કાચબા વાળી વીંટી પહેરવાથી દુર્ભાગ્ય હંમેશા માટે દૂર થઈ જાય છે, જો શુક્રવારે પહેરી લેશો તો હાથો-હાથ દેખાશે અસર

0
4469

મિત્રો ભારતના લોકો દુર્દશા વગેરેમાં ઘણું માને છે. અને માટે લોકો જ્યોતિષની મદદ લે છે. પોતાના જીવનમાં રહેલી દુર્દશા દુર કરવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં પણ ઘણા પ્રકારના ઉપાયો જણાવવામાં આવ્યા છે. અને એ જ ઉપાયો માંથી એક ઉપાય છે હાથમાં જુદી જુદી ધાતુઓની અને હીરાની વીંટી પહેરવી.

અને જ્યોતિષ શાસ્ત્રનું આ એક અભિન્ન અંગ માનવામાં આવે છે. એમાં વીંટી સાથે જોડાયેલા ઘણા જ વિશેષ ઉપાય જણાવવામાં આવ્યા છે. દુર્દશા દુર કરવા માટેનો એક ઉપાય એ છે કે એવી વીંટી પહેરો જેમાં કાચબાની આકૃતિ બનેલી હોય.

આવો તમને કાચબા વાળી વીંટી સાથે જોડાયેલી વિશેષ વાતો જણાવીએ :

૧. મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાચબા વાળી વીંટી જમણા હાથની વચલી કે તર્જની આંગળીમાં પહેરવી જોઈએ. અને કાચબાને માં લક્ષ્મી સાથે સરખાવવામાં આવે છે, એટલે તેને લક્ષ્મી માતાના દિવસ એટલે કે શુક્રવારે પહેરો.

૨. કાચબા વાળી વીંટીને બનાવતા સમયે ધ્યાન રાખવું કે કાચબાનો માથા વાળો ભાગ પહેરવા વાળા વ્યક્તિની તરફ હોય. કાચબાનું મોઢું બહારની તરફ હશે તો નકારાત્મક અસર થઈ શકે છે.

૩. વીંટીના ઉપાય માટે શુક્રવારના દિવસે જ વીંટી ખરીદો અને ઘરે લાવીને લક્ષ્મીજીની મૂર્તિ સામે થીડી વાર રાખી દો. એને દૂધ અને પાણીથી ધોઈને એની પૂજા કરો, અને ત્યાર પછી જ તે પહેરો.

૪. પ્રાચીન કથાઓ માંથી એક સમુદ્ર મંથનની કથા મુજબ ભગવાન વિષ્ણુએ સમુદ્ર મંથન માટે કાચબાનો અવતાર લીધો હતો. અને દેવી લક્ષ્મી એ જ સમુદ્ર મંથન માંથી પ્રગટ થયા હતા જે વિષ્ણુજીના પત્ની બન્યા. એટલા માટે લક્ષ્મીજીની સાથે જ કાચબાને પણ ધન વધારવા વાળો માનવામાં આવે છે.

૫. તેમજ કાચબાને ધીરજ, શાંતિ, નિરંતરતા અને સુખ સમૃદ્ધીનું પ્રતિક માનવામાં આવે છે. કાચબા વાળી વીંટી ચાંદીની હશે તો વધુ શુભ રહેશે.

૬. આપણા પ્રાચીન શાસ્ત્રો અનુસાર કાચબાને સકારાત્મકતા અને પ્રગતીનું પ્રતિક માનવામાં આવે છે.

આવો હવે હીરા માણેક જેવા રત્ન આપણા જીવનમાં શું ભૂમિકા ભજવે છે એ જાણીએ. મિત્રો હીરાનો વ્યક્તિના જીવન સાથે હજારો વર્ષ જુનો સંબંધ છે. એક તરફ હીરા જમીનથી હજારો ફૂટ નીચે અને પહાડો અને ગુફાઓ માંથી નીકળે છે, તો બીજી તરફ સમુદ્રમાં અને પહાડો ઉપર ઝુંડની જેમ ચમકતા છોડની ડાળીઓ, મૂળ અને ફળની ડાળીઓમાં મળી આવે છે. હીરા અને મૂંગા સંજીવની બુટી જે પહાડો ઉપર હતી ત્યાં જોવા મળે છે.

‘રામાયણ’ કાળની વાત કરીએ તો જયારે રાવણના પુત્ર મેઘનાથ સાથે યુદ્ધ દરમિયાન લક્ષ્મણ મૂર્છિત થઈ ગયા હતા, ત્યારે હનુમાનજી એમના ઈલાજ માટે આખો ડુંગર જ ઉપાડી લાવ્યા હતા, જેની ઉપર ચમકતી કુદરતી ઉર્જાથી ભરેલા અને ઝુંડની જેમ ચમકતા છોડ જોવા મળતા હતા. લક્ષ્મણજીનો ઉપચાર કરી રહેલા વૈદે જયારે ડુંગર માંથી સંજીવની બુટી કાઢીને લક્ષ્મણજીને સુંઘાડી તો તે તરત મૂર્છા માંથી મુક્ત થઈ ગયા.

આજે પણ આપણા દેશમાં આયુર્વેદમાં રોગોના ઈલાજ જડીબુટ્ટીથી કરવામાં આવે છે. આજે પણ ડુંગર ઉપર અને સમુદ્રમાં અમુક એવા છોડ, જડીબુટ્ટીઓ જોવા મળે છે જેનો આકાર માણસના શરીરના અંગો સાથે હળતા મળતા છે. અને કદાચ તે તરફ ઈશારો કરે છે કે તેનો સંબંધ માણસના શરીર સાથે ઘણો ગાઢ છે.

આ વાત કદાચ તમે નહિ જાણતા હોવ પણ હીરા આપણા આરોગ્ય માટે પણ ઘણા ફાયદાકારક હોય છે. દવાની સાથે સાથે હીરાનો પણ ઉપયોગ રોગથી બચાવ માટે કરવામાં આવે છે. આ બધા હીરા આરોગ્ય ઉપરાંત પણ આપણા જીવનની ઘણી સમસ્યાઓ દુર કરે છે.

ઉદાહરણ તરીકે સૂર્ય રત્નથી આપણને યશ પ્રાપ્તિ થાય છે. ચન્દ્ર આપણા મનને શક્તિ આપે છે. મંગલ આપણને શારીરિક શક્તિ પૂરી પાડે છે. બુધ આપણને વાણી અને બુદ્ધી પરી પાડે છે. ગુરુ આપણને જ્ઞાન પૂરું પાડે છે. શુક્ર આપણને સોંદર્ય પૂરું પાડે છે. શની આપણને સેવા ભાવ જેવા કાર્યો કરવાનું શીખવે છે. આ રીતે તમામ રત્ન આપણા જીવનમાં ખુશીઓ ભરી દે છે.

આવો હવે તમને જણાવીએ કે ક્યા રત્નથી કયો રોગ દુર રહે છે.

હીરા (સોંદર્ય, નપુંસકતા, હિસ્ટીરિયા, ક્ષય રોગ) : જાણકારી માટે જણાવી દઈએ કે શુક્ર ગ્રહનો આ અદભુત રત્ન સોંદર્યમાં વધારો કરે છે. શરીરમાં લોહીની કમી, મોતિયાબિંદ, નપુંસકતા, એનીમિયા, હિસ્ટીરિયા, ક્ષય રોગ વગેરેથી હીરા આપણો બચાવ કરે છે.

મૂંગા (લકવા, મીર્ગી, કમળો) : આ રત્ન મંગળનો છે અને તેનો રંગ લાલ હોય છે. તે વ્યક્તિને ઉર્જાવાન બનાવે છે. કીડનીના રોગ ઉપરાંત બીજા ઘણા રોગો જેવા કે લકવા, મીર્ગી, પોલીયોમાં પણ તેને ધારણ કરવો લાભદાયક છે. બાળકોને મૂંગા પહેરાવવાથી ‘બાલારીષ્ઠ’ રોગથી બચાવ થાય છે.

પુખરાજ (આરોગ્ય, અલ્સર, લોહીનું દબાણ) : આ પીળા રંગનો રત્ન ગુરુનો હોય છે. આને તમે મોટાપાને નિયંત્રિત કરવા અને આરોગ્ય સુધારવા માટે પહેરી શકો છો. તે ધારણ કરવાથી લોહીનું દબાણ નિયંત્રિત રહે છે. તેમજ અલ્સર અને સન્નીપાત રોગ માટે પણ પુખરાજને ધારણ કરી શકાય છે.

માણિક્ય (હ્રદય રોગ/આંખના રોગ) : આ રત્ન સૂર્યનો રત્ન છે. અને તેનો રંગ લાલ હોય છે. જે વ્યક્તિ હ્રદય રોગ અથવા નીચા લોહીના દબાણથી પીડિત છે, તેમના માટે માણિક્ય ધારણ કરવું સારું રહે છે. આ રત્ન આંખના રોગ અને નેત્ર જ્યોતિ માટે ધારણ કરી શકાય છે.

ગોમેદ (પેટ, હરસ, પિત્ત, કફ) : મધ જેવો ભૂરા રંગનો આ રત્ન રાહુનો હોય છે. આ રત્ન પેટ અને પાચનના રોગ, હરસ, શરદી, કફ, પિત્તના રોગોમાં લાભદાયક છે.

મોતી (માનસિક રોગ) : મોતી એ ચન્દ્રનો રત્ન છે. અને તેનો રંગ સફેદ હોય છે. જે લોકોનું મન બેચેન રહે છે, કે જેમને માનસિક તણાવ રહે છે એમણે આ ધારણ કરવું જોઈએ. કેમ કે તણાવથી ઘણી જ બીમારીઓ થાય છે. આ રોગથી બચવા માટે તેમણે મોતી ધારણ કરવા જોઈએ. નિરાશા, શ્વાસ સંબંધી રોગ, શરદી જુકામ માટે મોતી પહેરવો ગુણકારી છે.

લહસુનીયા (સંતાન, મોઢાના રોગ, ચેચક, હરસ) : લહસુનીયા કેતુનો રત્ન છે. લહસુનીયા રત્ન ખાંસી, સંતાન સુખ, મોઢાના રોગ, હરસ, એનીમિયા વગેરે રોગોમાં ધારણ કરવો લાભદાયક હોય છે. આ રત્ન તમે કોઈ જ્યોતિષની સલાહ લઈને જ પહેરો, કેમ કે તે તમારી જન્મ કુંડલી દ્વારા જણાવી શકશે કે કયો ગ્રહ નબળો છે.

પન્ના (ત્વચા, દમ, ખાંસી, અનિન્દ્રા ટોનસીલ) : પન્ના બુધનો રત્ન છે અને લીલા તે લીલ રંગનો હોય છે. આ રત્ન ધારણ કરવાથી ત્વચા સંબંધી રોગ અને દમ, ખાંસી, મીચલી, અનિન્દ્રા, ટોનસીલ જેવા રોગોથી બચાવ થાય છે. આ રત્ન ધારણ કરવાથી લીવર અને કીડની સ્વસ્થ રહે છે અને ઝડપથી સુધારો થાય છે.

મગજ મૂંગા (કરોડરજ્જુના હાડકાની જેમ પેટના આકાર જેવો મૂંગા) : આ રત્ન શરીરના અંગો જેવી આકૃતિના છોડમાંથી પ્રાપ્ત કરી શકાય છે, અને પછી તેને કાપીને મશીનો દ્વારા હીરાનો આકાર આપવામાં આવે છે. આ પ્રકારના મૂંગા પૌરૂષ શક્તિ વધારવા વાળા રત્ન છે.

નીલમ (મીર્ગી, જ્વર, ગઠીયા, હાડકાના રોગ) : આ વાદળી રંગનો રત્ન શનીનો છે. તે હાડકાના રોગ, મીર્ગી, જ્વર, ગઠીયા, હરસમાં લાભદાયક છે. સંધીવાતથી પીડિત રોગી પણ નીલમને ધારણ કરી શકે છે.

આ અલગ અલગ રત્નોમાં છૂપાયેલી હોય છે કુદરતી ઉર્જા :

મિત્રો જે રીતે આપણે ચુંબકની ચારે તરફની ઉર્જા જોઈ નથી શકતા, પણ જેવું તે લોખંડની નજીક આવે છે ત્યારે એની ઉર્જા વિષે જાણ થાય છે, એવી જ રીતે આ રત્નમાં છુપાયેલી ઘણી કુદરતી ઉર્જા વ્યક્તીના શરીરના સંપર્કમાં આવતા જ પોતાની અસર બતાવવાનું શરુ કરે છે. એ શક્તિ વ્યક્તિના આરોગ્યને સારું કરે છે, અને બીજી તરફ બીજા ગ્રહો સાથે જોડાયેલા રત્ન સાથે સંબંધિત કાર્યોને પણ પ્રભાવિત કરે છે.

અને ચમત્કારિક ઉર્જાથી ભરપુર આ રત્ન જયારે પણ ધારણ કરવામાં આવે છે, તો તે પોતાનો ચમત્કાર દેખાડે જ છે. તે કોઈ પણ વ્યક્તિના જીવનને બદલી શકે છે. તે પોતાની શક્તિ વડે રાજાને રંક અને રંકને રાજા બનાવી દે છે. પોતાની શક્તિ વધારવા માટે દેવી-દેવતા અને રાક્ષસ પણ એને ધારણ કરતા હતા.

અને કળીયુગમાં પણ તેનું મહત્વ જોવા મળે છે. રાજા-મહારાજાઓ અને રાણીઓ-મહારાણીઓએ પણ આ રત્નને પોતાના આભૂષણો અને મુગુટ ઉપર ધારણ કર્યા હતા. આજના યુગમાં પણ મોટી મોટી વ્યક્તિઓ પોતાની હેસિયત મુજબ તે ધારણ કરે જ છે.

અને તે જીવન સુધારવાની સાથે સાથે ખરાબ પણ કરી શકે છે. કારણ કે જો તે માફક ન આવે તો જીવન વેરન-છેરણ કરી નાખે છે. આજે પણ લંડનના સંગ્રહાલયમાં એક એવો હીરો અને નીલમ રાખવામાં આવેલો છે, જેણે ઘણા વ્યક્તિઓને બરબાદ કરી નાખ્યા. જેમણે પણ આ હીરો કે નીલમને પહેર્યો બસ તેની બરબાદી શરુ થઈ ગઈ અને તેણે તેમના મૃત્યુ સુધી તેનો પીછો ન છોડયો. આવો એના વિષે પણ તમને જણાવી દઈએ.

તો મિત્રો આ ઘટના છે વર્ષ ૧૮૭૫ ની. એ સમયે કર્નલ ફ્રાંસેસ જયારે ભારત વર્ષમાં આઝાદીની શરુ કરવામાં આવેલી લડાઈને દબાવવા કાનપુર પહોચ્યા, તો એક મંદિરમાં મૂર્તિઓ ઉપર જડિત ઝવેરાતો સાથે તેને એક નીલમ જડેલી વીંટી પણ મળી ગઈ. જે દિવસે તેમણે નીલમને પ્રાપ્ત કરી તે દિવસથી તેના ખરાબ દિવસો શરુ થઈ ગયા હતા.

એ હીરાના ખરાબ પ્રભાવને કારણે તેમની પોતાની સેનામાં જે પ્રતિષ્ઠા હતી તે બધી ખલાસ થઈ ગઈ. એમની કરોડોની સંપતિ પણ ખલાસ થઈ ગઈ. આથી તેમણે તે નીલમને પોતાના મિત્રોને આપી દીધો. અને એ પછી એમના મિત્રો માંથી એકનું મૃત્યુ થઈ ગયું, અને બીજો સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયો.

એ પછી તે નીલમ ફરી ફરીને ફ્રાંસેસના ઘેર આવી ગયો. કર્નલ ફ્રાંસેસનું મૃત્યુ ઉપરાંત તેની વસિયતમાં પણ એ રત્નનો ઉલ્લેખ થયો હતો. આ રત્ન તેના બે પુત્રોને મળ્યો. અને તેની અસરે એમના પુત્રોને પણ બરબાદ કરી દીધા. પછી તે કુટુંબના સભ્યોએ આ નીલમ લંડનના સંગ્રહાલયમાં મુકાવી દીધો.

જાન્યુઆરી ૨૦૧૦ માં ત્યાં તેનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. પણ લોકો તે નીલમ પાસે જતા પણ ગભરાતા હતા. તે નીલમની ચારે તરફ એક જાંબલી રંગની પટ્ટી એટલે કે છડા જેવું જોવા મળે છે. માત્ર નીલમ જ નહિ બીજો પણ એક હિરો આવા પ્રકારની પ્રકૃત્તિનો છે, જેમણે તે હીરાને ધારણ કર્યો તેનો સર્વનાશ થઈ ગયો.

જાણો ક્યાં રત્નનો સંબંધ કઈ રાશી અને ગ્રહો સાથે છે :

આપની દુનિયામાં સાત ગ્રહ સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શની. સૂર્ય પ્રકાશના સાત રંગ જાંબલી, ઘાટો વાદળી, વાદળી, લીલો, પીળો, સંતરી કે લાલ. સંગીતના સાત સુર સા, રે, ગા, મા, પા, ધા, ની. અઠવાડિયાના સાત દિવસ રવિવાર, સોમવાર, મગળવાર, બુધવાર, ગૃરવાર (વીરવાર), શુક્રવાર અને શનિવાર.

અને યોગના સાત ચક્ર સહસ્ત્રધારા, અંજના, વિશુદ્ધિ, અનાહત, મણીપુર, સ્વાધિષ્ઠાન અને મૂળા. અને શરીરની સાત ગ્રંથીઓ પીનીયન, પથરી, થાઈરોઈડ, થાઈમસ, એડરીનલ અને ગોણડસ થાય છે. આવી રીતે સાત મહત્વના રત્ન છે – મણિક, મોતી, મૂંગા, પન્ના, પુખરાજ, હીરા અને નીલમ.

અને આ તમામ સાત રત્ન ૧૨ રાશિઓના સ્વામી ગ્રહોના રત્ન છે. આવો તમને એના વિષે પણ જણાવીએ.

મેષ અને વૃષિક રાશિના સ્વામી મંગળ – રત્ન મૂંગા,

મકર અને કુંભના સ્વામી શની – રત્ન નીલમ,

મિથુન અને કન્યાના સ્વામી બુદ્ધ – રત્ન પન્ના,

વૃષભ-તુલાના સ્વામી શુક્ર – રત્ન હીરા,

ધન અને મીનના સ્વામી બ્રૂહસ્પતી – રત્ન પુખરાજ,

સિંહ રાશિના સ્વામી સૂર્ય – રત્ન મણિક

અને કર્ક રાશીના સ્વામી ચન્દ્ર – રત્ન મોતી છે.

આ રત્નો વિષે એવું છે કે જેવી રીતે કોઈ વ્યક્તિને બીજું લોહી ચડાવતી વખતે તેનું બ્લડ ગ્રુપ મેળવવામાં આવે છે, તેવી રીતે રત્નને પણ રાશી મુજબ સરખાવીને પહેરવામાં આવે છે. આમ ન કરવાં પર તે વ્યક્તિને નુકશાન પહોચાડે છે. અને બીજું જ્યાં વેજ્ઞાનિક આ રત્નથી થતા ફાયદા અને નુકશાનને નથી માનતા, એવામાં બીજી તરફ ઘણા વેજ્ઞાનિકો પણ છે જેમણે આ રત્નના રહસ્યને વેજ્ઞાનિક રીતે ખુલ્લા પાડી દીધા છે.