કરોડોની કમાણી કરે છે, છતાં આજે પણ આ મોટા કલાકારના ઘેર માટીના ચૂલ્હા ઉપર જ ખાવાનું બને છે, જાણો કોણ છે એ

0
5214

બોલીવુડની દુનિયા ઘણી મોટી છે. અહી ઘણા બધા કલાકાર છે. અને તમને બોલીવુડમાં એવા ઘણા કલાકારો જેવા મળી જશે, જેમણે પોતાના અભિનયથી લોકોના દિલ અને દિમાગમાં એક ન ભૂંસાઈ શકે તેવી છાપ બનાવી છે. અને થોડા મોટા કલાકારો એવા પણ છે, જે આ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં દેશની નાની એવી જગ્યાએથી આવ્યા છે, પણ તે છતાંપણ તેમણે ફિલ્મી દુનિયામાં ખુબ લોકપ્રીયતા મેળવી છે.

એમ કહીએ કે નાના શહેરોના હોવા છતાં પણ આ કલાકારોએ પોતાની એક જુદી જ ઓળખ બનાવી છે, તો કઈ ખોટું નહી ગણાય. અને આજે અમે તમને બોલીવુડના એક એવા મોટા કલાકાર વિષે જણાવવાના છીએ, જે આમ તો ફિલ્મોથી કરોડો રૂપિયા કમાય છે, પણ તેમના ઘરમાં આજે પણ લાકડાથી જ ચૂલો સળગે છે.

તમે બરાબર વાંચ્યું. અસલ ગામડામાં જોવા મળતો ચૂલો. આજે પણ તેમના ઘરમાં લાકડાથી ચૂલા ઉપર ખાવાનું બનાવવામાં આવે છે. તેમની એક ફિલ્મ ‘નીલ બટે સન્નાટા’ એ તો દર્શકોના દિલને હરી લીધું હતું. તો હવે તમે એમને ઓળખી ગયા હશો. તમને જણાવી દઈએ કે અમે અહિયાં પંકજની વાત કરી રહ્યા છીએ. જેમણે ફૂકરે, મસાન, રન, ઓમકારા, ગુંડે, મંજીલ, બરેલી કી બરફી અને ગેંગસ ઓફ વાસેપુર તેમજ ન્યુટન જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યુ છે.

તમને જાણીને નવાઈ લાગશે કે પંકજ આજે ભલે જ એક સફળ બોલીવુડ સેલીબ્રીટી બની ગયા હોય, પણ તેમની રહેણી કરણી આજે પણ એક ગામડાના વ્યક્તિ જેવી જ છે. પંકજ ત્રિપાઠી બિહારના ગોપાલ ગંજના બેલસંડના રહેવાસી છે. પોતે ફિલ્મોમાં કામ કરતા હોવાને કારણે તેમના ગામમાં હાલમાં તેમના માતા પિતા અને સબંધીઓ જ રહે છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે પંકજ હકીકતમાં એક ખેડૂત કુટુંબ સાથે સબંધ ધરાવે છે. પંકજના પિતાનું નામ બનારસ ત્રિપાઠી અને માતાનું નામ હેમંત દેવી છે. પંકજે ‘ગેંગસ ઓફ વાસેપુર’ માં ઘણું ઉત્તમ કામ કર્યુ હતું. હાલમાં એમને કોઈ ઓળખની જરૂર રહેતી નથી. આમ તો આજે પણ તેમના ગામમાં કોઈ પાકો રોડ નથી. ત્યાં સુધી કે પંકજ પોતે બોલીવુડની દુનિયામાં કામ કરે છે, પણ તેમના ગામમાં 20 કી.મી. દુર માત્ર એક જ સિનેમાઘર છે. પંકજે એક ઈન્ટરવ્યું દરમિયાન જણાવ્યું હતું, કે થોડા દીવસો પહેલા તો તેમના બિહાર વાળા ઘરમાં ટીવી પણ ન હતું.

ત્યાં સુધી કે દસમાં ધોરણ સુધી તેને એ પણ ખબર ન હતી કે ફિલ્મો શું છે, અને અગ્યારમાં ધોરણમાં આવતા તેણે ખેતી કરવાનું શરુ કરી દીધી. જણાવી દઈએ કે બાળપણમાં પંકજ છઠ પૂજા દરમિયાન એક નાટકમાં છોકરીનું પાત્ર ભજવ્યું હતું. તેનાથી લોકોને તેનો અભિનય ખુબ પસંદ પડ્યો હતો. બસ ત્યારથી તેના મનમાં અભિનયને લઈને કેરિયર બનાવવાનો વિચાર ઉત્પન થયો. આમ તો ત્યાર પછી તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને દિલ્હી એનએસડી સ્કુલમાં પ્રવેશ મેળવ્યો. બસ ત્યાંથી તેમના અભિનયની શરૂઆત થઇ.

આજની તારીખમાં આટલા મોટા કલાકાર બન્યા પછી પણ પંકજ લાકડા વાળા ચૂલા ઉપર બનેલું ખાવાનું ખાવું જ ગમે છે. જો કે ખરેખર ગૌરવની વાત છે. 2018 ની ફિલ્મ સ્ત્રીમાં એમનો અભિનય ઘણો સારો હતો. અને તે વેબ સીરીઝ સેક્રેડ ગેમ્સ અને મિરઝાપુરમાં જોવા મળ્યા હતા. આ બંને વેબ સિરીઝે ધૂમ મચાવી છે.

અમારા સૌ વાચક મિત્રોને 26 મી જાન્યુઆરીની હાર્દિક શુભકામના. જય હિંદ.