જો કોઈ માણસને કાનખજૂરો કરડી લે કે તે કાનમાં ઘુસી જાય તો શું કરવું જોઈએ? જુઓ વિડીયો

0
4515

હવે ઉનાળાની ઋતુ શરુ થઇ ગઈ છે. અને આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે આ ઋતુમાં કીડા મકોડા બહાર આવે છે. એ બધા માંથી સૌથી ખતરનાક કોઈ હોય તો એ છે કાનખજૂરા. મોટાભાગના લોકોને કાનખજૂરા વિષે વધારે જાણકારી નથી હોતી. એવામાં કોઈને એ વિષે જાણકારી નથી હોતી કે કાનખજૂરો કોઈના કાનમાં ઘુસી જાય, તો એવી પરિસ્થિતિમાં શું કરવાનું હોય છે. એટલા માટે આજે અમે તમને જણાવીશું કે કાનખજૂરો કરડવા પર કે કાનમાં ઘુસવા પર શું કરવું જોઈએ.

કાનખજૂરો કરડવા પર કે કાનમાં ઘુસવા પર શું કરવું જોઈએ?

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે કાનખજૂરાને પણ સાપની જેમ ઝેરીલું માનવામાં આવે છે. કાનખજૂરો પણ સાપની જેમ જ કરડ્યા પછી આપણા શરીરમાં ઝેર છોડે છે. જો કોઈને કાનખજૂરો કરડે તો તે માણસને શ્વાસ લેવામાં ખુબ તકલીફ થાય છે. તેમજ એમને શરીરમાં ખુબ પીડા પણ થાય છે. પણ એકવાત સારી છે કે કાનખજૂરો કરડવા પર જીવ જતો નથી. પણ એના કરડવાની થતી પીડા ક્યારેક ક્યારેક વધારે થઇ જાય છે, જે ઘણીવાર આપણી સહનશકિતથી વધારે થઇ જાય છે.

તેમજ ઘણીવાર એવું જોવામાં આવે છે કે કાનખજૂરો માણસને કરડવા સિવાય કાનના રસ્તે શરીરની અંદર ઘુસી જાય છે. અને તે વાત ઘણી ખતરનાક માનવામાં આવે છે. કાનખજૂરો હંમેશા અંધારામાં આવે છે અને એ જ કારણે તે હંમેશા કાનમાં ઘુસી જાય છે. એના સિવાય ચોમાસામાં પણ કાનખજૂરા વધારે બહાર નીકળે છે.

કાનખજૂરો જયારે કાનમાં ધૂસે છે ત્યારે ખુબ પીડા થાય છે. કાનખજૂરો માણસના કાનમાં જઈને ચીપકી જાય છે, પછી એને બહાર કાઢવો ખુબ મુશ્કિલ થઈ જાય છે. કાનખજૂરો કરડવા પર તેનું ઝેર શરીરમાં પહોંચે છે, અને થાક લાગવાની સાથે સાથે શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે.

કાનખજૂરો કરડવા પર કરો આ ઈલાજ :

આજે અમે તમને જણાવીશું કે કોઈને કાનખજૂરો કરડવા પર, કે પછી કાનમાં ઘુસવા પર શું કરવું જોઈએ? અહી અમે તમને જણાવીશું કે કાનખજૂરો કરડવા પર ઈલાજ કરવાની રીત કઈ છે. જણાવી દઈએ કે જો કોઈના કાનમાં કાનખજૂરો ઘુસી જાય છે, તો પાણીમાં સિંધવ મીઠું નાખી એને કાનમાં નાખવાથી તે મરી જાય છે. સિંધવ મીઠાના કારણે તે મરીને કાનની બહાર નીકળી જાય છે.

આના સિવાય, જો કાનખજૂરો શરીરમાં ચીપકી ગયો હોય તો તેના મોં માં સાકર નાખશો તો તે શરીર છોડી દે છે. તેમજ જો કોઈને કાનખજૂરો કરડી લે તો હળદર અને સિંધવ મીઠુંનું મિશ્રણ લઈને એને ગાયના ઘી સાથે ત્યાં લગાવો. આવું કરવાથી કાનખજૂરાનું ઝેર ખત્મ થઇ જાય છે. આ તે રીત છે જેમાં કાનખજૂરો કરડવા પર કે કાનમાં ઘુસવા પર ઈલાજ કરવી શકાય છે.

જો તમારી આસપાસમાં કે ઘરમાં કોઈ પણ વ્યક્તિને કાનખજૂરો કરડી લે છે, કે પછી તે કોઈના કાનમાં ઘુસી જાય છે, તો આ ઉપાય કરીને તેને સારું કરી શકો છો. તમને જણાવી દઈએ કે કાનખજૂરો જો માણસને કરડે તો આ જીવલેણ નથી હોતું, પરંતુ આના કરડયા પછી જો યોગ્ય ઉપચાર કરવામાં ન આવે, તો તે માણસ માટે જીવલેણ સાબિત થઇ શકે છે. કહેવાય છે કે જો કાનખજૂરો ઉંદરને કરડી લે તો ઉંદર 30 સેકેન્ડમાં મૃત્યુ પામે છે.

જુઓ વીડિઓ :