નવું રીસર્ચ : જો તમે પણ ખાવાનું ખાઈને તરત ઊંઘી જાવ છો, તો જાણી લો કે કેન્સરને આમંત્રણ આપી રહ્યા છો

0
1286

દરેક વ્યક્તિએ જમવું તો પડે છે. વધારે દિવસ સુધી જો કંઈ ખાવામાં ન આવે તો જીવવું અશક્ય બની જાય છે. અને દરેક વ્યક્તિ પોતાને યોગ્ય લાગે એ સમયે જમે છે. પણ શું તમે જાણો છો? કે તમારો જમવાનો સમય તમારા સ્વાસ્થ્ય પર પ્રભાવ પાડે છે.

તમારું વજનમાં વધારો કે ઘટાડો થવો, બ્લડ પ્રેશર, બ્લડ શુગર લેવલ વગેરે સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની તમારા જમવાના સમયથી પ્રભાવિત થાય છે. એટલું જ નહીં, તમારો જમવાનો સમય કેન્સર જેવા ઘાતક રોગને વધારવામાં અને ઓછો કરવામાં પણ જવાબદાર હોય છે. અને એક નવી રિસર્ચમાં આ વાતનો દાવો કરવામાં આવ્યો છે.

કેન્સર વિષે તો તમે માહિતગાર જ હશો. તે એક એવી જીવલેણ બીમારી છે જેનો ઈલાજ કરવો ઘણો અઘરો થઈ જાય છે. ચાલો એ રિસર્ચ વિષે તમને જણાવીએ.

મિત્રો મોડી રાત્રે જમવાથી પ્રોસ્ટેટ અને બ્રેસ્ટ કેન્સરનો ભય વધી જાય છે અને એવું ઈન્ટરનેશનલ જર્નલ ઓફ કેન્સરમાં પ્રકાશિત એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે. આ રિસર્ચમાં પ્રોસ્ટેટ કેન્સરના 621 અને બ્રેસ્ટ કેન્સરના 1205 કેસનું અધ્યયન કરવામાં આવ્યું હતું. અને આ રિસર્ચમાં 872 પુરુષ અને 1321 મહિલાઓએ ભાગ લીધો હતો.

તેમજ આ રિસર્ચ સ્પેનના શોધકર્તાઓના એક સમૂહ દ્વારા કરવામાં આવી હતી. તેમાં શોધકર્તાઓએ વોલેન્ટિયર્સના કેન્સરને લઈને પારિવારિક ઈતિહાસ, એમના સોશિયોઈકોનોમિક સ્ટેટસ તથા એમના પર્યાવરણમાં કેન્સરજન્ય પ્રભાવકોની ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને આ પરિણામ મેળવ્યું છે, કે મોડી રાત્રે ભોજન કરવું બેસ્ટ કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સરનો ભય વધારવા માટે જવાબદાર હોય છે.

આ શોધમાં અચરજ પમાડે એવું પરિણામ મળ્યું છે. મળેલા પરિણામ અનુસાર જે લોકોએ રાત્રે 9 વાગ્યા પહેલા જમી લીધું હતું, અને એમના જમવાના અને ઊંઘવાના સમય વચ્ચે લગભગ 2 કલાકનું અંતર રાખ્યું હતું, એ લોકોમાં પ્રોસ્ટેટ કેન્સરના વિકાસની સંભાવના 26% ઓછી હતી. તેમજ જે મહિલાઓએ એવું કર્યુ એમનામાં બ્રેસ્ટ કેન્સરના વિકાસનું જોખમ એવા લોકો કરતા 16% ઓછું હતું, કે જે રાત્રે 10 વાગ્યા પછી જમતા હતા અને જમ્યા પછી તરત ઊંઘી જતા હતા.

જો તમારા માંથી કોઈને કેન્સર છે તો એનો કાળ મીરીકલ રૂટ અને બીજી કેન્સર રોકી શકે એવી ઔષધિનું મિશ્રણ ધરાવતી પ્રોડક્ટ ખરીદવા ૮૮૬૬૧૮૧૮૪૬ નંબર પર whatsapp કરો.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે શોધકર્તાઓનું એવું કહેવું છે, કે આપણા શરીરની આંતરિક ઘડિયાળને અવરોધ આવવા પર રોગપ્રતિકારક શક્તિ પર એની ઘણી ખરાબ અસર જોવા મળે છે. આમ કરવાથી તે આપણા શરીરને ટ્યૂમરનો વિકાસ કરવા માટે વધારે સંવેદનશીલ બનાવી દે છે. રિસર્ચર્સ એવું કહે છે કે જમ્યા પછી શરીરની આંતરિક ઘડિયાળને લાઈટ સૌથી વધારે પ્રભાવિત કરે છે.

જો કે, હાલમાં તમામ શોધ આ વાત પર કેન્દ્રિત રહે છે, કે કઈ રીતે લોકોની ખાન-પાન સંબંધી આદતો અને પેટર્ન માનવોમાં કેન્સરના ભયને પ્રભાવિત કરે છે. એમણે કહ્યું કે આ વિષય પર ઘણી ઓછી શોધ થઈ છે, જેમાં જાણવા મળ્યું છે કે જમવાનો સમય કેન્સર કારક કઈ રીતે હોય છે.