આટલા બધા રૂપિયાના સિક્કાઓ લઈને ભાઈ-બહેન પહોંચ્યા બાઈક ખરીદવા, જાણો પછી શું થયું તે……

0
8982

આજકાલ દરેકનું સપનું હોય છે એનું પોતાનું એક વાહન હોય. જેની પર સવાર થઈ તે ફરવાનો આનંદ માણી શકે અને એને જ્યાં જવું હોય ત્યાં જઈને પોતાના બધા કામ પુરા કરી શકે. એવું જ એક સપનું ઉદયપુરના એક બાળકે પણ જોયું હતું. એણે પોતાની બહેન માટે નવું સ્કુટર લેવાનું નક્કી કર્યુ હતું. આ બાળક ત્યારે ૧૩ વર્ષનો હતો, એટલે સ્વાભાવિક છે કે એની પાસે આવક માટે કોઈ નોકરી તો નહિ જ હોય. એણે પોતાની બહેન માટે પોતાના પિતા તરફથી મળતી પોકેટ મની ભેગી કરી, અને એ લઈને લઈને તે ભાઈ બહેન સ્કુટર લેવા ગયા. અને ખાસ વાત એ છે કે એના દ્વારા ભેગા કરેલા પૈસામાં એક પણ ચલણી નોટ હતી નહિ. એમાં ફક્ત ને ફક્ત સિક્કા હતા.

વાત કંઈક આ મુજબ છે. ઉદયપુરમાં હોન્ડાના શોરૂમમાં દિવાળીના દિવસે એક બાળક તેની બહેન માટે સ્કૂટર ખરીદવા માટે આવ્યો હતો. તેના બંને હાથમાં પૈસાની થેલીઓ હતી. આ જોઈને શોરૂમના કર્મચારીઓ પણ ચકિત રહી ગયા હતા. વાત એવી છે કે 13 વર્ષીય યશ 62 હજાર રૂપિયાના સિક્કાઓ લઈને તેની બહેન માટે સ્કૂટર ખરીદવા આવ્યો હતો.

બાળકને આટલા બધા રૂપિયા સાથે જોઇને શોરૂમના મેનેજરે એને સ્કૂટર આપવાની ના પાડી હતી. પરંતુ યશે તેની બધી વાત મેનેજરને સંભળાવી ત્યારબાદ તેઓ રાજી થયા હતા. આઠમાં ધોરણમાં અભ્યાસ કરતો યશ તેની બહેન રૂપલ માટે બે વર્ષથી પોકેટ મની જમા કરતો હતો. યશના પિતા લોટ દળવાની ઘંટી ચલાવે છે.

આ બંને ભાઈ-બહેનને પરિવાર તરફથી પોકેટ મનીમાં સિક્કાઓ જ મળતા હતા. જ્યારે 62 હજાર રૂપિયા જમા થઈ ગયા તો તેઓ સ્કૂટર લેવા પહોંચ્યા હતા.

આ બાળકો પોતાના માતા-પિતાને સરપ્રાઈઝ આપવા માંગતા હતા, એટલે તેમણે ત્યાં મામા બોલાવ્યા હતા. શો રૂમના આખા સ્ટાફે બેસીને અઢી કલાક સુધી સિક્કાઓ ગણ્યા હતા. હોન્ડા એડવેન્ટના જનરલ મેનેજરે જણાવ્યું કે, ‘આ અમારા માટે પહેલો એવો કિસ્સો છે જ્યારે કોઈ વાહનની સંપૂર્ણ કિંમતના સિક્કાઓ લઈને સ્કૂટર ખરીદવા માટે આવ્યા હોય. આ પહેલા એકવાર વ્યક્તિ 29 હજાર રૂપિયાના સિક્કાઓ લઈને આવ્યો હતો. પણ આ બાળકોનો આખો કિસ્સો ઈમોશનલ હતો, એટલા માટે અમે વધારાનો સમય લઈને શોરૂમ ખોલ્યો હતો. આખા સ્ટાફે બેસીને લગભગ અઢી કલાક સુધી સિક્કાઓ ગણ્યા હતા.’

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.