કોઈ પણ જાતની દવાઓના સેવન વગર શરીરનો દરેક દુ:ખાવો થઈ જશે દૂર, તમારે ફક્ત આવું કરવાનું છે.

0
4041

જેમ જેમ સમય આધુનિક થતો જઈ રહ્યો છે, તેમ તેમ માણસની શારીરિક તકલીફોમાં પણ વધારો થઇ રહ્યો છે. માણસે ઘણા પ્રકારની સમસ્યાઓ માંથી પસાર થવું પડી રહ્યું છે. વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને શરીરના કોઈને કોઈ ભાગમાં દુ:ખાવો જરૂર રહે છે. લોકો એનાથી છુટકારો મેળવવા માટે બજારમાં મળી રહેલી ઘણી બધી દવાઓનું સેવન કરે છે. પરંતુ દવાનું વધુ સેવન સેવન કરવું આપણા આરોગ્ય માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, દવાઓનું સેવન આપના આરોગ્ય ઉપર ખરાબ અસર કરે છે. જો તમારે પણ શરીરના દુ:ખાવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, તો આજે અમે તમને એક એવો ઉપાય જણાવવાના છીએ જે અપનાવીને તમે દવા ખાધા વગર જ તમારા દુ:ખાવાને મૂળમાંથી દુર કરી શકો છો.

મિત્રો આપણા હાથની દરેક આગળીઓ શરીરના અલગ અલગ ભાગો સાથે જોડાયેલી હોય છે. અને તમે એની મદદથી આ સમસ્યામાં રાહત મેળવી શકો છો. તમે દુ:ખાવાની દવા ખાવાને બદલે એક સરળ અને અસરકારક ઉપાયનો ઉપયોગ કરી શકો છો. અને આજે અમે તમને એના વિષે જણાવીશું, તો આ લેખ જરા ધ્યાનથી વાંચજો.

અમે જે ઉપાય જણાવવાના છીએ એના દ્વારા તમે તમારા શરીરના કોઈપણ ભાગના દુ:ખાવાને માત્ર હાથની આંગળીઓને ઘસવાથી દુર કરી શકશો. આપણા હાથની પાંચે આગળીઓ જુદી જુદી બીમારીઓ અને ભાવનાઓ સાથે જોડાયેલી હોય છે. અને એ વાત સાચી છે કે હાથની આંગળીઓ ચિંતા, ડર અને ચીડિયાપણાને દુર કરવાની ક્ષમતા ધરાવે છે. આંગળીઓ ઉપર હળવેથી દબાણ આપવાથી જ આપણા શરીરના ઘણા ભાગો ઉપર અસર પડવા લાગે છે.

આવો જાણીએ આંગળીઓના માધ્યમથી આપણા શરીરના અંગોના દુ:ખાવાથી કેવી રીતે મેળવવો છુટકારો :

અંગુઠો :

જણાવી દઈએ કે આપણા ફેફસાનો સંબંધ આપણા અંગુઠા સાથે હોય છે. સીધી રીતે કહીએ તો આપણો અંગુઠો ફેફસા સાથે જોડાયેલો હોય છે. જો ક્યારેય પણ તમારા હ્રદયના ધબકારા ઝડપી થવા લાગે, તો તે સ્થિતિમાં તમે હળવા હાથે અંગુઠા ઉપર મસાજ કરો, પછી હળવેથી એને ખેંચો. તમે એમ કરો છો તો તમને ઘણી રાહત મળશે.

તર્જની આંગળી :

મિત્રો આપણા હાથની જે તર્જની આંગળી છે, તે આપણા આંતરડા સાથે જોડાયેલી હોય છે. એવામાં જો તમને ક્યારેય પણ પેટના દુ:ખાવાની તકલીફ થાય છે, તો તે સ્થિતિમાં તમે તમારી તર્જની આંગળીને હળવેથી ઘસો. એમ કરવાથી તમારો દુ:ખાવો તરત દુર થઈ જશે.

વચ્ચે વાળી આંગળી :

જાણકારી માટે જણાવી દઈએ કે, આપણા હાથની બરોબર વચ્ચે રહેલી આંગળી પરીસંચારણતંત્ર અને પરીસંચારણ સીસ્ટમ સાથે જોડાયેલી હોય છે. જો તમને ક્યારે પણ ચક્કર આવવા લાગે કે પછી તમારું મન ગભરાવા લાગે, તો તેવી સ્થિતિમાં તમે તમારી વચ્ચે વાળી આંગળી ઉપર હળવેથી માલીશ કરો. તેનાથી તમને તરત આરામ મળી જશે.

ત્રીજી આંગળી :

મિત્રો હાથની ત્રીજી આંગળી જે છે, તે આપણી મનોદશા સાથે જોડાયેલી હોય છે. ઘણી વાર આપણી સાથે એવું થાય છે કે, આપણો મુડ સારો નથી હોતો કે આપણા મનમાં અશાંતિ રહે છે. તો એવી સ્થિતિમાં આપણે આપણી ત્રીજા નંબરની આંગળી ઉપર હળવેથી મસાજ કરવી જોઈએ અને તેને ખેંચવી જોઈએ. એમ કરવાથી તમને ઘણું સારું અનુભવ થશે અને મન પણ સારું થઈ જશે.

નાની આંગળી :

હવે છેલ્લે આવે છે આપણા હાથની સૌથી છેલ્લી અને સૌથી નાની આંગળી. એનો સંબંધ કીડની અને આપણા માથા સાથે હોય છે. જો તમને ક્યારે પણ માથામાં દુ:ખાવાની તકલીફ થાય છે, તો તે સ્થિતિમાં તમે તમારી નાની આંગળીને હળવેથી દબાવો અને એની મસાજ કરો. તમારો માથાનો દુ:ખાવો બંધ થઈ જશે. જો તમે તમારી નાની આંગળી ઉપર મસાજ કરો છો તો તેનાથી તમારી કીડની પણ સ્વસ્થ રહે છે.

માહિતી ગમી હોય તો લાઈક અને શેયર જરૂર કરજો.