બોલીવુડના આ કલાકારો પોતાની કમજોરીઓને કેમેરાથી છુપાવે છે, જાણ્યા પછી તમારા પણ ઉડી જશે હોશ.

0
2126

આમ તો બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એક થી એક ચડિયાતા કલાકાર તમને જોવા મળશે. અને તેઓ પોતાની સુંદરતા અને પોતાની એક્ટિંગ દ્વારા લાખો લોકોને પોતાના દીવાના બનાવી દે છે. ભારતના દરેક લોકો કોઈ ને કોઈ બોલીવુડ કલાકારને પસંદ કરે છે. તેઓ એમનું અનુકરણ પણ કરે છે. અને લોકો પોતાના મનગમતા કલાકારની ફિલ્મ જોવા માટે કાંઈ પણ કરવા તૈયાર હોય છે.

આપણે બધા તેમને જોઈને એ સમજીએ છીએ કે આ સ્ટાર્સ તો સર્વગુણ સંપન્ન હોય છે. આમનામાં તો ઘણી બધી ખૂબીઓ પણ મોજુદ છે, અને આમની અંદર કોઈ પણ વસ્તુની કમી નથી. પરંતુ આપણું આ વિચારવું એકદમ ખોટું છે. કારણ કે બોલીવુડના આ કલાકારોમાં પણ એવી ખામીઓ હોય છે, કે જેના વિષે તેમને જણાવતા શરમ આવે છે. ઘણા બોલિવુડ સ્ટાર એવા છે જે પર્દા પર એક્ટિંગ કરતા પોતાની નાની નાની ખામીઓ છુપાવે છે. આજે અમે તમને આ લેખ દ્વારા કેટલાક એવા કલાકારો વિષે જાણકારી આપશું, જેની અંદર કોઈ ને કોઈ નબળાઈ રહેલી છે.

આવો જાણી લઈએ આ અભિનેતાની નબળાઈ વિષે :

સુધા ચંદ્રન :

મિત્રો જાણકારી માટે જણાવી દઈએ કે, ટીવી જગતની પ્રખ્યાત અભિનેત્રી એવી સુધા ચંદ્રન કે જેમણે રમોલા સિંકદ બનીને કરોડો લોકોના દિલો પર રાજ કર્યુ છે. એ અભિનેત્રીનો એક પગ નકલી છે. પણ આ અભિનેત્રી એક પ્રખ્યાત ડાન્સર પણ છે. પરંતુ ફિલ્મોમાં કામ કરવા માટે આ અભિનેત્રીએ પોતાની મજબૂરીને કેમેરાથી છુપાવવી પડી.

અર્શી ખાન :

અભિનેત્રી અર્શી ખાન વિષે તો તમે લોકો ખુબ સારી રીતે જાણતા હશો. અર્શીએ ટીવીના પ્રખ્યાત અને વિવાદિત શો “બિગ બોસ” માં પોતાની અદાઓથી ઘણી ધૂમ મચાવી હતી. અને તેમની આ અદામાં સાથે હતી તેમની આખો પર આવેલ વાળની લટ. પણ તમને એ જણાવી દઈએ કે એ લટ તેમનો શૌખ નથી પણ બજબુરી છે. જી હાં, અર્શી ખાનની આંખના પાસે એક નિશાન છે જેને તે પોતાની વાળથી છુપાવતી રહે છે આમની આ મજબૂરી તેમની સ્ટાઈલ બની ગઈ છે.

અર્જુન કપૂર :

તો મિત્રો આ યાદીમાં કપૂર પરિવારના દીકરા અર્જુન કપૂરનું નામ પણ શામેલ છે. અર્જુન પણ બોલીવુડના ટોપ એક્ટર્સ માંથી એક છે. જેવું કે તમે જાણતા હશો કે અર્જુન પહેલા ઘણા જાડા હતા, અને સલમાન ખાનના કહેવા પર તેમણે પોતાના સ્વાસ્થ્ય તરફ ખુબ ધ્યાન આપ્યું. અને હવે તેમને જોઈને એવું બિલકુલ લાગતું નથી કે તે ક્યારેય જાડા હતા.

અને આમ તો હવે તેમના શરીરમાં એટલો મોટાપો દેખાતો નથી. પણ મોટાપાની અસર આમના પગ પર જરૂર રહી ગઈ છે. કારણ કે જયારે તમે આમના પગને ધ્યાનથી જોશો તો તમને જણાશે કે આમના પગ થોડા વાંકા થઈ ગયા છે. આવું હંમેશા વ્યક્તિને મોટાપાના કારણે જ થાય છે. અને આના જ કારણે મોટાભાગે અર્જુન કપૂર વાંકા કપડાં પહેરે છે જેના કારણે તેમના પગ છુપાઈ રહે.

ઋતિક રોશન :

આ યાદી માંથી બોલીવુડના પ્રખ્યાત અભિનેતા અને સૌથી હેન્ડસમ પુરુષ ઋતિક રોશન પણ બાકાત નથી. તેમણે બોલીવુડના શ્રેષ્ઠ અભિનેતાઓ માંથી એક ગણવામાં આવે છે. આમના ચહેરાથી લઈને આમની હાઈટ અને આમની બોડી બધું બિલકુલ હિટ અને ફીટ દેખાય આવે છે. પરંતુ બોલીવુડના આ અભિનેતા પોતાની એક વસ્તુને લઈને હંમેશા સાવધાન રહે છે. અને તે ધ્યાન રાખે છે કે તે વસ્તુ કેમેરામાં આવી ન જાય. અને તે વસ્તુ છે તેમનો બીજો અંગુઠો.

ઋતિક રોશન પોતાના હાથના બીજા અંગુઠાને કેમેરામાં આવવા દેતા નથી. અત્યાર સુધીમાં તે લગભગ 20-25 ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે, પરંતુ દરેક ફિલ્મમાં તે આ વાતનું ધ્યાન રાખે છે કે ક્યાંક તેમનો અંગુઠો દેખાઈ ન જાય. જો તે ઈચ્છે તો આને કાપી પણ શકે છે. પરંતુ ઋતિક રોશન પોતાના આ અંગુઠાને પોતાના માટે ખુબ જ ભાગ્યશાળી માને છે. જયારે લોકોને શરુ શરૂમાં એના વિષે ખબર પડી તો ખુબ ચકિત થઈ ગયા હતા. પરંતુ પછી બધું સામાન્ય થઈ ગયું.

રાજકુમાર :

મિત્રો આપણા દિગ્ગજ અને શ્રેષ્ઠ અભિનેતા રાજકુમાર વિષે તો તમે બધા જાણો જ છો. એટલે તેમની કોઈ ઓણખાણ કરવાની જરૂરત નથી. પોતાના ફિલ્મી કેરિયરમાં રાજકુમારે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યુ હતું. ફિલ્મોમાં આમની ડાયલોગ બોલતા સમયે પોતાના ગળા પર હાથ ફેરવાની સ્ટાઈલ હતી, જે ઘણી પ્રચલિત છે. પણ જણાવી દઈએ કે તે સ્ટાઈલ ન હતી પણ એમની મજબૂરી હતી.

હકીકત એ છે કે રાજકુમારજીને ગળાનું કેન્સર હતું. અને કેન્સર હોવાના કારણે તેમને ડાયલોગ બોલતા સમયે ગળામાં સમસ્યા થતી હતી. આ કારણે તે પોતાના ગળા પર હાથ ફેરવતા હતા. પરંતુ આમણે પોતાના ગળાના કેન્સરની વાત કોઈને પણ જણાવી નહોતી.