બોલીવુડના આ 8 ખુંખાર ખલનાયકની પત્નીઓ, કોઈ અપ્સરાથી ઓછી નથી, જુવો ફોટા

0
2615

આપણી બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં હીરો અને હિરોઈન સિવાય અન્ય મુખ્ય પાત્ર હોય છે ખલનાયક એટલે કે વિલનનું. એના વગર ફિલ્મ અધુરી હોય છે. અને આપણે બધાએ ફિલ્મી દુનિયાના કલાકારોના સ્ટારડમ અને સુંદરતા તો જોઈ જ છે. પરંતુ આ બધા વચ્ચે જો કોઈ વસ્તુ રહી જાય છે તો તે છે ‘વિલન’ નો રોલ પ્લે કરનારા અભિનેતા.

પણ આજે અમે તમને હિન્દી સિનેમાના સૌથી ખતરનાક અને ખૂંખાર વિલનની સુંદર પત્નીઓ વિષે જણાવવાના છીએ, જેમને તમે ભાગ્યે જ જોઈ હશે. એમના ફોટા જોશો તો તમને લાગશે કે તે કોઈ હિરોઈનથી ઓછી નથી. તો આવો અમે તમને દેખાડીએ છીએ બોલીવુડના વિલન્સની સુંદર પત્નીઓની ઝલક.

ગુલશન ગ્રોવર :

આપણા હિન્દી સિનેમામાં ‘બેડ બોય’ ના નામથી પ્રક્યાત ગુલશન ગ્રોવરને આપણે લોકો ખરેખર ગુંડો અને બળાત્કારી સમજતા હતા. કારણ કે એમણે લગભગ દરેક ફિલ્મમાં એવું જ કામ કર્યું છે. હમણાં છેલ્લી વખત તેણે ‘બહન હોગી તેરી’ માં જોવા મળ્યા હતા. આમ તો ગુલશન એ બે બે લગ્ન કર્યા હતા. પરંતુ હાલમાં તો તે એકલા જ છે પરંતુ તેની બન્ને પત્નીઓ ઘણી જ સુંદર હતી.

પરેશ રાવલ :

મિત્રો પરેશ રાવલનો પણ બોલીવુડમાં પ્રસિદ્ધ વિલનમાં સમાવેશ થાય છે. અને સાથે જ તે કોમેડી પાત્રો પણ સારી રીતે કરે છે. જણાવી દઈએ કે પરેશ રાવલે લવ મેરેજ કર્યા છે. અને તેમની પત્નીનું નામ છે સ્વરૂપ સંપતની. જે મિસ ઇન્ડિયા રહી ચુકી છે. અને સાથે જ તેમણે ઘણા ટીવી શો માં પણ કર્યા છે.

શક્તિ કપૂર :

આ યાદીમાં આગળનું નામ આવે છે શક્તિ કપૂરનું. તે બોલીવુડ ફિલ્મોમાં વિલનના પાત્ર માટે ઓળખવામાં આવે છે. અને મોટાભાગે ફિલ્મોમાં તેમણે નેગેટીવ રોલ જ કર્યા છે. તેમજ થોડી ફિલ્મોમાં કોમેડી કરીને લોકોને હસાવ્યા પણ છે. તે શક્તિ કપૂરની પત્ની શિવાંગી કપૂર પણ દેખાવમાં ઘણી સુંદર છે. અને તેનું બ્રેકગાઉન્ડ પણ ફિલ્મી જ છે. પરંતુ તે ક્યારે પણ ફિલ્મોમાં જોવા જોવા નથી મળી. શ્રદ્ધા કપૂર એમની દીકરી છે, તો તમે શ્રદ્ધાની સુંદરતા પરથી એની મમ્મીની સુંદરતાનો અંદાજો લગાવી શકો છો.

ડેની ડેન્જોગપા અને ગાવા :

ડેની પોતાના જમાનાના ખતરનાક વિલન રહ્યા છે. પરંતુ જણાવી દઈએ કે એ ખતરનાક વ્યક્તિની પત્ની ઘણી જ સુંદર છે. તેમણે કોઈ સામાન્ય છોકરી સાથે નહિ પરંતુ સિક્કિમની રાજકુમારી ગાવા સાથે લગ્ન કર્યા છે. ગાવા શાહી ખાનદાનની હોવાની સાથે સાથે સુંદરતાની બાબતમાં પણ પરી જેવી છે.

નવાઝુદિન સિદ્દીકી :

વર્તમાન સમયના બોલીવુડના પ્રખ્યાત વિલન માંથી એક છે નવાઝુદિન સિદ્દીકી. અને ગેંગસ ઓફ વાસેપુરના ખૂંખાર વિલન ફેઝલ એટલે કે નવાઝુદિન સિદ્દીકીની રીયલ લાઈફ પાર્ટનરની સુંદરતા કોઈ અભિનેત્રીથી ઓછી નથી. નવાઝુદિન સિદ્દીકીની પત્નીનું નામ અંજલિ છે જે દેખાવમાં ઘણી જ સુદંર છે.

અનુપમ ખેર :

છેલ્લા થોડા વર્ષોથી અનુપમ ખેર બોલીવુડ ફિલ્મોમાં પોતાની જોરદાર કોમેડી માટે ઓળખાય છે. પરંતુ તેમણે ઘણી બધી ફિલ્મોમાં ખતરનાક વિલનના પાત્રો પણ સારી રીતે નિભાવ્યા છે. અને પોતાનો ડર લોકોના મનમાં જગાડ્યો છે. અનુપમ ખેર બોલીવુડના સફળ કલાકાર છે. અને તેમની પત્ની કિરણ ખેર પણ બોલીવુડની એક પ્રસિદ્ધ અભિનેત્રી રહી ચુકી છે. હાલના દિવસોમાં કિરણ ખેર ચંડીગઢની સાંસદના હોદ્દા ઉપર બિરાજમાન છે.

સોનું સુદ :

વર્તમાન સમયના બીજા એક પ્રખ્યાત વિલન છે સોનું સુદ. એમની પર્સનાલીટી હીરો જેવી છે. પણ લોકોને તે વિલન તરીકે વધારે પસંદ છે. એમણે ઘણી બધી ફિલ્મોમાં નેગેટીવ પાત્ર નિભાવ્યું છે. સાથે જ ઘણી ફિલ્મોમાં તેમણે સારા પાત્ર પણ નિભાવ્યા છે. સોનું સુદ જોવામાં ઘણા હેન્ડસમ છે અને તેમની સાથે તેની પત્ની સોનાલી પણ કોઈ હિરોઈનથી ઓછી નથી દેખાતી. બોલીવુડમાં તેમની જોડી પ્રસિદ્ધ જોડીઓ માંથી એક છે.

આશુતોષ રાણા :

વાત વિલનની થતી હોય અને આશુતોષ રાણાનું નામ ન આવે એમ થોડી ચાલે. આશુતોષ રાણાનું ફિલ્મ સંઘર્ષમાં એક ખતરનાક પાત્ર હતું, જે બધા ઉપર ભારે પડ્યું હતું. ત્યારથી તે બોલીવુડના સૌથી બિહામણા વિલન તરીકે ઓળખવામાં આવે છે. જણાવી દઈએ કે આશુતોષ રાણાની પત્નીનું નામ રેણુકા છે. જેમણે ફિલ્મ હમ આપ કે હે કોન માં માધુરી દીક્ષિતની મોટી બહેનનું પાત્ર નિભાવ્યું હતું.