબાદ તેમણે 1962 માં ચીન સાથે, પાકિસ્તાન સાથે 1965 માં અને બાંગ્લાદેશની 1971 ની લડાઈમાં યુદ્ધ કર્યુ હતું. આટલી મોટી ઉંમરે સૈનિક ચાચાની યાદશક્તિ આજે પણ જોરદાર છે અને યુદ્ધકાળની ઘટનાઓને તે સંપૂર્ણ માહિતી સાથે સંભળાવે છે. 1962માં ચીન સાથેની લડાઈને યાદ કરતા તે કહે છે કે તે સમયમાં સિક્કિમમાં તેમની ભરતી થઇ હતી. તેમનું કામ યુદ્ધ દરમિયાન ઉપયોગમાં લેવાયેલી મશીનરીને સાચવી રાખવાનું હતું. સાથે જ બારુદી સુરંગો લગાવવાનું અને તેમને દૂર કરવાનું કામ પણ તેમની જ બટાલિયનનું હતું. જે તેમણે ઈમાનદારી અને બહાદુરી સાથે કર્યુ હતું.

તે કહેતા હતા કે તેમણે તે યુદ્ધ દરમિયાન એક ચીની જાસૂસને પકડ્યો હતો, ત્યારે તેણે દેશમાં તેમના જેવા 6-7 જાસૂસો હોવાની વાત સ્વીકારી હતી. 1965ના યુદ્ધ દરમિયાન તે પુણેમાં આવેલી કોલેજ ઓફ મિલિટ્રી એન્જિનિરીંગમાં રહ્યા. તેઓ તે યુદ્ધમાં સીધી રીતે સંકળાયેલા ન હતા, પરંતુ તેમની યુનિટનો ફાળો હતા.

1971માં બાંગ્લાદેશના યુદ્ધમાં તે ઘણા મોરચામાં રહેલા હતા. તે પોતાની યુનિટ સાથે બાંગ્લાદેશની રાજધાની ઢાકા સુઘી પહોંચ્યા. તેઓ જણાવે છે કે ત્યાં લગભગ 10 હજાર મહિલાઓને ભારતીય સેનાએ પાકિસ્તાનની ટુકડીના ચંગુલમાંથી મુક્ત કરાવી હતી. બધી મહિલાઓને સંપૂર્ણ સમ્માન આપવામાં આવ્યું હતું. અમારી ટુકડીએ ક્યારેય ખરાબ કાર્ય કરેલું નથી. આ યુદ્ધ સિવાય નાગાના બળવાખોરો સાથે સેનાના સંઘર્ષોમાં પણ તેઓ જોડાયેલા હતા. 19 સપ્ટેમ્બર 1972માં તેઓ નિવૃત થઇ ગયા. સલામ છે એમની બહાદુરી અને એમના સંઘર્ષને. જય હિંદ.