શારીરિક મુશ્કેલી સામે લડી રહ્યા છે આ કલાકાર, કોઈ બે અંગુઠાથી છે પરેશાન તો કોઈના ચહેરા પર છે ડાઘ

0
4231

આપણા બધામાં કોઈ ને કોઈ ખામી કે કહીએ તો કમી જરૂર હોય છે. કોઈ પણ સંપૂર્ણ રીતે પરફેક્ટ નથી હોતું. પરંતુ બોલીવુડ કલાકાર એમના સારા લુક અને સ્ટાઇલ માટે ઓળખાય છે. જયારે પણ તમે એક બોલીવુડ કલાકાર વિષે વાત કરો છો તો તમારા મગજમાં એમની એક સુંદર અને આકર્ષક છબી બની જાય છે. પરંતુ હંમેશા જેવું દેખાય એવું હોય એ જરૂરી નથી.

દરેક સમયે સુંદર અને આકર્ષક દેખાતા આ કલાકારોમાં થોડી કમી હોઈ શકે છે. બસ આ કમીઓને અમુક કલાકાર બધાની સામે જાહેર કરે છે, તો અમુક એને છુપાવે છે. આજની આ પોસ્ટમાં અને તમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના 5 એવા કલાકાર વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે કોઈ ને કોઈ શારીરક મુશ્કેલથી લડી રહ્યા છે, પરંતુ એમની આ કમી કેમેરા પર દેખાતી નથી. અને આમાંથી એક કલાકારનું મૃત્યુ થઇ ગયું છે.

ઋતિક રોશન :

ૠતિક રોશન બોલીવુડના સૌથી હેન્ડસમ કલાકાર છે, અથવા એમ કહીએ તો એ બોલીવુડના ટોમ ક્રુઝ છે. આમના ચહેરાથી લઈને આમની હાઈટ અને આમની બોડી બધું બિલકુલ ફિટ અને હિટ દેખાય આવે છે. એટલે આ ઉપરથી લઈને નીચે સુધી બિલકુલ ફિટ છે, જેના કારણે દરેક વ્યક્તિ આમને જોવાનું પસંદ કરે છે. પરંતુ બોલીવુડના આ અભિનેતા પોતાની એક વસ્તુને લઈને હંમેશા સાવધાન રહે છે. તે ધ્યાન રાખે છે કે તે વસ્તુ કેમેરામાં આવી ન જાય, અને તે વસ્તુ છે તેમની છ આંગળી. હા બોલલીવુડના અભિનેતા ઋતિક રોશન પોતાના હાથના બીજા અંગુઠાને કેમેરામાં આવા દેતા નથી.

આજ સુધી તે લગભગ 20-25 ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે, પરંતુ દરેક ફિલ્મમાં તે આ વાતનું ધ્યાન રાખે છે કે ક્યાંક તેમની છઠ્ઠી આંગળી દેખાઈ ન જાય. ઋતિક રોશન પોતાની આ છઠ્ઠી આગળીને પોતાના માટે ખુબ જ ભાગ્યશાળી માને છે. હાલમાં તે એમની ફિલ્મ ‘સુપર 30’ નું શૂટિંગ કરવામાં વ્યસ્ત છે.

ઇલિયાના ડિક્રુઝ :

સાઉથની એક્ટ્રેસ ઇલિયાના ડિક્રુઝ આજકાલ બોલીવુડમાં પણ છવાયેલી છે. ઇલિયાના પોતાની સુંદરતાની સાથે સાથે પોતાના આકર્ષક ફિગર માટે પણ ઓળખાય છે. હાલમાં જ એમણે જણાવ્યું કે તે એક ગંભીર શારીરિક બીમારી સામે લડી રહી છે. આ બીમારીમાં શરીરની નીચે વાળો ભાગ એની જાતે જ વજનદાર થઇ જાય છે. એમણે જણાવ્યું કે એમને આ સમસ્યા બાળપણથી જ છે. બાળપણમાં તે આ બીમારીને કારણે ડિપ્રેશનમાં રહેતી હતી. પરંતુ હવે એમણે પોતાની જાતને એજ રીતે સ્વીકારી લીધી છે.

અર્જુન કપૂર :

આજની આ યાદીમાં ત્રીજું નામ અર્જુન કપૂરનું આવે છે. અર્જુન પણ બોલીવુડના ટોપ એક્ટર્સ માંથી એક છે. જેવું કે તમે જાણતા હશો કે અર્જુન પહેલા ઘણા જાડા હતા. અને બોલિવુડના દબંગ સલમાન ખાનના કહેવા પર તેમણે પોતાના સ્વાસ્થ્ય તરફ ખુબ ધ્યાન આપ્યું. હવે તેમને જોઈને એવું બિલકુલ લાગતું નથી કે તે ક્યારેય જાડા હતા. પણ શું તમે લોકોએ તેમના પગને ધ્યાનથી જોયા છે? એમના મોટાપાની અસર પગ પર જરૂર રહી ગઈ છે.

જો તમે આમના પગને ધ્યાનથી જોશો તો આમના પગ થોડા વાંકા દેખાઈ આવશે. આવું હંમેશા વ્યક્તિને મોટાપાના કારણે જ થાય છે. અને આના જ કારણે મોટાભાગે અર્જુન કપૂર એવા સ્પેશ્યિલ બનાવેલા કપડાં પહેરે છે જેના કારણે તેમના પગ છુપાઈ રહે. અને હાલમાં તે માલાઇકા અરોડા સાથેના સંબંધને લઈને ચર્ચામાં છે.

અર્શી ખાન :

અભિનેત્રી અર્શી ખાનને તો તમે સારી રીતે ઓળખતા હશો. આમણે “બિગ બોસ”માં પોતાની અદાઓથી ખુબ ધૂમ મચાવી હતી. અને તેમની આ અદામાં સાથે હતી તેમની આંખો પર આવેલ વાળની લટ, પરંતુ આ તેમનો શૌખ નથી પણ બજબુરી છે. તમે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો અર્શી ખાનની આંખના પાસે એક નિશાન છે જેને તે પોતાની વાળથી છુપાવતી રહે છે. આ તેમની કોઈ સ્ટાઈલ નથી પણ એક મજબૂરી છે. તે પોતાની જાતને એ ડાઘ સાથે સ્વીકારી નથી શકતી.

સુધા ચંદ્રન :

સુધા ચંદ્રન ટીવીની દુનિયાની પ્રખ્યાત અભિનેત્રી છે. એમણે રમોલા સિંકદ બનીને કરોડો લોકોના દિલો પર રાજ કર્યુ છે. તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીનો એક પગ નકલી છે. અને એટલું જ નહિ પણ આ અભિનેત્રી એક પ્રખ્યાત ડાન્સર પણ છે. પરંતુ ફિલ્મોમાં કામ કરવા માટે આ અભિનેત્રીએ પોતાની મજબૂરી છુપાવવી પડી હતી.

રાજકુમાર :

હિંદી સિનેમાના દિગ્ગજ અને શ્રેષ્ઠ અભિનેતા રાજકુમાર વિષે તો બધા લોકો જાણે જ છે. તેમની ઓણખાણ કરાવવાની જરૂર નથી. આ કલાકારે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યુ છે. ફિલ્મોમાં એમની ડાયલોગ બોલતા પોતાના ગળા પર હાથ ફેરવાની સ્ટાઈલ છે, અને તે સ્ટાઈલ લોકોને ખુબ પસંદ આવે છે. પરંતુ સત્ય વાત એ છે કે રાજકુમારજીને ગળાનું કેન્સર હતું.

કેન્સર હોવાના કારણે તેમને ડાયલોગ બોલતા સમયે ગળામાં સમસ્યા થતી હતી. અને એ જ કારણ હતું કે તે પોતાના ગળા પર હાથ ફેરવતા રહેતા હતા. પરંતુ એમણે પોતાના ગળાના કેન્સરની વાત કોઈને પણ જણાવી નહોતી. અને આ જ કેન્સરને કારણે 1996 માં એમનું નિધન થઇ ગયું.