બોલીવુડની 6 ફ્લોપ અભિનેત્રીઓ જેમણે અરબપતિઓ સાથે કર્યા લગ્ન, નંબર 6 તો અંબાણીથી પણ અમિર

0
2261

બોલીવુડની માયાનગરી ઘણી વિશાળ છે. અહી હજારો લોકો અભિનેતા કે અભિનેત્રી બનવાનું સપનું લઈને આવે છે. પણ દરેક વ્યક્તિ સફળ થતા નથી. ઘણા ઓછા લોકો જ હોય છે જેમને આ ક્ષેત્રમાં સફળતા મળે છે. તેમજ દરેક વ્યક્તિ સફળતાની ઉંચાઈ સુધી નથી પહોચી શકતા. ઘણા લોકો એવા છે જેમને લોકો પસદ તો કરે છે, પણ એમની ફિલ્મો હીટ નથી થતી.

મિત્રો બોલીવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે, જે ઘણી જ સુંદર હોવાની સાથે-સાથે કુશળ પણ છે. પરંતુ તો પણ હજુ સુધી તેમને તે સફળતા નહિ મળી જેની તે હકદાર છે. તેમજ ઘણી એભિનેત્રી એવી પણ છે જે ફિલ્મો માટે બિલકુલ લાયક છે, અને નસીબે તેમનો સાથ આપ્યો અને આજે તેમનું નામ બોલીવુડની ટોપ અભિનેત્રીઓમાં જોવા મળે છે.

નસીબ નસીબની વાત છે ભાઈ, કોણ જાણે ક્યારે કોનો સિક્કો જામી જાય અને કોનો ખોટો નીકળી જાય. બોલીવુડમાં મોટી સંખ્યામાં એવી અભિનેત્રીઓ રહેલી છે, જેમણે થોડી ઘણી ફિલ્મોમાં જ કામ કર્યુ છે. અને જયારે તેમને ઈચ્છા અનુસાર સફળતા મળી નહિ, ત્યારે તેમણે લગ્ન કરી પોતાનું ઘર વસાવી લીધું. ભલે તે કરિયરમાં ફેલ થઇ ગઈ હોય પરંતુ તેમના લગ્ન અરબપતિઓ સાથે થયા છે.

બોલીવુડમાં ફ્લોપ અભિનેત્રીનો સિક્કો લાગી ગયો હોવા છતાં તેમણે અરબપતિઓ સાથે લગ્ન કર્યા, અને આજે તે ઘણું જ એશો-આરામ વાળું જીવન જીવી રહી છે. આજે અમારા આ લેખ દ્વારા તમને એવી 6 ફ્લોપ અભિનેત્રીઓ વિષે જણાવીશું જેમના લગ્ન અરબપતિ સાથે થયા છે.

૧. આયશા ટાકિયા : કુલ કમાણી : 10 મિલિયન ડોલર

આ યાદીમાં પહેલું નામ છે આયશા ટાકિયાનું. ફિલ્મોની વાત કરીએ તો તે છેલ્લે સલમાન ખાન સાથે “વોન્ટેડ”માં દેખાઈ હતી. તેના પછી તે બીજી કોઈ ફિલ્મમાં દેખાઈ નથી. જણાવી દઈએ કે, આયશા ટાકિયાના લગ્ન ફરહાન આઝમી સાથે થયા છે. લગ્ન પહેલા લાંબા સમય સુધી બંને એક બીજાને ડેટ કર્યું હતું. ફરહાન આઝમી એક પ્રખ્યાત પોલિટિશિયનના દીકરા છે. ફરહાન આઝમી ઘણી બધી હોટેલના માલિક છે. જો કે આયશા હાલમાં જ પોતાના નવા લુકને લીધે ટ્રોલ થઈ છે.

૨. અમૃતા અરોડા : કુલ કમાણી : 12 મિલિયન ડોલર

મિત્રો તમે જાણતા જ હશો કે અમૃતા અરોડાનું નામ પણ બોલીવુડની ફ્લોપ અભિનેત્રીઓમાં આવે છે. આમણે બોલીવુંડમાં થોડી ઘણી ફિલ્મોમાં જ કામ કર્યુ છે. પરંતુ આમના લગ્ન એક પ્રખ્યાત અદ્યોગપતિ શકીલ લડાક સાથે થયા છે. જણાવી દઈએ કે, શકીલની પોતાની એક પ્રખ્યાત કંપની છે જે બિલ્ડીંગનું નિર્માણ કરે છે. આ ક્ષેત્રમાં શકીલનું ખુબ મોટું નામ છે. અને અમૃતા આરામનું જીવન પસાર કરી રહી છે.

૩. સેલિના જેટલી : કુલ કમાણી : 15 મિલિયન ડોલર

આ યાદીમાં આગળનું નામ આવે છે સેલિના જેટલીનું. સેલિના પૂર્વ મિસ ઇન્ડિયા પણ રહી ચુકી છે. અને આટલી સુંદર હોવા છતાં પણ સેલિના જેટલીનો સિક્કો બોલીવુડમાં જામ્યો નહિ. એમની ફિલ્મો ફ્લોપ થયા પછી એમણે ઓસ્ટ્રિયાના એક મોટા બિઝનેસમેન પીટર હગ સાથે લગ્ન કરી લીધા. વિદેશોમાં પીટર હગ એક જાણીતું નામ છે, અને એમના પોતાના ઘણાબધા હોટલ છે. જોવા જઈએ તો સેલિના રાણીઓની જેમ રહે છે.

૪. એશા દેઓલ : કુલ કમાણી : 17 મિલિયન ડોલર

તમે જાણો જ છો કે એશા દેઓલ ડ્રિમગર્લ હેમા માલિની અને સુપર સ્ટાર ધર્મેન્દ્રની દીકરી છે. આટલી મોટી સ્ટારકિડ હોવા છતાં પણ એશા દેઓલ ફિલ્મોમાં કંઈક ખાસ કરી શકી નહિ. લોકોને એમની સુંદરતા તો ગમી પણ એમની એક્ટિંગ કંઈ ખાસ કમાલ દેખાડી શકી નહિ. એમણે વર્ષ 2012માં બિઝનેસમેન ભારત તખ્તાની સાથે લગ્ન કરી લીધા. હમણાં એશા દેઓલ પોતાના પતિ સાથે તેમના કામમાં સાથ આપી રહી છે.

૫. કિમ શર્મા : કુલ કમાણી : 10 મિલિયન ડોકર

કિમ શર્માને તમે સુપર હીટ ફિલ્મ “મોહબ્બતેં” માં જોઈ છે. માત્ર ગણતરીની ફિલ્મોમાં કામ કરવા વાળી કિમ બોલીવુડમાં ફ્લોપ સાબિત થઈ. ત્યારબાદ એમણે એક અમિર કારોબારી સાથે લગ્ન કરી લીધા. તમને જણાવી દઈએ કે, કિમે કેન્યાના ખુબ મોટા કારોબારી અલી પંજાની સાથે લગ્ન કર્યા છે. કોઈ કારણો સર એમણે છૂટાછેડા લઈ લીધા છે. પણ એમની પાસે પૈસાની કોઈ કમી નથી.

૬. ગાયત્રી જોશી : કુલ કમાણી : 30 મિલિયન ડોલર

આ યાદીમાં છેલ્લું નામ છે ગાયત્રી જોશી. ગાયત્રીને તમે શાહરુખ ખાનની ફિલ્મ ‘સ્વદેશ’માં જોઈ છે. આ ફિલ્મ સુપરહિટ હતી પરંતુ ગાયત્રીએ આ ફિલ્મ પછી કોઈ હિટ ફિલ્મ આપી નહિ. આ તેમની બોલીવુડમાં એકમાત્ર હિન્દી ફિલ્મ હતી. ગાયતીએ વર્ષ 2005માં રિયલ એસ્ટેટ ટાઇકૂન વિકાસ ઓબેરોય સાથે લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે વિકાસનું નામ ફોર્બ્સના ટોપ 100 લોકોની યાદીમાં આવે છે. આમાં તે 21માં નંબર પર આવે છે.