બોલીવુડના આ 4 સુપર સ્ટાર ખતરનાક બીમારીઓની ઝપેટમાં છે, છેલ્લા નંબર વાળી અભિનેત્રીને તો થઈ ચુક્યો છે એઈડ્સ

0
3999

બોલીવુડના મોટા મોટા કલાકારો વિષે તો તમે ઘણું બધું જાણતા હશો. તમને એ વાતનો પણ ખ્યાલ હશે કે એમની દુનિયા બોલીવુડ ઈન્ડસ્ટ્રી જેવી જ એકદમ રંગીન છે. પરંતુ એમની આ ઝળહળતી દુનિયામાં થોડા દુઃખ પણ છે, જે જલ્દી સામાન્ય દુનિયા સમક્ષ નથી આવી શકતા. જી હાં, તમને જણાવી દઈએ કે બોલીવુડની દુનિયામાં કામ કરવા વાળા લોકોના જીવનમાં ઘણી બધી એવી વાતો હોય છે, જે એમને દુઃખ આપી જાય છે, છતાં પણ તે આપણને ફિલ્મી પર્દા પર દેખાતી નથી.

હાં, અને આજે અમે તમને આ લેખના મધ્યમથી એવા જ થોડા કલાકારો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે પોતાના અંગત જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરતા રહે છે. અને તેઓ કોઈ ને કોઈ જીવલેણ બીમારીની ઝપેટમાં પણ આવી ચુક્યા છે. તો આવો જાણીએ આ લેખમાં શું ખાસ છે?

સલમાન ખાન :

મિત્રો આ યાદીમાં બોલીવુડના દબંગનું નામ વાંચીને ઘણાને વિશ્વાસ નહિ થાય. પણ સલમાન ખાન પણ એક ગંભીર બીમારીથી પીડાય રહ્યા છે. તમને કદાચ ખબર નહિ હોય તો જણાવી દઈએ, કે સલમાન ખાન જે ગંભીર બીમારીથી પીડિત છે એને “ટ્રાઈજેમિનલ ન્યૂરેલ્જિયા” ના નામથી ઓળખવામાં આવે છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર આ બીમારીમાં વ્યક્તિએ ઊંઘતા સમયે ઘણી વધારે તકલીફનો સામનો કરવો પડે છે.

સોનમ કપૂર :

આ યાદીમાં સ્ટાઈલ આઇકોન અને કપૂર ખાનદાનની લાડકી દીકરી અને અભિનેત્રી સોનમ કપૂરની નામ પણ શામેલ છે. મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે, સોનમ કપૂરને બાળપણથી જ શુગરની બીમારી છે. તે બાળપણથી આ બીમારી સામે લડી રહી છે. અને એને કારણે એમણે ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. છતાં પણ આજે તે પોતાના લગ્ન જીવનનો આનંદ માણી રહી છે. અને છેલ્લે તે પોતાના પિતા સાથે જ “એક લડકી કો દેખા તો એસા લગા” માં જોવા મળી હતી.

અમિતાભ બચ્ચન :

સદીના મહાનાયક એટલે અમિતાભ બચ્ચનને કોઈ ઓળખાણ આપવાની જરૂર નથી. એમને તો આખી દુનિયા જાણે છે. બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં આજે પણ તે કાર્યરત છે. એમના ફેન એમના અંગત જીવન વિષે ઘણી બધી જાણો જાણે પણ છે. પણ એમના વિષે થોડી એવી વાતો પણ છે જે કદાચ તમે નહિ જાણતા હોવ.

જી હાં, આજે તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનને પોતાના કરિયરની શરૂઆતના સમયમાં આવેલી ફિલ્મ ‘કુલી’ ના શૂટિંગ દરમ્યાન ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમ્યાન એમને સ્વસ્થ થવા માટે હોસ્પિટલમાં લોહીની ઘણી બોટલો ચડાવવી પડી હતી.

પણ વધારે ગંભીર વાત એ છે કે, તે બોટલો માંથી એક બોટલમાંનું લોહી હિપેટાઈટિસ બી વાયરસ વાળું હતું. એ કારણે અમિતાભ બચ્ચનને હિપેટાઈટિસ બી જેવી ગંભીર બીમારી થઈ ગઈ. અને એના લીધે જ આજે અમિતાભ બચ્ચનનું લીવર 75% ખરાબ થઈ ગયું છે. આજે તે પોતાના 25% લીવર પર જીવે છે.

નિશા નૂર :

આજની આ યાદીમાં છેલ્લું નામ છે બોલીવુડ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી નિશા નૂરનું.  તેમને પણ જીવલેણ બીમારીએ પોતાનો શિકાર બનાવી છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી નિશા નૂરને એઈડ્સ જેવી ગંભીર બીમારીએ પોતાની ઝપેટમાં લઈ લીધી હતી.

અને એઈડ્સની ઝપેટમાં આવ્યા પછી વર્ષ 2007 માં એમનું મૃત્યુ થયું હતું. જણાવી દઈએ કે તે 80 ના દશકમાં બોલીવુડમાં ટોચની સુપરસ્ટાર રહી હતી. પણ જીવનના અંતિમ સમય એવું કોઈ ન હતું, જે એમની સંભાળ રાખી શકે. અને પરિણામ સ્વરૂપ દુઃખ દાયી મૃત્યુ એમના ભાગે આવ્યું.