જો શરીર કરે આવી રીતે રિએક્ટ, તો સમજી જેવું કે વધી રહ્યું છે તમારું કોલેસ્ટ્રોલ લેવલ.

0
4832

શરીરમાં કોલેસ્ટ્રોલ વધવું એ આજકાલ ધણી સામાન્ય વાત થઈ ગઈ છે. પણ જણાવી દઈએ કે, આપણા શરીરની દરેક કોશિકાના જીવન માટે કોલેસ્ટ્રોલ હોવું ઘણું જરૂરી છે. તેમજ કોલેસ્ટ્રોલ આપણે ખાધેલું ભોજન પચાવવામાં પણ મદદ કરે છે. હકીકતમાં કોલેસ્ટ્રોલ એક ચરબી જેવો પદાર્થ હોય છે, જે ચરબીયુક્ત હોવાના કારણે લોહીમાં ભળતો નથી, અને લોહીની સાથે શરીરમાં સંચારિત થતો રહે છે.

પણ તે નિયંત્રિત પ્રમાણમાં હોય ત્યાં સુધી સારું છે. જો શરીરમાં કોલેસ્ટ્રોલ વધારે માત્રામાં હોય તો તે હ્ર્દયના સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. એટલા માટે એને નિયંત્રિત માત્રામાં રાખવું ઘણું જરૂરી હોય છે. તમે લોહીની તપાસ કરાવીને આની સ્થિતિ વિષે જાણી શકો છો.

તેમજ એનું પ્રમાણ વધવાની સાથે તે તમારા શરીરમાં કેટલાક લક્ષણ પણ જણાવે છે. એના પરથી પણ તમે સમજી શકો છો કે તમારું કોલેસ્ટ્રોલ લેવલ વધી રહ્યું છે. અને આજે અમે તમને આ લેખના માધ્યમથી અમુક એવા જ લક્ષણ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને ખબર પડશે કે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ વધારે છે.

હાથ-પગ થથરવા :

જાણકારી માટે જણાવી દઈએ કે, લોહીમાં કોલેસ્ટ્રોલ વધવાથી લોહીના પુરવઠામાં અડચણ આવે છે. જેને કારણે હાથ અને પગ થથરવા લાગે છે. આ સિવાય વગર કોઈ કારણે દુ:ખાવો પણ થાય છે. જો આવું થાય તો તમારે સતર્ક થવાની જરૂર છે.

ગળામાં દુઃખાવો :

જ્યારે કોલેસ્ટ્રોલ વધે છે ત્યારે શરીરની કેટલીક રક્ત વાહિનીઓ બ્લોક થઇ જાય છે, જેનાથી માથામાં લોહીનું સંચાર ઓછું થઇ જાય છે. એવામાં માથાની પાછળના ભાગમાં અને ગળા અને ખભામાં દુઃખાવો થવા લાગે છે. આના સિવાય ખભા અને ગળામાં સોજો થવાની પણ સંભાવના હોય છે.

ઝડપી ધબકારા :

કોલેસ્ટ્રોલ વધવાનું આ લક્ષણ ઘણું જલ્દી સમજાય જાય છે. સામાન્ય રીતે એક્સરસાઇઝ કે પછી બીજા મહેનત વાળા કામ કરવાથી શરીરમાં લોહીનું સંચાર વધી જાય છે, જેનાથી હ્ર્દયના ધબકારા ઝડપી થઇ જાય છે. અને આ એક સામાન્ય ઘટના છે. પરંતુ જો થોડું વધારે દૂર ચાલવાથી તમારા શ્વાસ ફૂલવા લાગે છે, અથવા હ્ર્દયના ધબકારા ઝડપી થઇ જાય તો આનો અર્થ છે કે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધી ગયું છે. તમે તરત એની તપાસ કરાવો.

મોટાપો :

જાણકારી માટે જણાવી દઈએ કે, હંમેશા સામાન્ય વજન રહેવા પછી જો અચાનક તમારું વજન સતત વધવા લાગે છે, તો આનો અર્થ છે કે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ વધી ગયું છે. એવામાં તરત ડોક્ટરને સંપર્ક કરો, અને એમનું માર્ગદર્શન લો.

આંખમાં ગ્રે રીંગ :

આ બધા સિવાય તમારી આંખના સફેદ ભાગમાં ગ્રે કલરની રિંગ બનવી પણ શરીરમાં હાઈ કોલેસ્ટ્રોલનો સંકેત છે. વૃદ્ધો લોકોમાં તો આ એક સામાન્ય ઘટના છે. પરંતુ જો તમારી ઉંમર 45 વર્ષથી ઓછી છે, અને તમારી આંખમાં આ ગ્રે રિંગ દેખાઈ આવે છે, તો તરત ડોક્ટરને સંપર્ક કરો. સમય રહેતા એનો ઈલાજ કરવો જરૂરી છે.