ચંદ્રએ કર્ક રાશીનો સાથ છોડી સિંહ રાશિમાં કર્યો પ્રવેશ, આ રાશીઓના જીવનમાં થશે સૌથી મોટું પરિવર્તન

0
4192

મિત્રો હિંદુ ધર્મમાં જ્યોતિષ શાસ્ત્રને ઘણું માનવામાં આવે છે. એના દ્વારા વ્યક્તિની રાશિ અનુસાર એના ભવિષ્ય વિષેની જાણકારી મેળવી શકાય છે. અને વૈદિક જ્યોતિષમાં કુલ ૯ ગ્રહ છે, જેને “નવગ્રહ” પણ કહેવામાં આવે છે. તેમાં સૂર્ય અને ચંદ્રને પણ ગ્રહ માનવામાં આવ્યા છે.

એ સિવાય મંગળ, બુધ, બૃહસ્પતી એટલે કે ગુરુ, શુક્ર, શની, રાહુ અને કેતુનો એમાં સમાવેશ થાય છે. એમાં રાહુ અને કેતુ ગ્રહનો પડછાયો ગ્રહ કહેવામાં આવે છે. આ દરેક ગ્રહોની પોતાની એક અલગ પ્રકૃતિ અને પોતાનો અલગ સ્વભાવ હોય છે. પોતાની વિશેષતાને કારણે તેમાંથી થોડા ગ્રહ શુભ તો થોડા ક્રૂર ગ્રહ હોય છે.

હવે જેવી રીતે આપણે આપણા મન વગર કોઈ પણ કામ નથી કરી શકતા, તેવી જ રીતે ચંદ્ર વગર જ્યોતિષ શાસ્ત્ર અધૂરું છે. ચંદ્ર અને રાશીના આધારે જ્યોતિષી કોઈપણ વ્યક્તિનું ભવિષ્ય ફળ કહે છે. મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં જેવી રીતે સૂર્ય રાજા છે, તેવી રીતે ચંદ્ર રાણી છે. અને ચંદ્ર સામાન્ય રીતે આપણા મન અને આપની ભાવનાનું પ્રતિક હોય છે.

જાણકારી માટે જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રનું વિશેષ મહત્વ રહેલું છે. તમામ નવ ગ્રહોના ક્રમમાં સૂર્ય પછી ચંદ્ર બીજો ગ્રહ છે. વૈદિક જ્યોતિષમાં તે મન, માતા, માનસિક સ્થિતિ, મનોબળ, દ્રવ્ય વસ્તુઓ, યાત્રા, સુખ-શાંતિ, ધન સંપત્તિ, રક્ત, ડાબી આંખ, છાતી વગેરેનું કારણ હોય છે. ચંદ્ર રાશીઓમાં કર્ક અને નક્ષત્રોમાં રોહિણી, હસ્ત અને શ્રવણ નક્ષત્રનો સ્વામી હોય છે.

મિત્રો આપણા જીવનમાં જે પણ ઉતાર ચડાવ આવે છે, તે બધા આ ૯ ગ્રહોની ચાલમાં પરિવર્તન થવાને કારણે જ આવે છે. અને આ તમામ ગ્રહ સમય સમયે પોતાની ચાલ બદલે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અત્યાર સુધી ચંદ્ર કર્ક રાશિમાં હતો, પરંતુ હવે તે સિંહ રાશિમાં પ્રવેશ કરવાનો છે. આ ગ્રહની ઘટનાથી થોડી રાશિઓમાં ઘણો ફેરફાર આવવાનો છે, આ રાશિઓ અને થતા લાભ વિષે આજે અમે તમને જણાવીશું.

વૃષભ રાશિ :

ચંદ્રના કર્ક માંથી સિંહ રાશિમાં પ્રવેશ કરવાથી વૃષભ રાશિના લોકોને ઘણો ધન લાભ થઇ શકે છે. ઘણા વર્ષો પછી બની રહેલા આ યોગથી વૃષભ રાશિના લોકોને જીવનમાં ઘણા બધા સારા સમાચાર મળશે. આ સમય દરમિયાન જો તમે લોકો કોઈ પણ પ્રકારની તકલીફમાં ફસાવ તો મગજથી પહેલા પોતાના દિલનું સાંભળજો.

મીન રાશિ :

ચંદ્રના કર્ક માંથી સિંહ રાશિમાં ગોચર કરવાની સાથે જ મીન રાશીના વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રમાં સફળતા મળશે. બાપદાદાની કોઈ સંપત્તિથી તમારો આવકનો સ્ત્રોત વધી શકે છે. કોઈ નવા કામની શરુઆત કરવા માટે સમય તમારો સાથ આપશે. પણ પ્રેમી સાથે સમય પસાર કરવાની તક મળવાની શક્યતા નથી.

સિંહ રાશિ :

ચંદ્રના સિંહ રાશિમાં પ્રવેશ કરવાથી સિંહ રાશિના લોકોને પોતાના કેરિયરમાં ઘણી સફળતા પ્રાપ્ત થશે. આ મહાસંયોગને કારણે જ સિંહ રાશિના લોકોનો પગાર પણ વધશે. પરંતુ તમારે તમારા ગુસ્સા ઉપર સંપૂર્ણ નિયંત્રણ રાખવો પડશે, નહિ તો તમે કોઈ પ્રકારની તકલીફમાં ફસાઈ શકો છો.

મેષ રાશિ :

ચંદ્રના કર્ક માંથી સિંહ રાશિમાં પ્રવેશ કરવાથી મેષ રાશિના લોકોને પણ ઘણા મોટા શુભ સમાચાર મળવાના છે. આ મહાયોગથી તમારી તમામ આર્થિક સમસ્યાઓ દુર થશે. પરંતુ તમારે એના માટે થોડી વધારે મહેનત કરવાની જરૂર છે. જો આ રાશિના લોકો કોઈપણ પ્રકારની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તો તેમને તેમના દ્વારા આપવામાં આવી રહેલી પરીક્ષાઓમાં સફળતા મળવાના યોગ બન્યા છે.