દુનિયામાં લોકોનું ત્રણ ભાગમાં વિભાજન થયું છે. પૈસાદાર, ગરીબ અને મધ્યમ વર્ગ ફેમીલી. આ દરેકની આર્થિક કમાણી જુદી જુદી હોય છે પણ તેમાં સમાનતા એ હોય છે કે સંતુષ્ટ કોઈ નથી હોતું. પૈસાદાર માણસ પણ પોતાના પૈસા રોજ બમણા કરવાનું વિચારે છે, કેમ કે પૈસા માણસની જરૂરિયાત હોય છે અને તેના વગર કોઈપણ માણસ એક ડગલું પણ ચાલી નથી શકતા. તેઓ પોતાની મૂડી યોગ્ય જગ્યાએ રોકીને અબજો પતિ બની જાય છે. ગરીબને પૈસા કમાવવાની ચિંતા હોય છે, કારણ કે એની પાસે સામાન્ય જરૂરિયાત માટે પણ પૈસા નથી હોતા. અને મધ્યમ વર્ગના લોકો તો બંને વચ્ચે પીસાતા જ હોય છે.
તમે જાણો જ છો કે અબજોપતિ વ્યક્તિઓના શોખ પણ ઘણા મોટા હોય છે. તેઓ પોતાના શોખ પુરા કરવાં માટે બેફામ પૈસા વાપરે છે. પોતાના જીવનની દરેક જરૂરિયાત પૂરી કરવાં માટે તે આપની જેમ વિચાર નથી કરતા કે આ વસ્તુ લઉં કે નઈ લઉં. અને અબજોપતિ વ્યક્તિઓની વાત થતી હોય અને સાઉદી અરબના રાજકુંવર મોહમ્મદ બિન સલમાન કેમ રહી જાય. તે પોતે સાઉદી અરબના રાજકુંવર અને પ્રધાનમંત્રી છે. અને ખાસ વાત એ છે કે એમનું આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સારું બને છે.
સાઉદી અરબ નામ આવે એટલે પૈસા જ પૈસા દેખાય છે. સાઉદી અરબના ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાનએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મિત્રતા વધારવાનું શરુ કરી દીધું છે. તેમણે મોદીને વિશ્વાસ આપ્યો છે કે તે ભારતમાં તેલની ખોટ નહિ થવા દે. રાજકુંવર સલમાન અને મોદીની આ મિત્રતા આગળ વધે છે, તો એ ભારતને ઘણું ઉપયોગી બની શકે છે.
તમને જણાવી દઈએ કે રાજકુંવર સલમાન પોતાની મિત્રતા અને સંપત્તિ માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. ૨૦૧૭ સુધી તેની પાસે લગભગ ૨૦૦ અબજની મિલકત હતી. દુનિયાનું સૌથી મોટું તેલ નિકાસનો વ્યવસાય એમની પાસે હોવાને કારણે તેની મિલકત ઝડપથી વધી રહી છે, તે આ મિલકતને લુટાવવામાં પાછા નથી પડતા. ૨૦૧૫ માં સાઉદી શાહ સલમાનએ પોતાના ૫૭ વર્ષના મોહમ્મદ બિન નાયેફને દુર કરીને પોતાના દીકરા મોહમ્મદ બિન સલમાનને ક્રાઉન પ્રિંસ જાહેર કર્યા. સાથે જ, તેને પ્રધાનમંત્રી પણ બનાવી દીધા.
આ જ ક્રાઉન પ્રિન્સ સલમાને થોડા વર્ષો પહેલા માલદીવમાં પોતાના જન્મ દિવસની પાર્ટીનું આયોજન કર્યુ હતું. મીડિયા રીપોર્ટના જણવ્યા અનુસાર, એક રાતની પાર્ટી માટે સલમાને (૮૦ લાખ ડોલર) ૫૨ કરોડ રૂપિયા લુટાવી દીધા હતા. બોલો હવે આમને કોણ કહે કે આટલા રૂપિયામાં આપણે કેટલા બધા વર્ષો કાઢી નાખીએ.
તેમજ આ પાર્ટીમાં પીટ બુલ, જે-લો અને શકીરા જેવા મોટા સેલીબ્રીટીઝને બોલાવવામાં આવ્યા હતા. બીજા મોટા સ્ટાર પણ આ પાર્ટીમાં હાજર હતા, તેમાં જેનીફર લોપેઝ અને ગમગમ સ્ટાઈલ ફેમ પીએસવાઈના નામ રહેલા છે. પ્રિંસ સલમાનએ આ પાર્ટી માટે આજુ-બાજુના ઘણા પ્રિંસ અને જાણીતા વ્યક્તિઓને પણ આમંત્રિત કર્યા હતા. આ અબજોપતિ સલમાનએ હાલમાં એક સુપર લકઝરી યાટ પણ ખરીદી છે. લગભગ ૩૬૦ કરોડ રૂપિયાની કિંમતમાં આ યાટ રૂસના એક બિઝનેસમેન પાસેથી ખરીદવામાં આવી હતી.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.