કોઈ પણ ખાનગી કે સરકારી ક્ષેત્રમાં નોકરી મેળવવા માટે લેખિત પરીક્ષા પછી પર્સનલ ઈન્ટરવ્યું માંથી પસાર થવું પડે છે. IAS સહીત ઘણા ઈન્ટરવ્યૂમાં GK એટલે કે સામાન્ય જ્ઞાનને લઈને ઘણા પ્રકારના સવાલ પૂછવામાં આવે છે. જો તમને એ સવાલોના સાચા જવાબ આવડતા હોય અને તમે સવાલ પૂછવા પર તરત જ એના જવાબ આપી દો, તો તમારી નોકરી પાક્કી થઈ જાય છે.
અને ઘણી વાર એવા પ્રશ્ન પૂછવામાં આવે છે, જે તમારા આઈક્યુને તપાસે છે. જેથી તેઓ જાણી શકે કે અમે જેમને નોકરી માટે પસંદ કરવાં માંગીએ છીએ, તે એ નોકરી માટે યોગ્ય ઉમેદવાર છે કે નહિ. મિત્રો ઘણી વાર તમને એવા પ્રશ્નો પૂછવામાં આવે છે, જે તમારા મગજને ચકરાવી શકે છે. પણ જો તમે તમારી બૌદ્ધિક શક્તિથી એવા પ્રશ્નોના સાચા જવાબ આપી દો, તો તમારું ભવિષ્ય ઉજવળ બની જાય છે.
આજે આ લેખમાં અમે તમારા માટે થોડા એવા જ સવાલ અને એના જવાબ લઈને આવ્યા છીએ, જે તમને ભવિષ્યમાં કોઈ પણ નોકરીના ઈન્ટરવ્યુંમાં અથવા લેખિત પરીક્ષામાં પૂછવામાં આવી શકાય છે.
સવાલ 1 :
ભારત દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં સૌથી વધારે યોગદાન કોનું હોય છે?
જવાબ 1 :
ભારત દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં સૌથી વધારે યોગદાન ઉત્પાદન ક્ષેત્રનું હોય છે.
સવાલ 2 :
ભારતમાં ચૂંટણીમાં પહેલી વાર ઈલેક્ટ્રોનિક મશીનનો ઉપયોગ ક્યારે કરવામાં આવ્યો હતો?
જવાબ 2 :
વર્ષ 1982 માં કેરળની પેટા ચૂંટણીમાં પહેલી વાર ઈલેક્ટ્રોનિક મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સવાલ 3 :
શ્રીલંકામાં કઈ જનજાતિ સૌથી વધારે જોવા મળી આવે છે?
જવાબ 3 :
શ્રીલંકામાં સિંહલી જનજાતિ સૌથી વધારે જોવા મળી આવે છે.
સવાલ 4 :
ભારતમાં સૌથી વધારે કોલસાના ભંડાર કયાં આવેલા છે?
જવાબ 4 :
ભારતમાં છેઝારખંડમાં સૌથી વધારે કોલસાના ભંડાર આવેલા છે.
સવાલ 5 :
ફક્ત એક દિવસ માટે ભારતની રાજધાની બનવા વાળું શહેર કયું છે?
જવાબ 5 :
ઈલાહાબાદ 1858 માં ફક્ત એક દિવસ માટે ભારતની રાજધાની બન્યું હતું.
સવાલ 6 :
એવી કઈ ભાષા છે જેમાં ફક્ત બે જ અક્ષર હોય છે?
જવાબ 6 :
કમ્પ્યુટરની બાઈનરી ભાષામાં ફક્ત બે જ અક્ષર હોય છે.
સવાલ 7 :
ભારતની મુખ્ય ભૂમિનો દક્ષિણ કિનારો કયો છે?
જવાબ 7 :
ભારતની મુખ્ય ભૂમિનો દક્ષિણ કિનારો કન્યાકુમારી છે.
સવાલ 8 :
એવી કઈ ધાતુ છે જેને ચપ્પુથી કાપી શકાય છે?
જવાબ 8 :
સોડિયમ ધાતુને ચપ્પુથી કાપી શકાય છે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.