આ સ્ટાર્સ ગરીબ બાળકોને દત્તક લઈને બદલી રહ્યા છે તેમનું જીવન, છેલ્લાએ તો 100 થી પણ વધારે બાળકોને લીધા છે દત્તક

0
2884

મિત્રો એ તો તમે સારી રીતે જાણો છો કે આપણા ભારત દેશની વસ્તી દિવસે ને દિવસે વધતી જ જઈ રહી છે. અને આ વધતી જતી વસ્તીને કારણે આપણે ઘણા પ્રકારની સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. વસ્તી વધારે હોવાથી તેની અસર ભારતના અર્થતંત્ર ઉપર પણ પડી શકે છે. આ વધતી જતી વસ્તીને અટકાવવા માટે સરકાર પણ ‘હમ દો હમારે દો’ સૂત્રનો પ્રચાર કરી ફેમીલી પ્લાનિંગની સલાહ આપે છે. આમ તો ત્યાર પછી પણ ઘણા ઓછા લોકો જ તેનો અમલ કરે છે. આમ તો થોડા જાગૃત લોકો એવા પણ હોય છે જે પરિવાર નિયોજનથી પણ એક ડગલું આગળનું વિચારે છે.

તમે આ વાત તો જાણતા જ હશો કે ભારતમાં ઘણા બાળકો અનાથ છે, અને તેની દેખ રેખ કરવા વાળું કોઈ નથી. તેવામાં ઘણા લોકો અનાથ બાળકોને દત્તક લેવાનું પસંદ કરે છે. સામાન્ય રીતે આ અનાથ બાળકોને તેઓ દત્તક લે છે જેમને પોતાના બાળકો કોઈ કારણસર નથી થઇ શકતા. પરંતુ આજે અમે તમને થોડા એવા કલાકારો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે કોઈ મજબુરી વગર પોતાની સ્વેચ્છાએ જ અનાથ બાળકોને દત્તક લઇ લીધા છે. તેવામાં આ કલાકારો ન માત્ર દેશની વધતી જતી વસ્તી રોકવામાં સહયોગ આપી રહ્યા છે, પરંતુ આ માસુમોનું ભવિષ્ય પણ ઉજવળ બનાવી રહ્યા છે.

ગુરમિત ચોધરી અને દેબીના બેનર્જી :

ટીવીની દુનિયાના પ્રસિદ્ધ કલાકારો ગુરમિત અને દેબીનાના લગ્નને ઘણા વર્ષો વીતી ચુક્યા છે. પરંતુ આજે પણ તેમના પોતાના બાળકો નથી. તેવામાં તેમણે બે છોકરીઓને દત્તક લઇ લીધી છે, તેમાંથી પહેલી છોકરી ૬ વર્ષની છે પૂજા અને બીજી ૯ વર્ષની લતા છે. આ બન્ને જ છોકરીઓ અનાથ છે, જેમને ગુરમિત અને દેબીનાના રૂપમાં પોતાના માતા પીતા મળી ગયા છે.

જય ભાનુશાલી અને માહી વીજ :

ટીવીની દુનિયાનું એક બીજુ રીયલ લાઈફ કપલ જેમણે પણ બાળકો દત્તક લીધા છે, અને એ છે જય ભાનુશાલી અને માહી વીજ. એમણે પણ બે અનાથ બાળકોને દત્તક લઇ લીધા છે. તેમાં એક છોકરી છે જયારે એક છોકરો છે. જય અને માહીના લગ્ન વર્ષ ૨૦૧૧ માં થયા હતા ત્યારથી તેમનું પોતાનું કોઈ સંતાન નથી, પરંતુ તેમણે અનાથ બાળકોને દત્તક લઇ લીધા છે. અને તેઓ એમને ખુબ પ્રેમ કરે છે.

સની લીયોની અને ડેનિયલ વેબર :

બોલીવુડ અભિનેત્રી અને આઈટમ ગર્લ તરીકે પ્રખ્યાત સની લીયોનીએ પણ પોતાના પતી ડેનિયલ વેબર સાથે મળીને એક દીકરીને ખોળે લઇ લીધી છે. સનીએ બાળકીનું નામ નિશા કોર વેબર રાખ્યું છે. દત્તક લેતી વખતે બાળકીની ઉંમર ૨૧ મહિના હતી. આમ તો હવે તે થોડી મોટી થઇ ગઈ છે. સનીને બે જોડિયા બાળકો પણ છે જેના માટે તેમણે સરોગેસી (ભાડેની કોખ) નો આધાર લીધો છે.

સમીર સોની અને નીલમ :

ફિલ્મ કલાકારો સમીર સોની અને તેની પત્ની નીલમએ પણ એક અનાથ બાળકીને દત્તક લીધી છે. તે બાળકી તેમણે પોતાના બીજા લગ્ન પછી દત્તક લીધી છે. અને હાલમાં તેઓ એની સાથે ઘણા ખુશ છે.

વિવેક ઓબરોય અને પ્રિયંકા અલવા ઓબરોય :

બોલીવુડના પ્રસિદ્ધ કલાકાર વિવેક ઓબરોયને તમે સારી રીતે ઓળખતા હશો. અને આ કલાકાર બાળકને દત્તક લેવાની બાબતમાં સૌથી આગળ છે. તેમણે તો લગભગ ૧00 થી વધુ બાળકોની જવાબદારી પોતાના માથા ઉપર લઇ લીધી છે. ખરેખર વિવેકએ તો આખા એક ગામને એડોપ્ત કરી રાખ્યું છે. તેવામાં તે ગામના બાળકોનો ભણવાનો અને બીજા ખર્ચ તે પોતે જ ઉઠાવે છે.