પોતાના પતિથી નહીં પણ બોયફ્રેન્ડ દ્વારા પ્રેગ્નેન્ટ થઈ હતી આપણી આ અભિનેત્રીઓ, મોટા-મોટા નામ શામેલ છે આમાં

0
4655

એ વાત સાચી છે કે આ દુનિયામાં એક માં જ છે, જે પોતાના બાળકને નિસ્વાર્થ પ્રેમ કરે છે. માં એક એવી વ્યક્તિ છે જે પોતાના બાળક માટે આખી દુનિયા સામે લડી પણ શકે છે, પછી ભલે એના માટે એણે પોતાનો જીવ પણ ગુમાવવો કેમ ન પડે. અને આવી ઘણી બધી સ્ટોરીઓ તમે સાંભળી હશે, જ્યાં એક માં એ પોતાના બાળક માટે પોતાને મૃત્યુને સોંપી દીધી હોય, જેથી એનું બાળક સલામત રહે. અને એ માં જ હોય છે, જે કશું કહ્યા વગર જ પોતાના બાળકની વાત સમજી જાય છે.

એવું કહેવામાં આવે છે કે, એક સ્ત્રી માટે માં બનવું જીવનનું સૌથી મોટું સુખ હોય છે. જો કોઈ સ્ત્રી કોઈ કારણે માં નથી બની શકતી, તો સમાજ એને વાંઝણી કહીને બોલાવે છે. લોકો એને એટલી ઈજ્જત નથી આપતા જેટલી એક માં બનેલી સ્ત્રીને આપે છે. એટલે એવું કહેવામાં આવે છે કે, એ મહિલાઓ ઘણી ભાગ્યશાળી હોય છે જે માં બને છે.

જયારે પણ કોઈ બાળકનો જન્મ થાય છે તો એનો આખો પરિવાર ખુશીઓ મનાવે છે. અને એ બાળકના પિતાની ખુશીનું તો કોઈ ઠેકાણું નથી રહેતું. પરંતુ જો પિતાને એ ખબર પડે કે, જે બાળકના જન્મ પર તે આટલો ખુશ થઈ રહ્યો છે, ખરેખર તે બાળક એનું છે જ નહિ. તો એ વાત સંભવ છે કે તે સંપૂર્ણ રીતે ટૂટી જાય. એવું ફક્ત સામાન્ય માણસ સાથે નથી થતું, બોલીવુડમાં પણ એવી ઘણી એક્ટ્રેસ છે જે લગ્ન પહેલા પ્રેગ્નેન્ટ થઈ ગઈ હોય છે. અને એ વાત જાણવા છતાં પણ એમના લગ્ન ફેમસ લોકો સાથે થયા. આવો જાણીએ કોનો કોનો આ યાદીમાં સમાવેશ થાય છે.

1. શ્રીદેવી :

જણાવી દઈએ કે આ યાદીમાં બોલીવુડની જાણીતી એક્ટ્રેસ પણ શામેલ છે, જે લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી. હાલમાં શ્રીદેવ આપણી સાથે નથી રહ્યા, પણ તે લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ થઇ ગઈ હતી. તેમના લગ્ન બોલીવુડના પ્રખ્યાત ડાયરેક્ટર બોની કપૂર સાથે થયા હતા. શ્રીદેવી લગ્નના સમયે જ 7 મહિનાની પ્રેગ્નેન્ટ હતી અને આ વાત બોની કપૂર જાણતા હતા, તો પણ એમણે શ્રીદેવી સાથે લગ્ન કર્યા.

2. સારિકા :

જણાવી દઈએ કે સારિકાએ સાઉથના સુપરસ્ટાર કમલ હસન સાથે લગ્ન કર્યા હતા. અને કમલ હસને સારિકા સાથે લગ્ન કરવા માટે પોતાની પહેલી પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. એ વાત પણ સાચી છે કે પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા પછી પણ એમણે ઘણા સમય સુધી લગ્ન કર્યા ન હતા. થોડા સમય પછી સારિકાએ શ્રુતિને જન્મ આપ્યો, અને પછી બીજી છોકરી અક્ષરાને પણ જન્મ આપ્યો પછી તેમણે લગ્ન કર્યા હતા. હાલમાં બંનેના છૂટાછેડા થઈ ગયા છે અને બંને હવે અલગ રહે છે.

3. કોંકણા સેન શર્મા :

આ યાદીમાં આગળ નામ આવે છે કોંકણા સેન શર્માનું. એમણે બોલીવુડને એક થી એક સારી ફિલ્મો આપી છે. અને લોકો એમની એક્ટિંગના દીવાના છે. એમની એક્ટિંગ ઘણી જોરદાર છે. અને તે પણ લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ થઈ ચુકી છે. કોંકણા અને રણવીર શોરીએ 2010 માં ઘણી ઉતાવળમાં લગ્ન કર્યા હતા.

4. સેલિના જેટલી :

બોલીવુડમાં આમ તો સેલીના જેટલી વધારે સફળ હિરોઈન નથી રહી. પણ તે પોતાના હોટ લુક્સ માટે ઘણી જાણીતી છે. તેમજ સેલિના પોતે મિસ ઈંડિયા પણ રહી ચુકી છે. સેલિના જેટલીએ પીટર હગ સાથે લગ્ન કર્યા છે. અને સમાચારોનું માનીએ તો સેલિના જેટલી લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ થઇ ગઈ હતી. અને 2012 માં તેમણે જોડિયા બાળકોને જન્મ આપો હતો. એમના પતિ એટલે કે પીટર હગનો દુબઈમાં હોટલનો ઘણો મોટો બિઝનેસ છે.

5. અમૃતા અરોડા :

આ યાદીમાં આગળનું નામ આવે છે અમૃતા અરોડાનું. એમને બોલીવુડમાં સફળતા મળી નથી. અને લોકોના દિલમાં તે કંઈ ખાસ જગ્યા બનાવી શકી નહીં. આ કારણે તેમણે 2009 માં બિઝનેસમેન શકીલ લડાક સાથે લગ્ન કર્યા હતા. સમાચારોનું માનીએ તો અમૃતા પણ લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી, અને લગ્નના થોડા સમય પછી જ તેમણે એક બાળકને જન્મ આપ્યો હતો.