જબરજસ્ત જુગાડ : વગર કામના મોબાઈલ માંથી બનાવો CCTV કેમેરા, અને કરો ઘર-પરિવારને સુરક્ષિત

0
10093

આજ કાલ ચોરી લુંટફાટની ઘટનાઓ ઘણી વધી રહી છે. એવામાં હવે ઘરમાં પણ CCTV કેમેરા લગાવવાની નોબત આવી ગઈ છે. પણ જો તમે સ્માર્ટ ફોનને જ સુરક્ષા માટે ઉપયોગમાં લેવા માંગો છો, તો આજે અમે તમારા માટે એક જુગાડ લઈને આવ્યા છીએ. તો આવો જાણીએ એના વિષે. આજના મોબાઈલના જમાનામાં રોજ નવા નવા સ્માર્ટ ફોન બજારમાં આવી રહ્યા છે. એટલા માટે કદાચ તમારા ઘરમાં પણ એક બે ફોન એવા જ પડેલા જ હશે જે વગર કામના હોય.

એટલા માટે, આજે તમે તમારા જુના સ્માર્ટ ફોનથી સીસીટીવી કેમેરા કેવી રીતે બનાવી શકીએ, એ જણાવવા જઈ રહ્યા છે. થઇ શકે છે કે તમે પણ પોતાના ઘરમાં સીસીટીવી કેમેરા લગાવવા માંગો છો, પરંતુ પૈસાની કમીના કારણે એવું કરી શક્યા નથી. તો આ રીત તમારા માટે ખુબ કારગર સાબિત થઇ શકે છે. તો આવો જાણીએ કે જુના સ્માર્ટફોનથી સીસીટીવી કેમેરા કેવી રીતે બનાવી શકાય?

બનાવો તમારા સ્માર્ટફોનને સીસીટીવી કેમેરા :

મિત્રો અમે જે રીત વિષે વાત કરી રહ્યા છીએ, તેનાથી તમે તમારા ઘર કે ઓફિસમાં સીસીટીવી લગાવી શકો છો, તે પણ ખુબ ઓછા ખર્ચ પર. એ વાત તો તમે જાણતા જ હશો, કે સીસીટીવી કેમેરા લગાવવું આજ કાલ ઘણું મોંઘુ પડે છે. એટલા માટે આજે અમે તમને તમારા જુના સ્માર્ટફોનથી સીસીટીવી કેમેરા બનાવવાની રીત જણાવીશું. તો મિત્રો આ જુગાડ માટે તમારી પાસે ફક્ત એક સ્માર્ટફોન કે પછી ટેબ્લેટ અને એક સારું સોફ્ટવેયર હોવું જરૂર છે.

આ જુગાડ કરવાં માટે સૌથી પહેલા તમે તમારા બિનઉપયોગી સ્માર્ટફોનમાં સીસીટીવીની એપ ઇન્સ્ટોલ કરો. આ એપ તમને પ્લે સ્ટોર પરથી સરળતાથી મળી જશે. તમે એના વિષે સર્ચ કરશો તો ઉપર તમને ફોટોઝ પણ દેખાશે. તમે આમ તો આમાંથી કોઈ પણ એપ ડાઉનલોડ કરી શકો છો પરંતુ, ‘એટહોમ’ નામની એપ સૌથી શ્રેષ્ઠ છે. એ વાપરવી સારી રહેશે.

સીસીટીવી કેમેરા બનાવવાની પદ્ધતિ સ્ટેપ બાય સ્ટેપ :

1. સૌથી પહેલા તમે તમારા જુના સ્માર્ટફોનમાં ‘એટહોમ વિડિઓ સ્ટ્રીમર’ ઇન્સ્ટોલ કરો. આ હૈંડસેટનો ઉપયોગ કેમેરા ફીડની સ્ટ્રીમિંગ માટે કરવામાં આવે છે.

2. બીજું સ્ટેપ એ છે કે તમે જે ડિવાઇસ (એટલે કે તમારો રોજ વપરાતો ફોન હોય એમાં) પર આ સીસીટીવી ફીડ પ્રાપ્ત કરવા માંગો છો, તેના પર ‘એટહોમ મોનિટર’ નામની એપ ડાઉનલોડ કરો. આ ફોન કે ટેબ્લેટનો ઉપયોગ કેમેરા ફીડ જોવા માટે કરવામાં આવે છે.

3. ‘કેમેરા’ અને ફોન બંને પર સંબંધિત એપ્સ લોન્ચ કરો. જેવું જ આ ઓનલાઈન થઇ જાય છે, એટલે એટહોમ વિડિઓ સ્ટ્રીમર ઉપયોગકર્તાના નામ અને પાસવર્ડની સાથે યુનિક કનેક્શન આઈડી જનરેટ કરશે. હવે તમે આ બધી જાણકારીને તે ફોન પર એન્ટર કરી શકો છો જેને તમે ફીડ પર નજર રાખવા માટે ઉપયોગ કરશો. (તમે ક્યુઆર કોડને સ્કેન કરી શકો છો જેમ અમે કર્યુ.)

4. ત્યારબાદ તમે જે ડિવાઇસને ફીડને મોનિટર કરવા માટે ઉપયોગ કરશો, તેમાં તમારે એટહોમ મોનિટર એપ લોન્ચ કરવાની રહેશે, અને એમાં તમારે જનરેટ થયેલી એકાઉન્ટ ડીટેલ લખો. અથવા એમાં જનરેટ કરવામાં આવેલ ક્યુઆર કોડનો ઉપયોગ કરી ફીડ એડ પર ક્લિક કરી શકો છો. તમે એ કોડને સ્કેન કરશો તો તમારો સીસીટીવી સ્ટ્રીમર અને રીસીવર સ્ટાર્ટ થઇ જશે અને ચાલવા લાગશે.

5. જો તમે પોતાના ડેસ્કટોપ કમ્પ્યુટર પર સીસીટીવી સ્ટ્રીમનો ઉપયોગ કરવા માંગો છો, અને જો તમે કમ્પ્યુટરમાં વિન્ડોઝનો ઉપયોગ કરો છો, તો તમારે ફક્ત ‘એટહોમ કેમેરા ડેસ્કટોપ ક્લાયન્ટ’ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવું પડશે. જો તમારા ડેસ્કટોપમાં પણ વેબકેમ છે, તો તમે પણ સ્ટેપ નંબર 3 ની જેમ જ એનાથી ક્યુઆર કોડ સ્કેન કરી શકો છો. અને જો ન હોય તો તમારે સ્ટેપ નંબર 2 ની જેમ યુઝરનેમ બનાવવું પડશે અને લોગ-ઈન કરવું પડશે. આના દ્વારા તમે ડેસ્કટોપ ક્લાયન્ટમાં ચાર કેમેરા સ્ટ્રીમ સુધી જોડી અને મોનિટર કરી શકો છો.

6. ખાસ વાત એ છે કે આ એપમાં શેડ્યુલ રિકોડિંગ અને બે બાજુથી રેકોર્ડીંગ જેવી સુવિધાઓ આપવામાં આવે છે. તમે ફ્રન્ટ અને રિયર કેમેરા સ્વીચ કરી શકો છો અને દૂર થી એલઇડી ફ્લેશને શરુ કરી શકો છો.