આ પ્રસિદ્ધ બોલીવુડ સિંગર પાસે છે કરોડોની સંપત્તિ, એક સમયે રીયાલીટી શો માંથી કાઢી નાખવામાં આવી હતી

0
1304

બોલીવુડમાં ઘણા વર્ષોથી ગાયકો પોતાના અવાજ ફિલ્મોના ગીતોને આપીને કમાણી કરી રહ્યા છે. પહેલાના સમયમાં ગાયકોને ઘણા ઓછા પૈસા અને પ્રસિદ્ધિ મળતી હતી. પણ હવે સમય બદલાય ગયો છે. હવે ગાયકો પણ અઢળક કમાણી કરી રહ્યા છે. ઘણા ફિલ્મી કલાકારો કરતા તો આજકાલ સિંગર વધારે ફી લઈ રહ્યા છે.

અને આજે અમે એમાંથી જ એક બોલીવુડની સૌથી ગ્લેમર સિંગર નેહા કક્કરની વાત કરીશું. હાલના દિવસોમાં બોલીવુડમાં નેહા કક્કર એક થી એક ઉત્તમ ગીતો આપી રહી છે. તે ગીત રોમાંટિક હોય કે પછી આઈટમ નંબર, દરેક પ્રકારના ગીતોમાં લોકો નેહાના જાદુઈ અવાજને પસંદ કરે છે.

આજે વર્તમાન સમયમાં નાનામાં નાનું બાળક નેહા કક્કરને અને એના અવાજને ઓળખે છે. લોકોને નેહાના ગીતો સાંભળવા ખુબ ગમે છે. પરંતુ કદાચ તમારા માંથી ઘણાને એ વાતની જાણ નહિ હોય કે, નેહા કક્કરને એક રીયાલીટી શો માંથી કાઢી નાખવામાં આવી હતી. અને એ પણ એવું કહીને કે તેમનો અવાજ જરાપણ સારો નથી.

પણ જેવું કે તમે જાણો છો કે આજે નેહા બોલીવુડની ટોપની સિંગર છે. અને તેની પાસે ફિલ્મના ગીતો ગાવા માટે એટલી બધી ઓફર આવે છે, કે એમનાથી સમયના અભાવે દરેક ઓફર સ્વીકારાતી નથી. જણાવી દઈએ કે બોલીવુડની આ સિંગર પાસે આજે કરોડોની સંપત્તિ છે. એમની સંપત્તિનો આંકડો જાણીને તમે દંગ રહી જશો. નેહા કક્કર સિંગર ઉપરાંત ઘણા રીયાલીટી શો ની જજ પણ છે.

બોલીવુડની આ પ્રસિદ્ધ સિંગર પાસે છે કરોડોની સંપત્તિ :

જાણકારી માટે જણાવી દઈએ કે વર્ષ ૨૦૦૬ માં ટીવી શો ઇન્ડિયન આઈડલની બીજી સીઝનમાં નેહા કક્કરે નિષ્ફળ થવું પડ્યું હતું. પરંતુ નેહાએ હિંમત ન હારી અને મહેનત શરુ જ રાખી. એમણે પોતાના ભાઈ ટોની કક્કર સાથે મળીને ઈન્ટરનેટ ઉપર આલ્બમ અપલોડ કર્યુ, અને તેના તમામ ગીતો એક પછી એક હીટ થતા ગયા. અને તે ઘણી ફેમસ થઇ ગઈ.

નેહા પોતાના જોરદાર અવાજ અને હીટ ગીતોને કારણે જ બોલીવુડમાં ઉપર આવવા લાગી, અને આજે તે બોલીવુડની ટોપ લેડી સિંગર બની ગઈ છે. અને તે એક ગીતના ૧૦ થી ૧૫ લાખ રૂપિયા ફી લે છે.

એક સમયે ગરીબ ગણાતી નેહા કક્કર પાસે હાલના સમયમાં લગભગ ૬૦ થી ૭૦ કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમજ ૮ સૌથી મોંઘી ગાડીઓ પણ એમની પાસે છે. જેમાં ઓડી, રેંજ રોવર જેવી નામાંકિત કંપનીની ગાડીઓ પણ રહેલી છે. નેહાએ ઓછા સમયમાં ઘણી વધારે લોકપ્રિયતા મેળવી છે.

પણ નેહાને આ સફળતા બેઠા બેઠા નથી મળી. એના માટે નેહાએ કેટલીય મહેનત કરી છે. ફિલ્મોમાં ગીતો ગાવા ઉપરાંત નેહા કક્કર પોતાના ભાઈ ટોની સાથે ઘણા સુપરહિટ આલ્બમ પણ બનાવી ચુકી છે, જે યુટ્યુબ ઉપર ટોપ-૧૫ માં જળવાયેલા રહે છે. નેહાને એક બહેન પણ છે જેનું નામ સોનું કક્કર છે. અને તે પણ ઘણી સારી ગાયિકા છે.

જો એમના અંગત જીવનની વાત કરીએ, તો ૬ જુન ૧૯૮૮ ના રોજ ઉત્તરાખંડના ઋષિકેશમાં જન્મેલી નેહા કક્કર એક પંજાબી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. એમની એક બહેન અને એક ભાઈ છે. તેમજ એક સમયે એમના પિતાએ સ્કુલની બહાર સમોસા વેચીને એમને મોટા કર્યા છે. અને આજે ત્રણેય ભાઈ બહેન બોલીવુડમાં જાણીતી હસ્તી બની ગયા છે.

નેહાએ ઇન્ડિયન આઈડલ સીઝન-2 માં ભાગ લીધો હતો, જ્યાં તેમને રીજેક્શન મળ્યું હતું. હવે નેહાએ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું વિશેષ સ્થાન બનાવી લીધું છે, જે કોઈપણ માટે એક સપના જેવું છે. અને આજે નેહા તે જ શો માં જજ છે, જેમાંથી તેને રીજેકટ કરવામાં આવી હતી. જે એમના માટે મોટામાં મોટી સફળતા છે.

નેહા કક્કર સોની ટીવી ઉપર રજુ થતા શો ઇન્ડિયન આઈડલમાં જજ તરીકે જોવા મળે છે. સૌથી જાણવા જેવી વાત એ છે કે સીઝન-2 માં નેહાનું ગીત સૌથી ખરાબ અનુ મલિકને લાગ્યું હતું, અને હવે નેહા એમની જ બાજુની ખુરસીમાં બેસીને આ શો જજ કરે છે.