બોલીવુડનો પ્રખ્યાત સ્ટાર થયો બરબાદ, બસનું ભાડું આપવા માટે પણ પૈસા નથી, પેઢીયું રડવા બન્યો ચોકીદાર

0
2182

બોલીવુડ ઇન્ડસ્ટ્રી એકમાત્ર એવી ઇન્ડસ્ટ્રી છે, જે કોઈને રાતો રાત સ્ટાર બનાવી દે છે, તો ક્યારેક એક ઝટકામાં જ નીચે પણ પાડી દે છે. અહીં જેટલું સરળ પ્રસિદ્ધિ મેળવવું છે, એટલું જ સરળ બધું લૂંટાઈ જવું પણ છે. ‘ગુલાલ’, ‘પટિયાલા હાઉસ’, ‘બેવકૂફિયા’ જેવી ફિલ્મોમાં મહત્વનું પાત્ર ભજવી ચૂકેલા કલાકાર સવી સિધ્ધુની વાર્તા પણ કઈંક એવી જ છે.

કલાકાર સવી સિધ્ધુ આ કરિયરમાં એટલા બરબાદ થઇ ગયા, કે હવે તે પોતાનું ઘર ચલાવવા માટે સિક્યોરિટી ગાર્ડની નોકરી કરી રહ્યા છે. હાલમાં જ સવીનો એક યુ-ટ્યુબ વિડીયો સામે આવ્યો છે, જેમાં તે પોતાની આપવીતી સંભળાવી રહ્યા છે.

એમણે જણાવ્યું કે, ‘જયારે હું સ્ટ્રગલ કરી રહ્યો હતો ત્યારે અનુરાગ કશ્યપને મળ્યો. એમણે મને ફિલ્મ પાંચમાં કામ આપ્યું. ત્યારબાદ એમણે પોતાની એક ફિલ્મ બ્લેક ફ્રાઈડેમાં મને મહત્વનું પાત્ર ભજવવાનો અવસર આપ્યો. ત્યારબાદ મેં ગુલાલ ફિલ્મમાં કામ કર્યું. સાથે જ મેં યશરાજ, સુભાષજી તેમજ નિખિલ આડવાણી સાથે પટિયાલા હાઉસ ફિલ્મ પણ કરી.’

સવીએ જણાવ્યું કે એમને બાળપણથી જ ફિલ્મોમાં એક્ટિંગ કરવાનો શોખ હતો. શરૂઆતનું ભણતર પૂરું કર્યા પછી તે ચંદીગઢ જતા રહ્યા, અને ત્યાંથી એમણે ગ્રેજ્યુએશન પૂરું કર્યુ. ભણવા દરમ્યાન જ એમને મોડલિંગની ઓફર મળી. ત્યારબાદ તે લૉ ની ડિગ્રી માટે લખનઉ પાછા આવ્યા. સાથે જ સવી થિયેટર કરવા લાગ્યા. એમના ભાઈની નોકરી એયર ઇન્ડિયામાં લાગી ગઈ, તો મુંબઈ આવવું સરળ થઇ ગયું. મુંબઈ પહોંચીને એમણે પ્રોડ્યુસરને મળવાનું શરુ કરી દીધું.

કરિયરની મુશ્કેલીઓ વિષે વાત કરતા એમણે જણાવ્યું કે, ‘કામની ક્યારેય સમસ્યા થઇ નથી. આ બધું મેં જાતે છોડી દીધું. કારણ કે હું કરી શકતો ન હતો. તમે વિચારી શકો છો કે, આ ઇન્ડસ્ટ્રીમાં લોકો પાસે કામ હતું નહિ, અને મારી પાસે એટલું હતું કે હું દરેક કામ કરી શકતો હતો નહિ. મારી સ્વાસ્થ્યની સમસ્યાઓ વધી રહી હતી. સાથે જ મારી નાણાકીય સમસ્યાઓ પણ વધી ગઈ. માટે ઇન્ડસ્ટ્રીમાં મારુ કામ પૂરું થઇ ગયું. મારા માટે સૌથી દુઃખદ સમય એ હતો જયારે મેં મારી પત્નીને ખોઈ. ત્યારબાદ મારા માતા અને પિતા પણ જતા રહ્યા. થોડા સમય પછી મારા સાસુ અને સસરાનું પણ દેહાંત થઇ ગયું. હું એકદમ એકલો પડી ગયો.’

એમણે આગળ જણાવ્યું કે, ‘મારી પાસે અત્યારે ડાયરેક્ટરને મળવા જવા માટે બસમાં જવાના પૈસા પણ નથી. કોઈ ફિલ્મ જોવા જવી તો મારા માટે એક સપના જેવું છે. હું ફિલ્મોને ઘણી મિસ કરું છું.’ અંતમાં સિધ્ધુએ કહ્યું કે, ‘એ લોકો મારી રાહ જોઈ રહ્યા છે. હું આવી રહ્યો છું. એમની વાતોથી એટલું તો સાફ છે કે સવી એક વાર ફરી બોલીવુડમાં પાછા આવવા ઈચ્છે છે. આશા રાખીએ કે એમને કામ મળી જાય, અને એકવાર ફરી તે આ કરિયરમાં સફળતાની ઉંચાઈએ પહોંચે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

વીડિઓ જુઓ :